Book Title: Ek Aetihasik Jain Prashasti
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 1
________________ એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ જેનોએ અને જૈનાચાર્યોએ જેમ પોતાના પ્રાચીન સાહિત્યની રક્ષા કરી છે તે પ્રમાણે ગૌરવભર્યા જૈનેતર સાહિત્યનું પણ રક્ષણ તેમ જ પણ તે તે ગ્રંથોના ઉતારા કરાવી, તે તે ગ્રંથો ઉપર ટીકા -ટિપણી આદિ રચી, અનેક પ્રકારે કર્યું છે. આ પ્રકારનું રક્ષણ તેમ જ પઘણુ ખંડનાત્મક દૃષ્ટિથી જ કરાતું હતું તેમ નહીં, કિંતુ ગુણગ્રાહિપણાથી અને સાહિત્યવિલાસિતાથી પણ. આના ઉદાહરણરૂપે શ્રીમાન હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય તથા શ્રીમાન યશોવિજયપાધ્યાય આદિના ગ્રંથોમાં આવતાં અવતરણે જ બસ થશે. ગુજરાતના જૈનેતર કવિઓના ગૌરવભર્યા શ્રી વત્સરાજ વિરચિત “TS', કાયસ્થ કવિ સદ્ગલ વિરચિત “કુરથા ' આદિ ગ્રંથનું રક્ષણ પણ પાટણના જૈન ભંડારોમાં જ થયું છે. - જેમ જેનોએ સાહિત્યસેવા અનેક પ્રકારે કરી છે તેમ ગૂજરાતના મહાપુરુષોના–રાજા મહારાજાઓ, તેમના મહામાત્યો, તે તે સમયે વિદ્યમાન સાહિત્યવિલાસી ધનાઢ્યો અને ધર્માત્માઓના–અને તે તે ૧. મહાકવિ રાજશેખરકૃત “કાવ્યમીમાંસા' ગ્રંથ, જે બરડા ઓરિયેન્ટલ સિરીઝ તરફથી છપાઈને બહાર પડ્યો છે, તેની ત્રણ કોપીઓ જેન ભંડારમાંથી જ મળી હતી. બૌદ્ધગ્રંથ કમલશીલ સટીકની કોપી પણ જૈન ભંડારમાંથી મળી છે. શુંભલીમત કે જે પ્રાચીન છે તે મતનો પણ એક ગ્રંથ પાટણના તાડપત્રના જૈન ભંડારમાં વિદ્યમાન છે. આ પ્રમાણે ન્યાય, કાવ્ય-નાટક, અલંકાર, જ્યોતિષ, નીતિ આદિના અનેક ગ્રંથે વિદ્યમાન છે કે જેની કેપી અન્યત્ર ન પણ મળે. ૨. દિદ્ભાગના ન્યાયપ્રવેશ પર હરિભદ્રની ટીકા, ધર્મોત્તર ઉપર મલવાદિનું ટિપ્પણ, રૂકટના કાવ્યાલંકાર ઉપર નમિસાધુની ટીકા, મમ્મટના કાવ્યપ્રકાશની માણિચંદ્રકૃત કાવ્યપ્રકાશસંકેતટીકા, પંચકાવ્ય ઉપર અન્યાન્ય જૈનાચાર્યોની ટીકાઓ, કાદંબરી ઉપર ભાનુચંદ્ર-સિદ્ધિચંદ્રની વિસ્તૃત ટીકા અને મમ્મટના કાવ્યપ્રકાશ ઉપર ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયોપાધ્યાયની વિસ્તૃત ટીકા–આ પ્રમાણે અનેક ગ્રંથ પર ટીકાઓ રચાઈ છે. ___ 3. “ एवं क्रमेण 'एषा' सदृष्टि: ‘सतां' मुनीनां भगवत्पतञ्जलिभदन्तभास्करबन्धुभगवदत्तवाતીન ચોfજનાનિત્યર્થ.” યોગદષ્ટિ ટીકા, પત્ર ૧૫. “તથા “વૃદ્ધિર” રૂલ્યત્ર માવતી માધ્યારે જાવથતિ” હૈમ કાવ્યાનુશાસનવિવેક, પત્ર ૧૭૩ ઇત્યાદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9