Book Title: Ek Aetihasik Jain Prashasti
Author(s): Punyavijay
Publisher: Punyavijayji
Catalog link: https://jainqq.org/explore/230046/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ જેનોએ અને જૈનાચાર્યોએ જેમ પોતાના પ્રાચીન સાહિત્યની રક્ષા કરી છે તે પ્રમાણે ગૌરવભર્યા જૈનેતર સાહિત્યનું પણ રક્ષણ તેમ જ પણ તે તે ગ્રંથોના ઉતારા કરાવી, તે તે ગ્રંથો ઉપર ટીકા -ટિપણી આદિ રચી, અનેક પ્રકારે કર્યું છે. આ પ્રકારનું રક્ષણ તેમ જ પઘણુ ખંડનાત્મક દૃષ્ટિથી જ કરાતું હતું તેમ નહીં, કિંતુ ગુણગ્રાહિપણાથી અને સાહિત્યવિલાસિતાથી પણ. આના ઉદાહરણરૂપે શ્રીમાન હરિભદ્રસૂરિ, હેમચંદ્રાચાર્ય તથા શ્રીમાન યશોવિજયપાધ્યાય આદિના ગ્રંથોમાં આવતાં અવતરણે જ બસ થશે. ગુજરાતના જૈનેતર કવિઓના ગૌરવભર્યા શ્રી વત્સરાજ વિરચિત “TS', કાયસ્થ કવિ સદ્ગલ વિરચિત “કુરથા ' આદિ ગ્રંથનું રક્ષણ પણ પાટણના જૈન ભંડારોમાં જ થયું છે. - જેમ જેનોએ સાહિત્યસેવા અનેક પ્રકારે કરી છે તેમ ગૂજરાતના મહાપુરુષોના–રાજા મહારાજાઓ, તેમના મહામાત્યો, તે તે સમયે વિદ્યમાન સાહિત્યવિલાસી ધનાઢ્યો અને ધર્માત્માઓના–અને તે તે ૧. મહાકવિ રાજશેખરકૃત “કાવ્યમીમાંસા' ગ્રંથ, જે બરડા ઓરિયેન્ટલ સિરીઝ તરફથી છપાઈને બહાર પડ્યો છે, તેની ત્રણ કોપીઓ જેન ભંડારમાંથી જ મળી હતી. બૌદ્ધગ્રંથ કમલશીલ સટીકની કોપી પણ જૈન ભંડારમાંથી મળી છે. શુંભલીમત કે જે પ્રાચીન છે તે મતનો પણ એક ગ્રંથ પાટણના તાડપત્રના જૈન ભંડારમાં વિદ્યમાન છે. આ પ્રમાણે ન્યાય, કાવ્ય-નાટક, અલંકાર, જ્યોતિષ, નીતિ આદિના અનેક ગ્રંથે વિદ્યમાન છે કે જેની કેપી અન્યત્ર ન પણ મળે. ૨. દિદ્ભાગના ન્યાયપ્રવેશ પર હરિભદ્રની ટીકા, ધર્મોત્તર ઉપર મલવાદિનું ટિપ્પણ, રૂકટના કાવ્યાલંકાર ઉપર નમિસાધુની ટીકા, મમ્મટના કાવ્યપ્રકાશની માણિચંદ્રકૃત કાવ્યપ્રકાશસંકેતટીકા, પંચકાવ્ય ઉપર અન્યાન્ય જૈનાચાર્યોની ટીકાઓ, કાદંબરી ઉપર ભાનુચંદ્ર-સિદ્ધિચંદ્રની વિસ્તૃત ટીકા અને મમ્મટના કાવ્યપ્રકાશ ઉપર ન્યાયાચાર્ય શ્રીમદ્દ યશોવિજયોપાધ્યાયની વિસ્તૃત ટીકા–આ પ્રમાણે અનેક ગ્રંથ પર ટીકાઓ રચાઈ છે. ___ 3. “ एवं क्रमेण 'एषा' सदृष्टि: ‘सतां' मुनीनां भगवत्पतञ्जलिभदन्तभास्करबन्धुभगवदत्तवाતીન ચોfજનાનિત્યર્થ.” યોગદષ્ટિ ટીકા, પત્ર ૧૫. “તથા “વૃદ્ધિર” રૂલ્યત્ર માવતી માધ્યારે જાવથતિ” હૈમ કાવ્યાનુશાસનવિવેક, પત્ર ૧૭૩ ઇત્યાદિ. Page #2 -------------------------------------------------------------------------- ________________ तिहासिन प्रशस्ति સમયનાં પાટનગરાદિની જાહોજલાલી ઇત્યાદિના અવદાતોની રક્ષા પણ અનેક પ્રકારે કરી છે. આ પ્રકારના આપણે