________________
૨૦૪].
જ્ઞાનાંજલિ ૨૧. મંડલિકને વ્યવહર...વિજિત નામને પુત્ર હતો. તેને વરમણકાઈ નામે સ્ત્રી હતી. - રર. તેની કુક્ષીરૂપ માનસમાં હંસ સમાન પર્વત, ડુંગર અને નર્મદ નામના ત્રણ પુત્રો હતા.
૨૩. તેમાં પર્વત સહસવીર (પુત્ર) તથા પોઈએ (ભાય) આદિ કુટુંબની સાથે વંશની શોભા વધારનાર હતો.
૨૪. અને બીજે ડુંગર–જેને મંગાદેવી ભાર્યા અને કાન્હા નામનો પુત્ર હતો–વંશની શોભા વધારનાર હતો.
૨૫. પર્વત-ડુંગરે (બે ભાઈઓએ) પોતે તૈયાર કરાવેલ મૂર્તિને પ્રતિષ્ઠા (અંજન–શલાકાર), કરાવીને સંવત ૧૫૫૯માં તેમણે સ્થાપનમહોત્સવ કર્યો.
૨૬. સં. ૧૫૬માં તેમણે જીરાપલ્લી (જીરાવાલા) પાર્શ્વનાથ, અબુદ આદિ તીર્થોની યાત્રા કરી.
૨૭–૨૮. તદનંતર ગંધાર બંદરમાં તેમણે દરેક શાળામાં-ઉપાશ્રયમાં ઝેલમલ (2) યુગલાદિની સાથે કલ્પસૂત્રની પ્રતિએ અર્પણ કરી. તેમ જ સંઘને સાકાર કરી નગરનિવાસી વણિકજનોને રૂપાનાણાની સાથે સાકરનાં પડીકાં અપાવ્યાં.
૨૯. ઇત્યાદિ સુકૃત કર્યા પછી આગમછીય શ્રી વિવેકરનના ઉપદેશથી ચતુર્થ વ્રત (બ્રહ્મચર્ય) પ્રત્યે આદર . - ૧. ગાંધી, મોદી આદિની જેમ ધંધાથી રૂઢ થયેલ શબ્દ હોવો જોઈએ. ' ૨. પ્રતિમામાં દેવત્વારોપણ નિમિત્તે કરાતા વિધાનવિશેષને “અંજનશલાકા” કહે છે.
૩. આ ગંધાર ગામ, ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં આવેલું છે. એની આસપાસના પ્રદેશમાં એ પણ એક તીર્થસ્થાન જેવું ગણાય છે. ઉપર વર્ણવવામાં આવેલું કાવતીર્થ અને આ તીર્થ, “કાવીગંધાર” આમ સાથે જોડકારૂપે જ કહેવાય છે. આ ગંધાર ગામ તે સત્તરમા સૈકાનું પ્રસિદ્ધ ગંધાર બંદર જ છે, જેનો ઉલ્લેખ ઢસૌમથ, વિગથરાદિત, વિનયવમાર્ગી અને હૃરવિનયમૂરિસ વગેરે ગ્રંથમાં વારંવાર આવે છે. અકબર બાદશાહ તરફથી જ્યારે સંવત ૧૬૩૮ની સાલમાં હીરવિજયસૂરિને આગ્રા તરફ આવવાનું આમંત્રણ આવ્યું હતું તે વખતે એ આચાર્યવયં આ જ ગામમાં ચાતુર્માસ રહેલા હતા. હીરવિજયસૂરિ અને વિજયદેવસૂરિ વગેરે એ સૈકાના તપાગચ્છના સમર્થ આચાર્યોયતિઓ ઘણી વખતે આ ગામમાં આવેલા અને સેંકડો યતિઓની સાથે ચાતુર્માસ રહેલાના ઉલ્લેખ વારંવાર ઉક્ત ગ્રંથોમાંથી મળી આવે છે. એ ઉપરથી જણાય છે કે તે વખતે એ સ્થળ ઘણું જ પ્રસિદ્ધ અને સમૃદ્ધ શ્રાવકોથી ભરેલું હશે. આજે તે ત્યાં ફક્ત ૫–૨૫ ઝુંપડાઓ જ દષ્ટિગોચર થાય છે. જૂનાં મંદિરનાં ખંડેરે ગામ બહાર ઊભાં દેખાય છે. વર્તમાનમાં જે મંદિર છે તે ભરૂચનિવાસી ગૃહસ્થાએ હાલમાં જ નવું બંધાવ્યું છે. એ સ્થળે ફક્ત એ મંદિરના ખંડેર સિવાય બીજું કાંઈ પણ જૂનું મકાન વગેરે પણ જણાતું નથી. અઢીસે ત્રણ વર્ષ પહેલાં જે સ્થળ આટલું બધું ભરભરાટીવાળું હતું તેનું આજે સર્વથા નામનિશાન પણ દેખાતું નથી તેનું કોઈ કારણ સમજાતું નથી. ત્યાંના લેકેને પૂછતાં અમને કહેવામાં આવ્યું કે, એક વખત એ ગામ ઉપર દરિયા ફરી વળ્યા હતા અને તેના લીધે આખું શહેર સમુદ્રમાં તણાઈ ગયું હતું. પરંતુ આ લેખોવાળી જિનપ્રતિમાઓ અને મંદિર કેમ બચવા પામ્યું અને બાકીનું શહેર કેમ સંપૂર્ણ નષ્ટ થઈ ગયું તેનું સમાધાન કાંઈ અમને અદાપિ થઈ શકયું નથી. શોધકોએ આ બાબતમાં વિશેષ શોધ કરવાની જરૂરત છે.-સં. [પ્રાચીન જૈન લેખસંગ્રહ].
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org