Book Title: Girnar Chaitya Pravadi
Author(s): M A Dhaky
Publisher: Z_Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_1_002105.pdf and Nirgranth_Aetihasik_Lekh_Samucchay_Part_2
Catalog link: https://jainqq.org/explore/249375/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ ૩૬ કડીમાં ગૂર્જરભાષા-નિબદ્ધ સાંપ્રત રચના બૃહદ્ તપાગચ્છીય રત્નાકરસૂરિની પરંપરામાં થઈ ગયેલા જયતિલકસૂરિની છે. એમણે સં. ૧૪૫૬ ઈ. સ. ૧૪૦૦માં અનુયોગદ્વાર-ચૂર્ણિનો ઉદ્ધાર કર્યો હોવાનું જાણમાં છે, અને એમના શિષ્ય રત્નસિંહસૂરિના શિષ્ય ચારિત્રસુંદરગણિએ ૧૪૮૭ ઈ. સ. ૧૪૩૧માં શીલદૂતકાવ્ય રચ્યું છે. જયતિલકસૂરિના ઉપદેશથી ખંભાતના શ્રીમાલી સંઘપતિ હરપતિએ સં. ૧૪૪૯ ! ઈ. સ. ૧૩૯૩માં ગિરનારની યાત્રા કરી ત્યાં નેમિનાથના મંદિરને દુરસ્ત કરાવેલું. આ હકીક્તને લક્ષમાં લેતાં અહીં તેમની પ્રસ્તુત થઈ રહેલી “ગિરનાર ચૈત્ય પ્રવાડીને ૧૪મા શતકના અંતની આસપાસ મૂકવામાં હરકત જેવું નથી. વધુમાં આ કૃતિમાં ગિરનાર પર ૧૫મા સૈકામાં નિર્માયેલાં મંદિરોનો ઉલ્લેખ નથી. આ તથ્ય, અને કૃતિનાં ભાષા-લક્ષણો ઉપર્યુક્ત સમયાંકનને સમર્થન આપી રહે છે. તદુપરાંત રત્નસિહસૂરિશિષ્ય (નામ અજ્ઞાત) રચેલી “ગિરનાર તીર્થમાલા” (ઈ. સ. ૧૪પ૩ બાદ)થી આ રચના બે પેઢી અગાઉ થયેલી છે અને સ્પષ્ટતયા પ્રાચીન છે. સંભવ તો એવો છે કે શ્રેષ્ઠિ હરપતિની ગિરનારતીર્થની સંઘયાત્રા સમયે, એટલે કે ઈ. સ. ૧૩૯૩માં આની રચના થઈ હોય. પ્રારંભની પાંચ કડીઓમાં કાવ્યસુલભ સામાન્ય વર્ણન બાદ પરિપાટીકાર તીર્થનંદના પ્રારંભ કરે છે. પહેલાં તો (મંત્રી તેજપાળે વસાવેલ તેજલપુર, હાલના ઉપરકોટ નીચેના જૂનાગઢની)તેજલ-વસહી (તેજપાલ વસતી)ના પાર્શ્વનાથને નમી, તે પછી “જીરણગઢ' (જીર્ણદુર્ગ, જૂનાગઢ એટલે કે ઉપરકોટ)ના મુખમંડન આદીશ્વર તથા વીરના ધામમાં પ્રણામ કરી, સોનરેખ, દામોદર અને ક્ષેત્રપાલ(કાલમેઘ) જોઈ, (તળેટીની) વનરાઈ પાસે પહોંચી ત્યાંથી પાજ ચડતાં ક્રમશઃ માકડકુંડી, સુવાવડી આદિ ચાર પરબો વટાવી, પાજનું નિર્માણ કરાવનાર બાહડ મેહતા (મહંતો વાગભટ્ટ)ને ધન્યવાદ દઈ, દેવકોટની પોળમાં યાત્રી કવિ પ્રવેશે છે. ત્યાંથી આગળ તીર્થાધિપતિ જિન અરિષ્ટનેમિના ત્રણ ધારવાળા મંદિરમાં નમસ્કાર કરી, બોતેર દેવકુલિકાઓમાં પ્રણમી, (ત્યાં દક્ષિણ દ્વારમાં રહેલો અપાપામઢીમાં રહેલ આઠ તીર્થકરોને પ્રણામ કરી, ત્યાર પછી કલ્યાણત્રય જિનાલયમાં રહેલ નેમિનાથને નમી, આગળ ચંદ્રગુફા જોઈ, નાગમર-ઝરા સમીપ ગજેન્દ્રપદ કુંડમાં પ્રક્ષાલન કરી ઇંદ્રમંડપ થઈ (ત્યાંથી પાછા વળીને