Book Title: Ek Aetihasik Jain Prashasti
Author(s): Punyavijay
Publisher: Punyavijayji

View full book text
Previous | Next

Page 6
________________ એક ઐતિહાસિક જૈન પ્રશરિત ( ૧૦૩ ૬. પેથડે વીજાપુરમાં સ્વર્ણમય પ્રતિમાલંકૃત તેમ જ તોરણથી યુક્ત એક મંદિર કરાવ્યું. ૭. અને આબુગિરિમાં મહામાત્ય શ્રી વસ્તુપાળકારિત નેમિનાથના મંદિરનો–અપાર સંસાર સમુદ્રમાં ડૂબતા પિતાના આત્માના ઉદ્ધારની જેમ–ઉદ્ધાર કરાવ્યો. ૮. તેમ જ પિતાના ગોત્રમાં () થઈ ગયેલ ભીમાશાહની કરાવતાં અપૂર્ણ રહેલ પિત્તલમય આઘાસ-આદીશ્વરની પ્રતિમાને સ્વર્ણથી દઢ સંધિવાળી કરી (!). ૯-૧૦-૧૧. તથા ચરમ જિનવરની-મહાવીરની મનોહર મૂર્તિને તૈયાર કરાવી ઘરમંદિરમાં (પોણારૂપે) સ્થાપના કરી અને તે મૂર્તિને સંવત ૧૭૬૦માં, કે જ્યાં લઘુથક મહારાજા કર્ણદેવ (કરણઘેલો) રાજ્ય ચલાવતા હતા તે વખતે, શુભ વિધિના સાધનમાં સાવધાન પેથડે છે ભાઈઓની સાથે મહોત્સવ પૂર્વક નગરના મોટા મંદિરમાં શુભ મુહૂર્તે સ્થાપન કર્યા બાદ સિદ્ધાચળમાં આદીશ્વરને અને ગિરનારમાં નેમિનાથને ભેટી પોતાના મનુષ્યજન્મને પવિત્ર કર્યો. તદનંતર બીજી વખત સંઘ પતિપણું સ્વીકારી સંઘની સાથે છ યાત્રાઓ કરી. ૧૨. સંવત ૧૩૭૭ના દુષ્કાળ વખતે પીડાતા અનેક જનોને અન્નાદિકના દાનથી સુખી કર્યા. ૧૩–૧૪-૧૫. એક વખતે ધર્માત્મા પેથડે ગુરુ પાસે જિનાગમિશ્રવણને ઘણો લાભ જાણી પિતાને તે સંભળાવવા માટે ગુરુને પ્રાર્થના કરી. ગુરુ તેને સંભળાવવા માટે પ્રવૃત્ત થયા ત્યારે તેણે તેમાં આવતા વીર-ગૌતમના નામની ક્રમશઃ સ્વર્ણ-રૂય નાણુકથી પૂજા કરી. તે પૂજાથી એકઠા થયેલ દ્રવ્ય વડે શ્રી સત્યસૂરિના વચનથી તેણે ચાર જ્ઞાનભંડાર લખાવ્યા. તેમ જ નવ ક્ષેત્રમાં પણ અન્ય ધનનો વ્યય કર્યો. - ૧૬. પેથડનો પુત્ર પવ, તેને લાડથું, લાડણનો આહણસિંહ, અને તેને મંડલિક નામનો પુત્ર હતો ૧૭. મંડલિકે ગિરનાર, આબુ આદિ તીર્થોમાં ચૈત્યોનો ઉદ્ધાર કરાવ્ય તથા પોતાના ન્યાયપાર્જિત ધનથી અનેક ગામમાં ધર્મશાળાઓ કરાવી. તેમ જ તે અનેક રાજાઓને માનીતો હતો. ૧૮. વિક્રમ સંવત ૧૪૬૦ના દુકાળ વખતે લોકોને અનાદિ આપી દુકાળને એકીસાથે જીતી લીધો. ૧૯. તથા સંવત ૧૪૭૭માં શત્રુંજય આદિ મહાતીર્થોની યાત્રા કરી. ૨૦. તેમ જ જ્યાનંદસૂરિના ઉપદેશથી પુસ્તકલેખન, સંધપૂજા આદિ વિવિધ ધર્મ તેણે ક્યાં. * આ પ્રતિમાઓ પંચધાતુમય હોય છે. પણ તેમાં સ્વર્ણ ભાગ વધારે હોવાથી સ્વર્ણમય કહેવાય છે. ૧. આ પ્રતિમાને ઉદ્ધાર આબુમાં કરાવ્યું હોય. ૨. ધનાઢ્ય ગૃહસ્થોએ પિતાના ઘરમાં પૂજાને માટે રાખેલ જિનપ્રતિમાદિ સામગ્રી જ્યાં રહે તેનું નામ ઘરમંદિર-ગૃહપ્રાસાદ-છે. ૩. આ પ્રતિમા સ્થાપનવિધિ સાંડેરામાં સંભવે છે. - ૪, આ દુષ્કાળ તેમ જ તે પછીના બે વર્ષના દુષ્કાળની સૂચના અન્ય પ્રશસ્તિમાં પણ વિદ્યમાન छ. " अष्टाषष्टादिवर्षत्रितयमनुमहाभाषणे संप्रवृत्ते दुभिक्षे लोकलक्षक्षयकृति नितरां कल्पकालोपमाने।" ઈત્યાદિ જુઓ. જૈન કોન્ફરન્સ હેરલ્ડ, પુ. ૯, અંક ૮-૯માં શ્રીમાન જિનવિજયજી સંપાદિત જ્ઞાતાસૂત્રના અંતમાં ઉલિખિત પ્રશસ્તિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9