________________
સદ્દગુરૂચરણે પહોંચી જઈ ગુરૂમંત્ર (દીક્ષા) આપવા વિનવે છે. તેમના ત્યાગ, વિરાગ, અને હૃદયની વિશાળતાની ખુશબોએ ખેંચાએલો પાલણપુરીય સમસ્ત સંઘ ભવ્ય આડંબરથી તેમને સં. ૧૯૫૭ માગશર શુદિ ૬ ના રોજ શ્રી રવિસાગરના પટ્ટશિષ્ય શ્રી સુખસાગરજીના હસ્તે દીક્ષિત બનાવે છે, અને પછી તે આ આત્મકલ્યાણને મસ્ત સાઘક વિશ્વના ખુલ્લા વિશાળ ચેકમાં, વિશ્વને આત્મકલ્યાણ, અધ્યાત્મ, વેગ, સ્વદેશ, સમાજ અને સ્વધર્મોન્નતિના કલ્યાણતર માગના પયગામ આપતા ફરે છે.
ગુજરગિરાને અન્ય સમેવડી ભાષાઓથી ઉન્નતશિરા કરવાના કેડ સેવતા શ્રીમદ કલમ વાણી અને જીવનના પુષચંદન સહિત દેવી ગુજરીને અર્પાઈ જાય છે. સર્વ સંપ્રદાય, વિદ્વાને અને તત્વચિંતકોને જ્ઞાનાનુભવથી મુગ્ધ કરે છે.
સં. ૧૯૬૯માં તેમના ગુરૂદેવ સ્વર્ગગમન કરતાં ગચ્છાધિપતિ થવું પડે છે, અને આખા સંઘાડા (સંઘાટક-પિતાના શિષ્ય અને ભક્ત પરિવાર) ના રક્ષણવિકાસની જવાબદારી તેમને માથે પડે છે, છતાં આ વર યેગી બધાની અસલિયાત સમજી સ્વફરજ પ્રબ ચીવટાઈથી અદા કરે છે. પછી તો તેમના અગાધ જ્ઞાનથી મુગ્ધ બનીને શ્રી પેથાપુરને જૈન સંઘ તેમને સં. ૧૯૭૦ માં આચાર્યપદ સાડંબર સમાપે છે, અને તેમના કાવ્ય, ન્યાય, તર્ક, વ્યાકરણ, અષ્ટાંગયોગ, અને અધ્યાત્મવાદની ખુશબ, તેમના ગહન ગ્રંથ દ્વારા કાશી, બનારસ સુધી પહોંચે છે, અને વિદ્વતા -જ્ઞાનના સિયા કાશીના મહામહોપાધ્યાય અને પંડિતે તેમને શાસ્ત્રવિશારદના મહાન બીરૂદ (પદવી) થી સન્માને છે. ધીમે ધીમે જેને ઉપરાંત હજારે મુસ્લીમ, અંત્યજે, મીર, પારસીઓ, બ્રાહ્મણ, પાટીદાર, ઠાકરડા, ભીલ, કળી, તેમના અનન્ય ભક્ત બની રહેવામાં જીવન સાર્થક સમજે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com