Book Title: Gujarat na Aetihasik Lekho Part 01 Author(s): Girjashankar Vallabh Acharya Publisher: Farbas Gujarati Sabha View full book textPage 7
________________ પ્રસ્તાવના આદર્યા અધુરા રહે, ને હરિ કરે સો હોય”–વર્ષો પહેલાં મારા સહાધ્યાયી સ્વ. રણજિતરામ વાવાભાઈ મહેતાને ગુજરાતના ઇતિહાસનાં સાધને ભેળાં કરવાનો વિચાર પુર્યો હતો. તેમણે સમય તથા સ્થળની સાનુકૂળતા મળતી ગઈ તેમ તેમ તેવાં સાધને સંબંધી ટુંક નેંધ, ઉતારા, તથા વિવેચન ટપકાવવા માંડ્યાં અને થોડા સમયમાં ચાર દળદાર પુસ્તક ભરાવા આવ્યાં. તેઓના અકાળ અવસાનને લીધે તે પ્રવૃત્તિ અધુરી રહી અને શ્રીફાર્બસ સભાએ તે પુસ્તકે ખરીદી લઈ તેના સદુપયોગ માટે સ્વાધીન કર્યો ત્યારબાદ તે પુસ્તકોની મદદથી તેમ જ તે વિષયનાં પ્રસિદ્ધ થએલાં બીજાં પુસ્તકે ઉપરથી ગુજરાતના ઈતિહાસને ઉપયેગી થઈ પડે તેવા લેખે પ્રશસ્તિ, તામ્રપત્રો, વિગેરે સંગ્રહિત કર વાનું કામ સ્વ. સાક્ષર શ્રી ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદીને સોંપવામાં આવ્યું. એક બે વખ્ત આ બાબતમાં તેઓશ્રીએ મને બોલાવ્યો હતો અને પુસ્તકો વિગેરેની યાદી કરી આપી હતી. પ્રસ્તુત કાર્યમાં કાંઈ પણ ચેકસ પ્રગતિ થઈ તે પહેલાં તેઓ શ્રી પણ સ્વર્ગસ્થ થયા અને પરિણામે ઈ. સ. ૧૯૨૪ ની આખરમાં આ કાર્ય મને સોંપવામાં આવ્યું. મેં તે કાર્ય સ્વીકાર્યું કે તરતમાં જ મને મંદાગ્નિ વિગેરે દેખીતી નમ્ર પણ હવાફેર તેમ જ ખાવાપીવાની પરેજી વિગેરેથી કષ્ટથી નિર્મૂળ થાય તેવી વ્યાધિ લાગુ પડી દોઢ બે વર્ષ બીલકુલ પ્રગતિ થઈ શકી નહીં અને ત્યાર બાદ જ્યારે બધે સંગ્રહ પૂરો થઈ રહેવા આવ્યા ત્યારે એટલે ઈ. સ. ૧૯૩૦ આખર - ફરી હું અકસ્માતમાં સપડાયો અને અસ્થિભંગને પરિણામે લાંબો વખત પથારીવશ રહેવું પડયું. ઉપર બતાવેલા બે કરૂણ કિસ્સાથી પડેલે શિર મારા પરત્વે પણ એ પડશે કે શું એમ ઘડીભર માનસિક નિર્બળતાને લીધે શંકા પણ થઈ. પણ આટલાં આટલાં વિદન છતાં આ કાર્ય મારે હાથે જ પૂર્ણ થવાનું નિર્માણ થયું હશે, તેથી તેમ જ સંપૂર્ણ પ્રભુકૃપાથી આખરે આ પ્રથમ વિભાગ ઈતિહાસપ્રેમી જનસમાજ પાસે રજુ કરી કૃતકૃત્યતા અનુભવું છું. કેપસ ઈન્ડિકપશીઓનમ ડિકારમ એપિફિયા ઇંડિકા, એપિગ્રાફિક્યા મેલેમિકા જેવાં માત્ર લે ખેની જ પ્રસિદ્ધિ માટે ચાલુ ચોપાનીઓ અસ્તિત્વમાં હોવા છતાં ગમે તે માસિકમાં છૂટાછવાયા લેખો પ્રસિદ્ધ થએલ છે. તે બધાંના બધા અંકે તપાસી જેટલા જાણી શકાય તેટલા લેખોને આમાં સંગ્રહ કરવામાં આવેલ છે. તેમ છતાં માહિતીના અભાવથી કેઈલેખો રહી ગયા હોય, એ સંભવિત છે. પણ તેટલા માટે આ સંગ્રહ તરફ દેષની દૃષ્ટિએ નહિ જોતાં સહકારવૃત્તિથી તેવા લેખે તરફ ધ્યાન ખેંચવામાં આવશે તે ઉપકાર સહિત સેંધી લેવામાં આવશે. આ સંજોગો પ્રથમથી જ જાણવામાં હતા તેથી આ ગ્રંથને રિબન બાઈન્ડીંગમાં રાખવાની મેં સૂચના કરી હતી. પણ ખર્ચ વધી જવાને કારણે તેને સ્વીકાર થઈ શકે નહીં. પરંતુ પ્રત્યેક વંશના લેખોનાં પાનનો અનુકમનંબર જાદે રાખેલ છે તેમ જ દરેક લેખ પણ નવા પાને શરૂ કરવામાં આવેલ છે, જેથી જે વ્યક્તિઓને પિતાનો સંગ્રહ હરહમેશ સંપૂર્ણ રાખવાની ઈચ્છા હોય તેને નવા ઉપલબ્ધ લેખો યોગ્ય અનુક્રમમાં તથા સ્થળે ટાંકી દેવાય એવી સગવડતા છે. લેખોને અનુક્રમ નંબર માગ, ઉલ્લેખ કરવાની સાનુકૂળતા માટે, સળંગ રાખવામાં આવેલ છે. એટલે નવા લેખોના નંબર એ. બી. સી. એમ મૂળ નંબર સાથે ઉમેરીને વાંચવાથી સંગ્રહને અનુકમ સાચવી શકાશે. આ મૂળ સંગ્રહ પસમાં ગયા બાદ નવા મળેલા લેખોનું લિસ્ટ પ્રતિવર્ષના ફાર્બસ સભાના રીપોર્ટમાં, વ્યવસ્થાપક મંડળને ગ્ય લાગશે તે, પ્રસિદ્ધ કરવામાં આવશે. કેટલાક લેખોનું અસ્તિત્વ જાણ્યા છતાં તેના માલિક પાસેથી તેને લગતી બધી હકીકત ન મળી શકવાથી છૂટકે ટકી છે તેઓએ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 396