________________
શ્રીમદે એકદસ મહાગ્રંથ ત્યાગી અવસ્થામાં લખી ગુર્જર સાહિત્ય સમૃદ્ધ કર્યું છે. વાચ્યું, સાંભળ્યું કે જાણ્યું નથી ઈતિહાસે કે કેઈ ત્યાગી સંતે ચોવીસ વરસના પરિમિત કાલાવિધિમાં અનેક વ્યવહાર સાચવતાં છતાં આટલી ભાષાઓમાં આટલા ગહન વિષયના એકસે દસ ઉપરાંત મહાગ્રંથેનાં સર્જન કર્યો હોય.
એમનાં ગૃહસ્થજીવન, કવિજીવન, સાધુજીવન, ભક્તજીવન, પ્રેમજીવન, પંડિતજીવન, આધ્યાત્મિક જીવન, મસ્તફકીરીજીવન,
ગીજીવન, ત્યાગીજીવન, આદિપર તે પૃથક પૃથક ગ્રંથો ભરાય. આ અતિ સંક્ષિપ્ત જીવનમાં શું લખાય? છતાં કવિ પ્રેમાનંદની માફક આ સંતે માતૃભાષાને અન્ય સમવડી જ નહિ પણ ઉત્તમસ્થાનાલંકૃત કરવાનો સંકલ્પ શતાધિક ગ્રંથાલેખનથી. પિતાની હૈયાતીમાં જ પૂર્ણ કર્યો. કવિ પ્રેમાનંદને સંકલ્પ અધુરો જ રહ્યો જાણે છે.
તેમના ગ્રંથ દર્શન કરવા યોગ્ય છે. એ ગુર્જરીની આરાધનાને પુનિત અવશેષ અત્રે હાજર છે. ગુર્જરીના પૂજક, વિદ્વાન, વિદુષીઓ ! તે જુઓ, અને ગુર્જરીના આ લાડીલાના મોંઘામૂલા વારસાને તમારો કરે.
મહાગુજરાત ગુજરીના આ ભકત, શહીદ, સંતના મહામૂલા આરાધન પ્રત્યે કેટલું બેદરકાર છે, તે કદાચ અમરાપુરીની અટારીએ રહી શ્રીમદ્દ જોતા હશે? એમના અમર આત્માને શાંતિ હો!
ગુર્જરીને જયશ્રીરંગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com