ચાર વિભાગ કરીશું: ૧. તેમના ચરિત્રગર્ભિત ગ્રંથો, ૨. તેમના નામાદિગર્ભિત શિલાલેખો,૫ ૩. ગ્રંથકારોએ પોતાના ગ્રંથોના પ્રારંભમાં કે અંતમાં ઉહિલખિત તે તે વર્ણનયુક્ત પ્રશસ્તિઓ, અને ૪. ગ્રંથના લખાવનારે તેના અંતમાં લખાવેલ પ્રશસ્તિઓ. જ્યાં સુધી ઉપર્યુક્ત પ્રકારનાં અંગોમાંનું એક પણ અંગ અપૂર્ણ હોય ત્યાં સુધી ગૂજરાતની વિભૂતિઓનું સંપૂર્ણ અવદાત આપણે જાણી શકીએ નહીં. આ જ કારણથી આવા પ્રકારના સાહિત્યના સંગ્રહની આવશ્યકતા જોવાયેલી છે. પ્રસ્તુત પ્રશસ્તિને આપણે ચતુર્થ વિભાગમાં દાખલ કરીશું. આ પ્રશસ્તિમાં જણાવેલ પેથડશાહે ચાર જ્ઞાનભંડારે સ્થાપ્યા, મડિલકે પણ કેટલુંક ગ્રંથેદ્વારનું કાર્ય કર્યું, અને પર્વતે પણ પુસ્તકભંડાર સ્થા” ઇત્યાદિ ઉલ્લેખથી તેમ જ મહારાજા કુમારપાળે, મંત્રી વરતુપાળ-તેજપાળે અને પેથડશાહ આદિએ અનેક ભંડાર સ્થાપ્યાના અન્ય ઠેકાણે મળતા ઉલ્લેખોથી જ ગુજરાતના ઇતિહાસના જૈનોએ કરેલા કાર્યની સહેજે ઝાંખી થાય છે. 'जिणदासमहत्तर' इति तेन रचिता चूणिरियम् ॥ . सम्यक् तथाऽऽम्नाय............भावादत्रोक्त यदुत्सूत्रम् । मतिमान्द्याद्वा किञ्चित्तच्छोध्यं श्रुतधरैः कृपाकलितः ॥ १ ॥ श्रीशीलभद्रसूरीणां शिष्यः श्रीचन्द्रसूरिभिः । विशकोद्देशके व्याख्या दृब्धा स्वपरहेतवे ।।२। वेदाश्वरुद्रयुक्ते ११७४ विक्रमसंवत्सरे तु मृगशीर्षे । माधसितद्वादश्यां समापितोऽयं रवौ वारे ॥ ३॥ इति श्री निशीथचूर्णिविंशकोद्देशकव्याख्या समाप्ता ॥ प्रथाग्र० संख्या २८००० ।। स्वस्ति श्रीप्रभुवर्द्धमानभगवत्प्रासादविभ्राजिते श्री संण्डेरपुरे सुरालयसभे प्राग्वाटवंशोत्तमः । आभूर्भूरियशा अभूत् सुमतिभूर्भूमिप्रभुप्राचित स्तज्जातोऽन्वयपद्मभासुररवि: श्रेष्ठी महानासडः ॥१॥ सन्मुख्यो मोषनामा नयविनयनिधिः सूनुरासीत्तदीय स्तभ्राता वर्द्धमानः समजनि जनतासु स्वसौजन्यमान्यः । अन्यूनाऽन्यायमार्गाऽपनयनरसिकस्तत्सुतश्चण्डसिंहः सप्ताऽऽसंस्तत्तनूजाः प्रथितगुणगणाः पेथडस्तेषु पूर्वः ॥ २ ॥ नरसिंहरत्नसिंही चतुर्थमल्लस्ततस्तु मुजाल: बिक्रमसिंहो धर्मण इत्येतेऽस्यानुजाः क्रमतः ॥ ३॥ सण्डेरकेऽणहिलपाटकपत्तनस्या૪. દ્વયાશ્રય મહાકાવ્ય, કુમારપાલપ્રતિબંધ, કુમારપાલચરિત્ર, મોહપરાજ્ય નાટક, વિમળબંધ, વસ્તુપાળચરિત્ર, સુકૃતસાગર ઇત્યાદિ. ५. मिरिनार, शत्रुनय, मासु, ता२॥ आदि महातीर्थाना समा.... Page #3 -------------------------------------------------------------------------- ________________ २०० ] ssन्ने य एव निरमापयदुच्च चैत्यम् । स्वस्वैः स्वकीयकुलदैवतवीरसेव्यश- (?) क्षेत्राधिराजसतताश्रिततसन्निधानम् ॥ ४ ॥ वासाऽवनी तेन समं च जाते कलौ कुतौ स्थापय देवहेतोः । वीजापुरं क्षत्रिय मुख्यबीज - सौहार्दतो लोक्करार्द्धकारी ( ? ) ॥ ५ ॥ अत्र रीरीमयज्ञातनन्दनप्रतिमान्वितम् । यश्चैत्यं कारयामास लसत्तोरणराजितम् ॥ ६ ॥ योsकारयत्सचिवपुङ्गववस्तुपाल - निर्मातेऽर्बुद गिरिस्थितनेमिचैत्ये । उद्धारमात्मन इव ब्रुडतो ह्यपार संसारदुस्तरणवारिधिमध्य इद्धः ॥ ७ ॥ गोत्रात्रे (गोत्रेऽत्रै ) वाऽऽद्याप्तविम्बं भीमसाधुविधित्सितम् । यः पित्तलमयं हैमदृढसन्धिमकारयत् ॥ ८ ॥ चरमजिनवरेन्द्रस्फारमूर्तिं विधाय गृहनिवसतौ प्रातिष्ठिपच्छुद्धलग्ने । पुरउरुतरदेवौकः स्थितायां च तस्यां समहमतिलघोः श्रीकरर्णदेवस्य राज्ये ॥ 2 ॥ खरससमयसोमे १३६० बन्धुभि: षड्भिरेव सममिह सुविधीनां साधने सावधानः । विमलगिरिशिरः स्थादीश्वरं चोज्जयन्ते यदुकुलतिलकाभं नेमिमानम्य मोदात् ॥ १० ॥ निजमनुजभवं यः सार्थकं श्राक् चकार विहितगुरुस पर्यः पालयन् साङ्घपत्यम् । कलसकलकलासत्कौशली निष्कलङ्कः पुनरपि षडकार्षीद् यो हि यात्रास्तथैव ॥ ११ ॥ त्रिभिः कुलकम् । मुनिमुनियक्ष १३७७ मितेऽब्दे दुर्भिक्षविलक्षदीनजनलक्षान् । वक्ष्याsनूनान्नानां दानात्स्वस्थांश्च यः कृतवान् ॥ १२ ॥ समयश्रुतिफलमतुलं स्वगुरोर्योऽथैकदाऽवबुध्य सुधीः । सकलं विमलं सततं सदागमं श्रावय मम त्वम् ।। १३ ।। જ્ઞાનાંજલિ Page #4 -------------------------------------------------------------------------- ________________ [२०१ એક ઐતિહાસિક જન પ્રશસ્તિ इत्यथितवांस्तस्मै गुरौ प्रवृत्तेऽकरोत्तथा कर्तुम् । तद्गतवीरगौतमनामारी रैरजतटङ्कः ॥ १४ ॥ तेनाऽर्हणाधनेनालेखयदाप्तोक्तिकोशसचतुष्कम् । सत्यादिसूरिवचनात् क्षेत्रनवकउप्तवान् वित्तम् ॥ १५ ॥ त्रिभिः कुलकम् । तत्तनयः पद्माह्वस्तदुद्भवो लाडणस्तदङ्गभवः । अस्ति स्माऽऽहणसिंहस्तदङ्गजो मण्डलिकनामा ॥ १६ ॥ श्रीरैवतार्बुदसुतीर्थमुखेषु चैत्यो द्धारानकारयदनेकपुरेष्वनल्पैः । न्यायाजितैर्घनभरैर्वरधर्मशालाः । यः सत्कृतो निखिलमण्डलमण्डलीकैः ॥ १७ ॥ वसुरसंभुवनप्रमिते १४६८ वर्षे विक्रमनृपाद् विनिजितवान् । दुष्कालं समकालं बह्वन्नानां वितरणाद् यः ॥ १८ ॥ वर्षेषु सप्तसप्तत्यऽधिकचतुर्दशशतेषु १४७७ यो यात्राम् । देवालयकलितां किल चक्र शत्रुञ्जयायेषु ॥ १६ ॥ 'श्रुतलेखनसङ्घार्चाप्रभृतीनि बहूनि पुण्यकार्याणि । योऽकार्षीद् विविधानि च पूज्यजयानन्दसूरिगिरा ॥ २० ॥ व्यवहर इत्याख्योऽभूदक्षस्तत्तनूज एव विजिताख्यः । वरमणकाईनानी सत्त्ववती जन्यजनि तस्य ॥ २१ ॥ तत्कुक्ष्यऽनुपममानसकासारसितच्छदात्रय: पुत्राः । अभवन् श्रेष्ठाः पर्वत-डूङ्गर-नरबदसुनामानः ॥ २२ ॥ तेष्वऽस्ति पर्वताख्यो लक्ष्मीकान्तः सहस्रवीरेण । पोईआप्रमुख कुटुम्बैः परीवृतो वंशशोभाकृत् ॥ २३ ॥ डुङ्गरनामा द्वितीयः स्वचारुचातुर्यवर्यमेधावान् । पत्नी मङ्गादेवी रमणः कान्हाख्यसुतपक्षः ॥ २४ ॥ स्वकारिताऽहत्प्रतिमाप्रतिष्ठां विधाप्य तौ पर्वतडुङ्गराभिधौ । वर्षे हि नन्देषुतिथौ १५५६ च चक्रतुः __श्रीवाचक (?)स्थापनसन्महोत्सवम् । २५ ।। खर्तुतिथिमित १५६० समायां यात्रां तौ चक्रतुः सुतीर्थेषु जीरापल्लीपार्वाऽर्बुदाचलायेषु सोल्लासम् ॥ २६ ॥ गन्धारबन्दिरे तो झलमलयुगलादिसमुदयोपेताः । श्रीकल्पपुस्तिका अपि दत्ताः किल सर्वशालासु ॥२७॥ साना. २६ Page #5 -------------------------------------------------------------------------- ________________ २०२ ] कृतसङ्घसत्कृती वाचाचयतां चादापयतां तौ च रूप्यनाणकयुग् । ददतुश्च सितापुञ्जं समस्ततन्नागरिकवणिजाम् ॥ २८ ॥ कृतवन्तौ तावित्यादि विहितचतुर्थव्रतादरौ सुकृतम् । आगमगच्छेशश्रीविवेकरत्नाख्यगुरुवचनात् ॥ २६ ॥ अथोत्तम पर्वतकान्हनामकौ सार्थोद्यमी सूरिपदप्रदापने । आकारितानां च समानधर्मिणाम् नानाविधस्थानसमागतानाम् ॥ ३० ॥ पुंसां दुकूलादिकदानपूर्वकं समस्त सद्दर्शनसाधुपूजनात् । महामहं तेनतुरुत्तरं तौ पवित्रचित्तौ जिनधर्मवासितो ॥ ३१ ॥ युग्मम् । आगमगच्छे विभूनां सूरिजयानन्दसद्गुरोः क्रमतः । श्रीमद्विवेक रत्नप्रभसूरीणां सदुपदेशात् ॥ ३२ ॥ शशिमुनितिथि १५७१ मितवर्षे समग्र सिद्धान्तलेखनपराभ्याम् । ताभ्यां व्यवहर-परवतकान्हाभ्यां सुकृतरसिकाभ्याम् ॥ ३३ ॥ पऋतुष डेक मितेऽब्दे १६६६ वृद्धतपगुरूणाम् । श्रीहीरविजयसूरीश्वरप्रभूणां प्रवरशिष्यैः ॥ श्रीकनक विजयगणि- रामविजय श्रेयोत्र ॥ संवत् १७३५ वर्षे आषाढमासे कृष्णपक्षे ६ तिथौ सोमवारे श्रीस्थंभतीर्थे माणिकचोकमध्ये षारूवाडामध्ये लिपीकृतम् ॥ ॥ यादशं पुस्तके दृष्ट तादृशं लिखितं मया । यदि शुद्धमशुद्धं वा मम दोषो न दीयताम् ॥ 11 T: 11 ॥ शुभं भवतु ॥ छ ॥ પ્રશસ્તિના સાર ૧. શ્રી વર્ધમાનસ્વામીના મંદિરથી અલંકૃત સÎરપુર(સાંડેરા)માં પ્રાગ્ધારવંશીય (પેરવાડ) જ્ઞાતીય, સુમતિશાહના યશસ્વી અને રાજમાન્ય આભૂ નામને પુત્ર હતા. તેના પુત્ર શ્રેષ્ઠી આસડે હતેા. २. आसउनो न्यायवान्, विनय भने सनमान्य भोष (मोक्ष) नामते। पुत्र हुतो. ते મેષતા ભાઈ વમાન હતા. તેતે સિંહ નામે સદાચારી પુત્ર હતા. ચંડસિંહને સાત પુત્રો હતા. તેમાં સહુથી મોટો પેથડ હતા. જ્ઞાનાંજલિ 3. पेथडने भथी छ नाना आई हता - नरसिंह, रत्नसिंह, यतुर्थ भस (सोथभस), भुग्भस, વિક્રમસિદ્ધ અને ધણુ. ૪. પેથડે અણહિલપાટક પત્તનની પાસે આવેલ સંડેરકમાં પેાતાના ધન વડે પેાતાની કુલદેવતા અને વીરસેશ (?) નામના ક્ષેત્રપાળથી સેવાયેલ અથવા રક્ષિત મેટું ચૈત્યમંદિર કરાવ્યું. ૫. આ શ્લોકને આશય સમજાતા નથી. Page #6 -------------------------------------------------------------------------- ________________ એક ઐતિહાસિક જૈન પ્રશરિત ( ૧૦૩ ૬. પેથડે વીજાપુરમાં સ્વર્ણમય પ્રતિમાલંકૃત તેમ જ તોરણથી યુક્ત એક મંદિર કરાવ્યું. ૭. અને આબુગિરિમાં મહામાત્ય શ્રી વસ્તુપાળકારિત નેમિનાથના મંદિરનો–અપાર સંસાર સમુદ્રમાં ડૂબતા પિતાના આત્માના ઉદ્ધારની જેમ–ઉદ્ધાર કરાવ્યો. ૮. તેમ જ પિતાના ગોત્રમાં () થઈ ગયેલ ભીમાશાહની કરાવતાં અપૂર્ણ રહેલ પિત્તલમય આઘાસ-આદીશ્વરની પ્રતિમાને સ્વર્ણથી દઢ સંધિવાળી કરી (!). ૯-૧૦-૧૧. તથા ચરમ જિનવરની-મહાવીરની મનોહર મૂર્તિને તૈયાર કરાવી ઘરમંદિરમાં (પોણારૂપે) સ્થાપના કરી અને તે મૂર્તિને સંવત ૧૭૬૦માં, કે જ્યાં લઘુથક મહારાજા કર્ણદેવ (કરણઘેલો) રાજ્ય ચલાવતા હતા તે વખતે, શુભ વિધિના સાધનમાં સાવધાન પેથડે છે ભાઈઓની સાથે મહોત્સવ પૂર્વક નગરના મોટા મંદિરમાં શુભ મુહૂર્તે સ્થાપન કર્યા બાદ સિદ્ધાચળમાં આદીશ્વરને અને ગિરનારમાં નેમિનાથને ભેટી પોતાના મનુષ્યજન્મને પવિત્ર કર્યો. તદનંતર બીજી વખત સંઘ પતિપણું સ્વીકારી સંઘની સાથે છ યાત્રાઓ કરી. ૧૨. સંવત ૧૩૭૭ના દુષ્કાળ વખતે પીડાતા અનેક જનોને અન્નાદિકના દાનથી સુખી કર્યા. ૧૩–૧૪-૧૫. એક વખતે ધર્માત્મા પેથડે ગુરુ પાસે જિનાગમિશ્રવણને ઘણો લાભ જાણી પિતાને તે સંભળાવવા માટે ગુરુને પ્રાર્થના કરી. ગુરુ તેને સંભળાવવા માટે પ્રવૃત્ત થયા ત્યારે તેણે તેમાં આવતા વીર-ગૌતમના નામની ક્રમશઃ સ્વર્ણ-રૂય નાણુકથી પૂજા કરી. તે પૂજાથી એકઠા થયેલ દ્રવ્ય વડે શ્રી સત્યસૂરિના વચનથી તેણે ચાર જ્ઞાનભંડાર લખાવ્યા. તેમ જ નવ ક્ષેત્રમાં પણ અન્ય ધનનો વ્યય કર્યો. - ૧૬. પેથડનો પુત્ર પવ, તેને લાડથું, લાડણનો આહણસિંહ, અને તેને મંડલિક નામનો પુત્ર હતો ૧૭. મંડલિકે ગિરનાર, આબુ આદિ તીર્થોમાં ચૈત્યોનો ઉદ્ધાર કરાવ્ય તથા પોતાના ન્યાયપાર્જિત ધનથી અનેક ગામમાં ધર્મશાળાઓ કરાવી. તેમ જ તે અનેક રાજાઓને માનીતો હતો. ૧૮. વિક્રમ સંવત ૧૪૬૦ના દુકાળ વખતે લોકોને અનાદિ આપી દુકાળને એકીસાથે જીતી લીધો. ૧૯. તથા સંવત ૧૪૭૭માં શત્રુંજય આદિ મહાતીર્થોની યાત્રા કરી. ૨૦. તેમ જ જ્યાનંદસૂરિના ઉપદેશથી પુસ્તકલેખન, સંધપૂજા આદિ વિવિધ ધર્મ તેણે ક્યાં. * આ પ્રતિમાઓ પંચધાતુમય હોય છે. પણ તેમાં સ્વર્ણ ભાગ વધારે હોવાથી સ્વર્ણમય કહેવાય છે. ૧. આ પ્રતિમાને ઉદ્ધાર આબુમાં કરાવ્યું હોય. ૨. ધનાઢ્ય ગૃહસ્થોએ પિતાના ઘરમાં પૂજાને માટે રાખેલ જિનપ્રતિમાદિ સામગ્રી જ્યાં રહે તેનું નામ ઘરમંદિર-ગૃહપ્રાસાદ-છે. ૩. આ પ્રતિમા સ્થાપનવિધિ સાંડેરામાં