Book Title: Gacchachar Prakirnakam
Author(s): Tattvaprabhvijay
Publisher: Jinprabhsuri Granthmala

View full book text
Previous | Next

Page 5
________________ તો ત્રીજા અધિકારમાં તો સાધ્વીજી વિષય એવો અદ્ભત રજુ થયો છે કે સ્ત્રી સ્વભાવ સુલભ દોષો-કલહો અને સ્વભાવ-વૈચિત્ય જ ધ્યાનમાં રાખીને ખૂબ ખૂબ તકેદારી રાખવાનું ફરમાવ્યું છે, મહિના-મહિનાના ઉપવાસી પણ એક દાણાથી પારણું કરે તથા ગૃહસ્થાભાષાથી કલહ કરે તો બધું તપ નિરર્થક કહીને સાવચેતીનો અદ્ભુત ઉપદેશ છેલ્લે છેલ્લે આપી દીધો છે. શ્રી મહાનિશીથસૂત્ર અને વ્યવહારસૂત્રમાંથી ઉદ્ધત કરેલ તરીકે જેનું વર્ણન થયેલ આ શ્રી ગચ્છાચાર પન્ના ઉપરની અદ્ભુત ટીકાના રચયિતા પૂજ્યશ્રી શ્રીમદ્ આનન્દવિમલ સૂરીશ્વરજીના વિનીત શ્રી વિજયવિમલ ગણિ છે, જેઓએ જગદગુરુ શ્રી હીરવિજય સૂરીશ્વરજી મહારાજાના શાસનકાળમાં તેઓશ્રીની કૃપાથી આ વિવેચના કરી છે. આ ગ્રંથનું સંપાદન સૂરિ સાર્વભૌમ તપાગચ્છાધિરાજ પૂ. આ. શ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના વિનયી-અભિષદ અધ્યાત્મ યોગી પૂ. પં. શ્રી ભદ્રંકરવિજય ગણિવર્યના શિષ્યરત્ન મધુરભાષી પૂ.આ. શ્રી વિજયજિનપ્રભસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન વિદ્વાન મુનિરાજશ્રી તત્ત્વપ્રભવિજયજીએ કર્યું છે. પ્રવચન પ્રભાવક ગુરુદેવ પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજાની છત્રછાયામાં અમદાવાદ ટોલકનગર વિ.સં. ૨૦૧૭ ના ચાતુર્માસમાં શ્રી ભગવતીસૂત્રના મોટા જોગ ને વહેતાં કરાયેલું આ સંપાદન જોગની અનુજ્ઞા સ્વરૂપ ગણિપદના પ્રસંગે વિ. સં. ૨૦૧૮ના કારતક વદ-ઉના પ્રસંગે પ્રકાશન થઇ રહ્યું છે આ પ્રકાશનમાં આ ગ્રંથ ૫ હજાર આઠસો પચાસ અનુષ્ટ્રપ શ્લોક પ્રમાણ વિવેચના કરી શ્રોતા-વાચનાના કરકમળમાં આવીને જીવનનો અણમોલ આદર્શ આપી રહ્યો છે, શ્રાવકો તેની સાધના દ્વારા સંપાદકના શ્રમને સફળ કરે તેવી શુભાશિષ. વિ. સં. ૨૦૬૭, આસો સુદ-૧ ૧૭, ટોલકનગર, પાલડી અમદાવાદ સદ્ગુરુ ચરણસેવા હેવાકુ આચાર્ય વિજયશ્રેયાંસપ્રભસૂરિ

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 358