Book Title: Ek Aetihasik Jain Prashasti
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 8
________________ એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ [૨૦૫ ૩૦-૩૧. જિનધર્મમાં દઢ શ્રદ્ધાવાળા, પવિત્ર ચેતરક અને વિવેકરને આચાર્યપદ અપાવવા માટે ઉદ્યમવાળા પર્વત અને કાન્હ (કાકા-ભત્રીજાએ ) મહોત્સવમાં ભિન્ન ભિન્ન સ્થળોએથી આવેલ સાધર્મિકેને રેશમી વસ્ત્રાદિના દાનપૂર્વક તેમ જ સાધુસમુદાયના સંમાનપૂર્વક મહાન મહત્સવ કર્યો. ૩૨-૩૩. આગમગચ્છનાયક શ્રી જયાનંદસૂરિના ક્રમથી થયેલ શ્રી વિવેકરત્નપ્રભસૂરિના ઉપદેશથી સંવત ૧૫૭૧માં-સમસ્ત આગમ લખાવતાં સુકૃતૈવી વ્યવહારુ પર્વત-કાન્હાએ [ નિશીથચૂર્ણિ પુસ્તક લખાવ્યું છે.] સંવત ૧૬૬ માં હીરવિજયસૂરીશ્વરના શિષ્યોએ [ લખાવ્યું ], કનકવિજય-રામવિજયે, સંવત ૧૭૩પના અષાડ વદિ ૯ સોમવારે ખંભાતમાં માણેકચોકમાં [ આ પુસ્તક] લખ્યું છે. પ્રશસ્તિમાંથી તરતી મુખ્ય બાબતો આ પ્રશસ્તિના નાયકે સાંડેરના રહેવાસી તેમ જ પ્રાગ્વાટજ્ઞાતીય હતા. આમાં કુલ તેર પેઢીઓનાં નામો આવ્યાં છે. પણ તેમાંથી મુખ્યતયા પુણ્યકૃત્યો છઠ્ઠી પેઢીએ થએલ પેથડે, દશમીએ થયેલ મંડલિકે અને બારમીએ થએલ પર્વતે જ કર્યા છે. પેથડના સુક-સાંડેરામાં મંદિર કરાવ્યું, વીજાપુરમાં એક ચૈત્ય વર્ણમય (પંચધાતુમય) પ્રતિભાયુક્ત મંદિર કરાવ્યું. આબુજીમાં વસ્તુપાળકૃત નેમિનાથના ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યો. ભીમાશાહની અપૂર્ણ પ્રતિમાને પૂર્ણ કરાવી. સાંડેરામાં મહાવીર પ્રભુની પ્રતિમા સંવત ૧૩૬૦માં સ્થાપના કરી. તે સમયે લઘુવયસ્ક કર્ણદેવ રાજ્ય કરતા હતા. છ વખત સિદ્ધાચલ આદિના સંઘ કહાડી યાત્રા કરી. ૧૩૭૭ના દુકાળમાં લેકોને અનાદિક આપી સહાય કરી. સત્યસૂરિના કથનથી ચાર જ્ઞાનકેશ લખાવી સ્થાપન કર્યા. મંડલિકનાં પુણ્ય કૃ–ગિરિનાર, આબુ આદિમાં ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યો. કેટલાંક ગામોમાં ધર્મશાળાઓ કરાવી. ૧૪૬૮માં દુકાળ વખતે લોકોને અન્ન-વસ્ત્રાદિ આપી મદદ કરી. ૧૪૭૭માં શત્રુંજયાદિની યાત્રા કરી. જયાનંદસૂરીના ઉપદેશથી ગ્રંથલેખન, સંઘભક્તિ આદિ ધર્મકૃત્ય કર્યા. પર્વતનાં સુકૃત કૃ –સંવત ૧૫૫૯માં પ્રતિમા સ્થાપના કરી. ૧૫૬૦માં આબુ આદિ તીર્થોની ગધાર બંદરમાં દરેક ઉપાશ્રયમાં કલ્પસત્રની પ્રત આપી અને ત્યાંના રહેવાસી વણિક લોકોને રૂપાનાણી સાથે સાકરના પડીકાં આપયાં. વિવેકરનના આચાર્ય પદ-પ્રદાનને મહોત્સવ કર્યો. વિવેકરત્નના ઉપદેશથી ગ્રંથભાંડાગાર સ્થાપન કરવા માટે પુસ્તક લખાવતા સંવત ૧૫૧માં પ્રસ્તુત નિશીથચૂર્ણિ પુસ્તક લખાવ્યું. આ પ્રશસ્તિથી બે દુકાળની માહિતી મળે છે. એક સંવત ૧૩૭૭ અને બીજ સંવત ૧૪૬૮ ને. વિવેકરનની આચાર્ય પદવી સંવત ૧૫૬૦ અને ૭૦ના વચમાં થઈ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9