સંભવે છે. - ૪, આ દુષ્કાળ તેમ જ તે પછીના બે વર્ષના દુષ્કાળની સૂચના અન્ય પ્રશસ્તિમાં પણ વિદ્યમાન छ. " अष्टाषष्टादिवर्षत्रितयमनुमहाभाषणे संप्रवृत्ते दुभिक्षे लोकलक्षक्षयकृति नितरां कल्पकालोपमाने।" ઈત્યાદિ જુઓ. જૈન કોન્ફરન્સ હેરલ્ડ, પુ. ૯, અંક ૮-૯માં શ્રીમાન જિનવિજયજી સંપાદિત જ્ઞાતાસૂત્રના અંતમાં ઉલિખિત પ્રશસ્તિ. Page #7 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪]. જ્ઞાનાંજલિ ૨૧. મંડલિકને વ્યવહર...વિજિત નામને પુત્ર હતો. તેને વરમણકાઈ નામે સ્ત્રી હતી. - રર. તેની કુક્ષીરૂપ માનસમાં હંસ સમાન પર્વત, ડુંગર અને નર્મદ નામના ત્રણ પુત્રો હતા. ૨૩. તેમાં પર્વત સહસવીર (પુત્ર) તથા પોઈએ (ભાય) આદિ કુટુંબની સાથે વંશની શોભા વધારનાર હતો. ૨૪. અને બીજે ડુંગર–જેને મંગાદેવી ભાર્યા અને કાન્હા નામનો પુત્ર હતો–વંશની શોભા વધારનાર હતો. ૨૫. પર્વત-ડુંગરે (બે ભાઈઓએ) પોતે તૈયાર કરાવેલ મૂર્તિને પ્રતિષ્ઠા (અંજન–શલાકાર), કરાવીને સંવત ૧૫૫૯માં તેમણે સ્થાપનમહોત્સવ કર્યો. ૨૬. સં. ૧૫૬માં તેમણે જીરાપલ્લી (જીરાવાલા) પાર્શ્વનાથ, અબુદ આદિ તીર્થોની યાત્રા કરી. ૨૭–૨૮. તદનંતર ગંધાર બંદરમાં તેમણે દરેક શાળામાં-ઉપાશ્રયમાં ઝેલમલ (2) યુગલાદિની સાથે કલ્પસૂત્રની પ્રતિએ અર્પણ કરી. તેમ જ સંઘને સાકાર કરી નગરનિવાસી વણિકજનોને રૂપાનાણાની સાથે સાકરનાં પડીકાં અપાવ્યાં. ૨૯. ઇત્યાદિ સુકૃત કર્યા પછી આગમછીય શ્રી વિવેકરનના ઉપદેશથી ચતુર્થ વ્રત (બ્રહ્મચર્ય) પ્રત્યે આદર . - ૧. ગાંધી, મોદી આદિની જેમ ધંધાથી રૂઢ થયેલ શબ્દ હોવો જોઈએ. ' ૨. પ્રતિમામાં દેવત્વારોપણ નિમિત્તે કરાતા વિધાનવિશેષને “અંજનશલાકા” કહે છે. ૩. આ ગંધાર ગામ, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે. એની આસપાસના પ્રદેશમાં એ પણ એક તીર્થસ્થાન જેવું ગણાય છે. ઉપર વર્ણવવામાં આવેલું કાવતીર્થ અને આ તીર્થ, “કાવીગંધાર” આમ સાથે જોડકારૂપે જ કહેવાય છે. આ ગંધાર ગામ તે સત્તરમા સૈકાનું પ્રસિદ્ધ ગંધાર બંદર જ છે, જેનો ઉલ્લેખ ઢસૌમથ, વિગથરાદિત, વિનયવમાર્ગી અને હૃરવિનયમૂરિસ વગેરે ગ્રંથમાં વારંવાર આવે છે. અકબર બાદશાહ તરફથી જ્યારે સંવત ૧૬૩૮ની સાલમાં હીરવિજયસૂરિને આગ્રા તરફ આવવાનું આમંત્રણ આવ્યું હતું તે વખતે એ આચાર્યવયં આ જ ગામમાં ચાતુર્માસ રહેલા હતા. હીરવિજયસૂરિ અને વિજયદેવસૂરિ વગેરે એ સૈકાના તપાગચ્છના સમર્થ આચાર્યોયતિઓ ઘણી વખતે આ ગામમાં આવેલા અને સેંકડો યતિઓની સાથે ચાતુર્માસ રહેલાના ઉલ્લેખ વારંવાર ઉક્ત ગ્રંથોમાંથી મળી આવે છે. એ ઉપરથી જણાય છે કે તે વખતે એ સ્થળ ઘણું જ પ્રસિદ્ધ અને સમૃદ્ધ શ્રાવકોથી ભરેલું હશે. આજે તે ત્યાં ફક્ત ૫–૨૫ ઝુંપડાઓ જ દષ્ટિગોચર થાય છે. જૂનાં મંદિરનાં ખંડેરે ગામ બહાર ઊભાં દેખાય છે. વર્તમાનમાં જે મંદિર છે તે ભરૂચનિવાસી ગૃહસ્થાએ હાલમાં જ નવું બંધાવ્યું છે. એ સ્થળે ફક્ત એ મંદિરના ખંડેર સિવાય બીજું કાંઈ પણ જૂનું મકાન વગેરે પણ જણાતું નથી. અઢીસે ત્રણ વર્ષ પહેલાં જે સ્થળ આટલું બધું ભરભરાટીવાળું હતું તેનું આજે સર્વથા નામનિશાન પણ દેખાતું નથી તેનું કોઈ કારણ સમજાતું નથી. ત્યાંના લેકેને પૂછતાં અમને કહેવામાં આવ્યું કે, એક વખત એ ગામ ઉપર દરિયા ફરી વળ્યા હતા અને તેના લીધે આખું શહેર સમુદ્રમાં તણાઈ ગયું હતું. પરંતુ આ લેખોવાળી જિનપ્રતિમાઓ અને મંદિર કેમ બચવા પામ્યું અને બાકીનું શહેર કેમ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું તેનું સમાધાન કાંઈ અમને અદાપિ થઈ શકયું નથી. શોધકોએ આ બાબતમાં વિશેષ શોધ કરવાની જરૂરત છે.-સં. [પ્રાચીન જૈન લેખસંગ્રહ]. Page #8 -------------------------------------------------------------------------- ________________ એક ઐતિહાસિક જૈન પ્રશસ્તિ [૨૦૫ ૩૦-૩૧. જિનધર્મમાં દઢ શ્રદ્ધાવાળા, પવિત્ર ચેતરક અને વિવેકરને આચાર્યપદ અપાવવા માટે ઉદ્યમવાળા પર્વત અને કાન્હ (કાકા-ભત્રીજાએ ) મહોત્સવમાં ભિન્ન ભિન્ન સ્થળોએથી આવેલ સાધર્મિકેને રેશમી વસ્ત્રાદિના દાનપૂર્વક તેમ જ સાધુસમુદાયના સંમાનપૂર્વક મહાન મહત્સવ કર્યો. ૩૨-૩૩. આગમગચ્છનાયક શ્રી જયાનંદસૂરિના ક્રમથી થયેલ શ્રી વિવેકરત્નપ્રભસૂરિના ઉપદેશથી સંવત ૧૫૭૧માં-સમસ્ત આગમ લખાવતાં સુકૃતૈવી વ્યવહારુ પર્વત-કાન્હાએ [ નિશીથચૂર્ણિ પુસ્તક લખાવ્યું છે.] સંવત ૧૬૬ માં હીરવિજયસૂરીશ્વરના શિષ્યોએ [ લખાવ્યું ], કનકવિજય-રામવિજયે, સંવત ૧૭૩પના અષાડ વદિ ૯ સોમવારે ખંભાતમાં માણેકચોકમાં [ આ પુસ્તક] લખ્યું છે. પ્રશસ્તિમાંથી તરતી મુખ્ય બાબતો આ પ્રશસ્તિના નાયકે સાંડેરના રહેવાસી તેમ જ પ્રાગ્વાટજ્ઞાતીય હતા. આમાં કુલ તેર પેઢીઓનાં નામો આવ્યાં છે. પણ તેમાંથી મુખ્યતયા પુણ્યકૃત્યો છઠ્ઠી પેઢીએ થએલ પેથડે, દશમીએ થયેલ મંડલિકે અને બારમીએ થએલ પર્વતે જ કર્યા છે. પેથડના સુક-સાંડેરામાં મંદિર કરાવ્યું, વીજાપુરમાં એક ચૈત્ય વર્ણમય (પંચધાતુમય) પ્રતિભાયુક્ત મંદિર કરાવ્યું. આબુજીમાં વસ્તુપાળકૃત નેમિનાથના ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યો. ભીમાશાહની અપૂર્ણ પ્રતિમાને પૂર્ણ કરાવી. સાંડેરામાં મહાવીર પ્રભુની પ્રતિમા સંવત ૧૩૬૦માં સ્થાપના કરી. તે સમયે લઘુવયસ્ક કર્ણદેવ રાજ્ય કરતા હતા. છ વખત સિદ્ધાચલ આદિના સંઘ કહાડી યાત્રા કરી. ૧૩૭૭ના દુકાળમાં લેકોને અનાદિક આપી સહાય કરી. સત્યસૂરિના કથનથી ચાર જ્ઞાનકેશ લખાવી સ્થાપન