________________ 206 ] જ્ઞાનાંજલિ પ્રશસ્તિ ઉપરથી ઊપજતું વંશવૃક્ષ સુમતિ આભૂ આસડ - મેષ (મેક્ષ) વર્ધમાન વર્ધમાન ચંડસિંહ પયા નરસિદ્ધ પેથડ નરસિંહ સ્વનિ ચતુષ બળ અનલ વિક્રમસિદ્ધ વિક્રમસિંહ રત્નસિંહ ચતુર્થમલ મુંજાલ (ચેમિલ) ધર્મ ધર્મનું 5 લાડણ આહલણસિંહ મંડલિક વિજિત પત્ની વરમણકાઈ) પર્વત (5. પિોઈઆ) ડુંગર (5. મંગાદેવી) નર્મદ સહસવીર કાહા અંતિમ વક્તવ્ય પ્રસ્તુત પ્રશસ્તિ “નિશીથચૂર્ણિ” તથા “વિશેદ્દેશકવ્યાખ્યા'ના અંતમાં ઉલિખિત છે. (ચૂર્ણિ કાર જિનદાસ મહત્તર છે અને વ્યાખ્યાકાર શીલભદ્રસૂરિશિષ્ય શ્રી ચંદ્રસૂરિ છે. વ્યાખ્યા સંવત ૧૧૭૪માં બની છે.) આ પ્રશસ્તિ જે આદર્શ ઉપરથી ઉતારી છે તે પુસ્તકના લખાવનારની નથી પણ જેના ઉપરથી આ પુસ્તક લખાયું છે તે પુસ્તકની પ્રતિકૃતિ જેના ઉપરથી થઈ છે તે પુસ્તકના લખાવનારની આ પ્રશસ્તિ છે, કારણકે તે પુસ્તકનો ઉતારો સંવત ૧૫૭૧માં થયો છે. તેના ઉપરથી હીરવિજયસૂરિના શિષ્યોએ સંવત ૧૬૬૬માં પ્રતિકૃતિ રખાવી, અને તેના ઉપરથી ૧૭૩પમાં ખંભાતમાં ઉતારો થયો કે જેના ઉપરથી આ પ્રશસ્તિ ઉતારી છે. આ પ્રશસ્તિમાં અશુદ્ધિઓ ઘણી હતી તેને સુધારીને આપી છે. ફક્ત જ્યાં ખાસ અન્ય ક૯પના કરવાનો અવકાશ હોય તે સ્થળે મૂળ પાઠ રાખી શુદ્ધ પાઠ કેષ્ટકમાં આવે છે. આ પુસ્તક પાટણના રહેવાસી સદ્ગત શેઠ અંબાલાલ ચુનીલાલના ભંડારનું છે. તે ભંડાર હાલ પાલીતાણામાં આણંદજી કલ્યાણજીની દેખરેખમાં છે. હાલ તેનો વહીવટ પાલીતાણાના રહેવાસી માસ્તર કુંવરજી દામજીના હાથમાં છે, જેમની ઉદારતાથી આ પ્રશસ્તિ વાચકોના નેત્ર આગળ પ્રાપ્ત થઈ છે. આ સ્થળે આ ત્રણેના નામને આપણે ભૂલીશું નહીં. પુરાતત્વ, આચિન, સં. 1978 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org