નેમિનાથના મંદિર-સમુદાય પાછળ રહેલ) શત્રુંજયાવતાર તથા સમેતશિખર અને અષ્ટાપદના દેવો (જિનો)ને વંદી તિની પાછળ આવી રહેલ વસ્તુપાલ મંત્રી કારિત કપર્દી યક્ષ અને મરુદેવીનાં મંદિરોમાં નમસ્કાર કરી ઉપર રાજુલ-રથનેમિની ગુફામાં થઈ, ઘંટાક્ષર, છત્રશિલા થઈ અને સહસ્રામ્રવન(સંસાવન)માં ઊતરી પછી અંબિકા, સાંબ, પ્રદ્યુમ્ન અવલોકન શિખર જઈ પ્રણામ કરે છે ત્યાં (પ્રદ્યુમ્ન શિખરે) (દતકથાનું) “કંચનબાલક” હોવાનો ઉલ્લેખ Page #2 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ નિગ્રંથ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ કરી સિદ્ધિવિનાયકની પોળમાં પ્રણમે છે. તે પછી સહસ્રબિંદુએ ગંગાજળ જોઈ ફરી નેમિનાથના મૂળ મંદિર તરફ વળે છે, અને યાત્રા-સાફલ્યનો આનંદ વ્યક્ત કરે છે. ૩૧મી કડીમાં કર્તા રૂપે જયતિલકસૂરિનું નામ આવે છે. કૃતિમાં નિઃશંક કાવ્યતત્ત્વ વિલસે છે. ગિરનારતીર્થ સંબદ્ધ જૂની ગુજરાતીમાં લખાયેલી ઉપલબ્ધ રચનાઓમાં આ સૌથી પુરાતન જણાય છે. તેનું સંપાદન લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની પ્રત ૮૬૦૧ પૃ. ૧૨થી ૧૩ તેમ જ પ્રથમ સંપાદક (સ્વ. અગરચંદ નાહટા) પાસેના એક જૂના ઉતારા પરથી અહીં કરેલ છે. ટિપ્પણો : ૧. જઓ મોહનલાલ દલીચંદ દેશાઈ, જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ, મુંબઈ ૧૯૩૨, પૃo ૪૪૭, કંડિકા ૬૫૮. ૨. એજન, પૃ. ૪૬૯, કંડિકા ૬૮૬. Page #3 -------------------------------------------------------------------------- ________________ જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ” ૨૬૫ ગિરનાર ચૈત્યપ્રવાડી સરસતિ વરસતિ અમીય જ વાણી હૃદય-કમલિ અબિભતરિ આણી જાણીય કવીય િછંદો-૧ ગિરનાર ગિરિવરણ જ કેરી ચેત્રપ્રવાડિ કરઉ નવેરિ પૂરી પરમાણંદો–ર દૂરિથીયા જઉ ડુંગર દીઠ નયણ-જુયલ અમીય-ઘણ વૂઠ ફટ ભવદહ-દાહો–૩ ઝીંઝરીયા-નઉ કોટ જવ ઉલિક મણે જનમનું સફલઉ ઉલ(?) કહુલિઉ મન ઉછાહો–૪ કુંઅર શેવર તણીય જ પાલિઈ મન રજિઉ તરુઅરડિ માલિઇ ટાલઈ દુહ સંતાપો–પ અમૃત સરીખી આવઇ લહિર જ જાણે પુણ્યતણી એ મુહુર જ દુહર ગિયાં હૂયા પાપા-૬ તેજલવસહાય પાસ નમિસું તું આઘા સવિ કાજ કરેસિવું લેસુલ પુણ્ય પ્રભારો–૭ જીરણગઢ મુખમંડણ સામી આદીસરુ પય સીસ જ ગામી ધામીય પ્રણમઉ તીરો-૮ આગલિ નયચ્છઈ સોવનરેબી દામોદર તસ તરહ દેખી આખી ક્ષેત્રપાલો-૯ નિ, ઐ- ભા. ૧-૩૪ Page #4 -------------------------------------------------------------------------- ________________ ૨૬ આંબા રાયણ તણીય વનરાજી જાણે આવિઉ જલહર ગાજી ભાજીય ગિઉ દુક્કાલો—૧૦ મન રંટિંગ જઉ ચડીય પાજ તુ નિશ્ચઇ સરીયાં અમ્હ કાજ રાજ-પાહિ અણંતો-૧૧ પ્રીય ભગઈ, દુખિ જઈય તિહાં અચ્છઈ નિરંતર સીયલી છાહાં બાહોં મેં મેલ્ટિસિ કંતો—૧૨ ઇક વીસમઈ ઇકે આઘા જાઈ ઇઠક મનરંગ વાયત્ર વાð ઇંક ગાયÛ તીહાં ગીતો—૧૩ પહિલી પરવંઇ લેઈ વીસામઉ બીજા ઊપરિ વિલા ધામ... જિમ પામુ ભવ-અંતો—૧૪ આગલિ....