કર્યા. મંડલિકનાં પુણ્ય કૃ–ગિરિનાર, આબુ આદિમાં ચૈત્યનો ઉદ્ધાર કરાવ્યો. કેટલાંક ગામોમાં ધર્મશાળાઓ કરાવી. ૧૪૬૮માં દુકાળ વખતે લોકોને અન્ન-વસ્ત્રાદિ આપી મદદ કરી. ૧૪૭૭માં શત્રુંજયાદિની યાત્રા કરી. જયાનંદસૂરીના ઉપદેશથી ગ્રંથલેખન, સંઘભક્તિ આદિ ધર્મકૃત્ય કર્યા. પર્વતનાં સુકૃત કૃ –સંવત ૧૫૫૯માં પ્રતિમા સ્થાપના કરી. ૧૫૬૦માં આબુ આદિ તીર્થોની ગધાર બંદરમાં દરેક ઉપાશ્રયમાં કલ્પસત્રની પ્રત આપી અને ત્યાંના રહેવાસી વણિક લોકોને રૂપાનાણી સાથે સાકરના પડીકાં આપયાં. વિવેકરનના આચાર્ય પદ-પ્રદાનને મહોત્સવ કર્યો. વિવેકરત્નના ઉપદેશથી ગ્રંથભાંડાગાર સ્થાપન કરવા માટે પુસ્તક લખાવતા સંવત ૧૫૧માં પ્રસ્તુત નિશીથચૂર્ણિ પુસ્તક લખાવ્યું. આ પ્રશસ્તિથી બે દુકાળની માહિતી મળે છે. એક સંવત ૧૩૭૭ અને બીજ સંવત ૧૪૬૮ ને. વિવેકરનની આચાર્ય પદવી સંવત ૧૫૬૦ અને ૭૦ના વચમાં થઈ છે. Page #9 -------------------------------------------------------------------------- ________________ 206 ] જ્ઞાનાંજલિ પ્રશસ્તિ ઉપરથી ઊપજતું વંશવૃક્ષ સુમતિ આભૂ આસડ - મેષ (મેક્ષ) વર્ધમાન વર્ધમાન ચંડસિંહ પયા નરસિદ્ધ પેથડ નરસિંહ સ્વનિ ચતુષ બળ અનલ વિક્રમસિદ્ધ વિક્રમસિંહ રત્નસિંહ ચતુર્થમલ મુંજાલ (ચેમિલ) ધર્મ ધર્મનું 5 લાડણ આહલણસિંહ મંડલિક વિજિત પત્ની વરમણકાઈ) પર્વત (5. પિોઈઆ) ડુંગર (5. મંગાદેવી) નર્મદ સહસવીર કાહા અંતિમ વક્તવ્ય પ્રસ્તુત પ્રશસ્તિ “નિશીથચૂર્ણિ” તથા “વિશેદ્દેશકવ્યાખ્યા'ના અંતમાં ઉલિખિત છે. (ચૂર્ણિ કાર જિનદાસ મહત્તર છે અને વ્યાખ્યાકાર શીલભદ્રસૂરિશિષ્ય શ્રી ચંદ્રસૂરિ છે. વ્યાખ્યા સંવત ૧૧૭૪માં બની છે.) આ પ્રશસ્તિ જે આદર્શ ઉપરથી ઉતારી છે તે પુસ્તકના લખાવનારની નથી પણ જેના ઉપરથી આ પુસ્તક લખાયું છે તે પુસ્તકની પ્રતિકૃતિ જેના ઉપરથી થઈ છે તે પુસ્તકના લખાવનારની આ પ્રશસ્તિ છે, કારણકે તે પુસ્તકનો ઉતારો સંવત ૧૫૭૧માં થયો છે. તેના ઉપરથી હીરવિજયસૂરિના શિષ્યોએ સંવત ૧૬૬૬માં પ્રતિકૃતિ રખાવી, અને તેના ઉપરથી ૧૭૩પમાં ખંભાતમાં ઉતારો થયો કે જેના ઉપરથી આ પ્રશસ્તિ ઉતારી છે. આ પ્રશસ્તિમાં અશુદ્ધિઓ ઘણી હતી તેને સુધારીને આપી છે. ફક્ત જ્યાં ખાસ અન્ય ક૯પના કરવાનો અવકાશ હોય તે સ્થળે મૂળ પાઠ રાખી શુદ્ધ પાઠ કેષ્ટકમાં આવે છે. આ પુસ્તક પાટણના રહેવાસી સદ્ગત શેઠ અંબાલાલ ચુનીલાલના ભંડારનું છે. તે ભંડાર હાલ પાલીતાણામાં આણંદજી કલ્યાણજીની દેખરેખમાં છે. હાલ તેનો વહીવટ પાલીતાણાના રહેવાસી માસ્તર કુંવરજી દામજીના હાથમાં છે, જેમની ઉદારતાથી આ પ્રશસ્તિ વાચકોના નેત્ર આગળ પ્રાપ્ત થઈ છે. આ સ્થળે આ ત્રણેના નામને આપણે ભૂલીશું નહીં. પુરાતત્વ, આચિન, સં. 1978