Book Title: Girnar Chaitya Pravadi
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2

View full book text
Previous | Next

Page 1
________________ જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ ૩૬ કડીમાં ગૂર્જરભાષા-નિબદ્ધ સાંપ્રત રચના બૃહદ્ તપાગચ્છીય રત્નાકરસૂરિની પરંપરામાં થઈ ગયેલા જયતિલકસૂરિની છે. એમણે સં. ૧૪૫૬ ઈ. સ. ૧૪૦૦માં અનુયોગદ્વાર-ચૂર્ણિનો ઉદ્ધાર કર્યો હોવાનું જાણમાં છે, અને એમના શિષ્ય રત્નસિંહસૂરિના શિષ્ય ચારિત્રસુંદરગણિએ ૧૪૮૭ ઈ. સ. ૧૪૩૧માં શીલદૂતકાવ્ય રચ્યું છે. જયતિલકસૂરિના ઉપદેશથી ખંભાતના શ્રીમાલી સંઘપતિ હરપતિએ સં. ૧૪૪૯ ! ઈ. સ. ૧૩૯૩માં ગિરનારની યાત્રા કરી ત્યાં નેમિનાથના મંદિરને દુરસ્ત કરાવેલું. આ હકીક્તને લક્ષમાં લેતાં અહીં તેમની પ્રસ્તુત થઈ રહેલી “ગિરનાર ચૈત્ય પ્રવાડીને ૧૪મા શતકના અંતની આસપાસ મૂકવામાં હરકત જેવું નથી. વધુમાં આ કૃતિમાં ગિરનાર પર ૧૫મા સૈકામાં નિર્માયેલાં મંદિરોનો ઉલ્લેખ નથી. આ તથ્ય, અને કૃતિનાં ભાષા-લક્ષણો ઉપર્યુક્ત સમયાંકનને સમર્થન આપી રહે છે. તદુપરાંત રત્નસિહસૂરિશિષ્ય (નામ અજ્ઞાત) રચેલી “ગિરનાર તીર્થમાલા” (ઈ. સ. ૧૪પ૩ બાદ)થી આ રચના બે પેઢી અગાઉ થયેલી છે અને સ્પષ્ટતયા પ્રાચીન છે. સંભવ તો એવો છે કે શ્રેષ્ઠિ હરપતિની ગિરનારતીર્થની સંઘયાત્રા સમયે, એટલે કે ઈ. સ. ૧૩૯૩માં આની રચના થઈ હોય. પ્રારંભની પાંચ કડીઓમાં કાવ્યસુલભ સામાન્ય વર્ણન બાદ પરિપાટીકાર તીર્થનંદના પ્રારંભ કરે છે. પહેલાં તો (મંત્રી તેજપાળે વસાવેલ તેજલપુર, હાલના ઉપરકોટ નીચેના જૂનાગઢની)તેજલ-વસહી (તેજપાલ વસતી)ના પાર્શ્વનાથને નમી, તે પછી “જીરણગઢ' (જીર્ણદુર્ગ, જૂનાગઢ એટલે કે ઉપરકોટ)ના મુખમંડન આદીશ્વર તથા વીરના ધામમાં પ્રણામ કરી, સોનરેખ, દામોદર અને ક્ષેત્રપાલ(કાલમેઘ) જોઈ, (તળેટીની) વનરાઈ પાસે પહોંચી ત્યાંથી પાજ ચડતાં ક્રમશઃ માકડકુંડી, સુવાવડી આદિ ચાર પરબો વટાવી, પાજનું નિર્માણ કરાવનાર બાહડ મેહતા (મહંતો વાગભટ્ટ)ને ધન્યવાદ દઈ, દેવકોટની પોળમાં યાત્રી કવિ પ્રવેશે છે. ત્યાંથી આગળ તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિના ત્રણ ધારવાળા મંદિરમાં નમસ્કાર કરી, બોતેર દેવકુલિકાઓમાં પ્રણમી, (ત્યાં દક્ષિણ દ્વારમાં રહેલો અપાપામઢીમાં રહેલ આઠ તીર્થકરોને પ્રણામ કરી, ત્યાર પછી કલ્યાણત્રય જિનાલયમાં રહેલ નેમિનાથને નમી, આગળ ચંદ્રગુફા જોઈ, નાગમર-ઝરા સમીપ ગજેન્દ્રપદ કુંડમાં પ્રક્ષાલન કરી ઇંદ્રમંડપ થઈ (ત્યાંથી પાછા વળીને નેમિનાથના મંદિર-સમુદાય પાછળ રહેલ) શત્રુંજયાવતાર તથા સમેતશિખર અને અષ્ટાપદના દેવો (જિનો)ને વંદી તિની પાછળ આવી રહેલ વસ્તુપાલ મંત્રી કારિત કપર્દી યક્ષ અને મરુદેવીનાં મંદિરોમાં નમસ્કાર કરી ઉપર રાજુલ-રથનેમિની ગુફામાં થઈ, ઘંટાક્ષર, છત્રશિલા થઈ અને સહસ્રામ્રવન(સંસાવન)માં ઊતરી પછી અંબિકા, સાંબ, પ્રદ્યુમ્ન અવલોકન શિખર જઈ પ્રણામ કરે છે ત્યાં (પ્રદ્યુમ્ન શિખરે) (દતકથાનું) “કંચનબાલક” હોવાનો ઉલ્લેખ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6