છઈ માકડ પગથાહર તીો અતિ સાકડ કાઈં કડક ૨ઈજ હાથો—૧૫ ધન ધન તુ બાહડદે મુહતા મા........સહંતા જાતા સંઘહ સાથો—૧૬ નિર્પ્રન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-1 ત્રિહુ શિલા ત્રીજી પર્વ ભણીઈ ચઉત્થી સૂતકકારણિ સુણીય હણી....રો—૧૭ તુ પામી મઇં પોલિ જ પહિલી પુણ્ય-કાજિ જે અચ્છઈ સઈલી હલીસક દિ સારો—-૧૮ Page #5 -------------------------------------------------------------------------- ________________ જયતિલકસૂરિ વિરચિત “શ્રી ગિરનાર ચૈત્ય પ્રવાડિ’ ૨૬૭ દેઅલ દેખી મનિ ગહગહીય સફલત કએ જે મારિગ સહાય રહીયે પાપ અસેસો–૧૯ તિનિ પયાણિ દેઈ ત્રિવાર માહિ જઈ નેમીસ જુહારઈ સારઈ કાજ સવેસો–૨૦ વણ પૂજથીય વંદણ સારી બહુત્તરિ દેહરે જિણહ જુહારી હારી તે દ્ધિ ન જન્મો-૨૧ અપાપામઢિ આઠ તીર્થકર ગઈય ચઉવીસી બોલઈ મણિવર સુરવર કરય પ્રણામો-૨૨ કલ્યાણત્રય નેમિ નમસ્ત ચંદ્રગૂહા વેગિઈ જાએસિ કરીસુ સફલા પાગો—૨૩ નાગમોરિ ઝિરિ આગલિ કુંડ જ ગયંદમઈ પક્ષાલકે પિંડ જ ઈદ્રમંડપ સો ચંગ–૨૪ ઊજલગિરિ સેતુજ અવતરીક આદિજિસેસર અહિ અણસરી દરીયં હર અસેસો–૨૫ સમેતિસિહરિ અષ્ટાપદિ દેવા વાંદઉ કવડિજક્ષ મરુદેવા રાજલિ – રહનમીસો-૨૬ ઘંટાક્ષર છત્રશિલા વખાણું અંબુસહસ્ત્ર પ્રભુ દીક્ષા જાણું નાણ હવે તસ રૂખો૨૭ Page #6 -------------------------------------------------------------------------- ________________ 268 નિર્ચન્થ ઐતિહાસિક લેખ-સમુચ્ચય-૧ બિહુ બેટ્ટસિઈ અંબિકમાતા સાંબાજૂન અવલોણા જાતાં વલતા પ્રણમ્ સુખો–૨૮ તિહં અછઈ કંચન-બલાણું. સિદ્ધિ-વણાયગ પોલિ વખાણું જાણું પ્રણમ્ નિત્યો–૨૯ સહસ્રબિંદ ગંગાજલ જોઈ. પ્રભુ નમીસર દેહ જ ધોઈ જે ય હુઈ સુપવિતો—૩૦ ક્રમિ ક્રમ ચેત્રપ્રવાડિ જ કીધી મર્ય-જનમ ઊગારિ જ લીધી સીધી સઘલી ય વાતો–૩૧ ભમી ભમીય ભવમાહિ જ ભાગુ તુ પ્રભુ તાહરે પાય જ લાગી માગઉં સિવસુહ-નાતો-૩૨ હરખિરું મૂલિગભાટુ પામીય નયણિ નરીયાબિઉ નેમિ સુસામીય કામીય-ફલ-દાતારો–૩૩ જા ગયÍગણિ રવિ-સિરિચંદો મૂરતિ સામિ તણીય તાં નંદુ આણંદ સુખ ભારો-૩૪ હું મૂરખ પણઈ અછું અજાણ શ્રી જયતિલકસૂરિ બહુમાન માનું મનમાહિ એ-રૂપ પઢઈ ગણઈ જે એ નવરંગી ચેત્રપ્રવાડિ અતિહિ સુચંગી ચંગીય કરઇસુ દેહો–૩૬ “ઈતિ શ્રી ગિરનાર ચૈત્રપ્રવાડિ”