Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 9
________________ આ માટે ચૌદપૂર્વધરો અને ક્ષપકશ્રેણિમાં ચડેલા શુક્લધ્યાનીઓ પણ જે દ્રવ્ય-ગુણ-પર્યાયનો આધાર લે છે એના આંશિક પણ આપણી અપેક્ષાએ સૂક્ષ્મ સ્વરૂપાદિનો નિર્દેશ અનન્ય પ્રતિભાસંપન્ન મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે ગુજરાતી ભાષામાં ‘દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ' નામના ગ્રંથમાં કર્યો છે. એમણે જે રચના સરળતાથી-સહજતાથી કરી છે, તે સમજવા આપણી પ્રજ્ઞા ટૂંકી પડે. તેથી એના પર પોતે જ ગુજરાતીમાં ટબો રચ્યો છે. તો અન્ય મહાત્માએ સંસ્કૃતમાં ટીકા રચી છે. વર્તમાનમાં ગુજરાતીમાં પણ ઘણા લેખકોએ વિવેચન લખ્યા છે. પણ ગ્રન્થની પંક્તિ-પંક્તિ અને શબ્દ-શબ્દને ન્યાય આપવો હોય તો, * જૈન-જૈનેતર દર્શનોનો તલસ્પર્શી અભ્યાસ જોઈએ. * શ્વેતામ્બર-દિગંબર આમ્નાયોના અંતસ્તલ સુધી પહોંચવાની વેત જોઈએ. * આગમિક-પ્રાકરણિક પદાર્થોનો ગુરુગમથી ઊંડો બોધ જોઈએ. * સ્વયં તે-તે પદાર્થો અંગે સૂક્ષ્મતાથી ચિંતન-અનુપ્રેક્ષા કરેલા હોવા જોઈએ. * સૂક્ષ્મ પ્રજ્ઞા-ઉત્તમ પ્રતિભા, અદ્ભૂત ઉન્મેષોનો પ્રકાશ પાથરતી ગુરુકૃપા જોઈએ. મારા પૂજ્યપાદ ગુરુદેવ આચાર્યદેવ શ્રી વિ. અભયશેખરસૂરીશ્વરજી મહારાજનું પ્રકાશિત થઈ રહેલું પ્રસ્તુત વિવેચન જોવાથી આ વાતની મહત્તા સમજાશે. પૂજ્યશ્રી જન્મજાત વિશિષ્ટ પ્રજ્ઞાપ્રતિભાના સ્વામી છે. એજીનીયરીંગ સુધીનો વ્યાવહારિક અભ્યાસ, ગુરુસમર્પિત ભાવ સાથે ગુરુનિશ્રામાં જૈન-જૈનેતર ન્યાયગ્રન્થોનો તલસ્પર્શી અભ્યાસ, આગમ-પ્રકરણોમાં મેળવેલી માસ્ટરી, કર્મપદાર્થોના ચિંતનથી સતત અનુપ્રેક્ષામય બની ગયેલી જ્ઞાનપરિણતિ અને દરેક પદાર્થ-શબ્દનો ઊંડાણભર્યો સ્પષ્ટ બોધ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અન્વેષણ કરવાની વૃત્તિ. આ બધાના સંમિશ્રણથી તેઓ સમગ્ર જૈનજગતમાં સૂક્ષ્મતત્ત્વચિંતક, દરેક જિનવચનના ઐદંપર્યાર્થ સુધી જનારા, અદ્ભુત પ્રતિભોન્મેષના સ્વામી તરીકે પ્રસિદ્ધ છે. એમણે આ ગ્રંથપર વાચના આપવાના નિમિત્તે જબરદસ્ત મનન, મંથન, દોહન કર્યું છે. એના આધારે તૈયાર થયેલા નવનીતરૂપે આ વિવેચન આજે આપણને ઉપલબ્ધ થયું છે. સ્વયં અબ્રાન્ત ગીતાર્થ હોવા છતાં, પોતાના વિવેચનમાં જિનાજ્ઞા વિરુદ્ધ કશુંય ન આવી જાય એ માટેની ચીવટના કારણે જ આ ગ્રંથના જુદા-જુદા ભાગો તે-તે પ્રસિદ્ધ વિદ્વાન મહાત્માઓ પાસે સંશોધિત કરાવ્યાં છે. તેથી જ આ વિવેચિત ગ્રંથ પ્રમાણિત છે. અભ્યાસ માટે અત્યંત ઉપાદેય છે, દ્રવ્ય-ગુણ-પર્યાયના જ્ઞાનથી ધ્યાનમા આગળ વધનારા માટે ખાસ આદરણીય છે. પૂજ્યશ્રીએ દરેક શબ્દના, દરેક વાક્યના, દરેક મુદ્દાના ઐદંપર્યાર્થ પ્રાપ્ત સંદર્ભને પામવા જે સફળ પરિશ્રમ કર્યો છે, તેના કારણે આ ગ્રંથ તત્ત્વોનો ખજાનો બની ગયો છે. પ્રાયઃ પ્રાચીન દરેક ગ્રંથમાં ઉપલબ્ધ થતાં મંગળ, વિષય, સંબંધ વગેરેમાં એક “સંબંધ” અંગે પણ પૂજ્યશ્રીએ તલસ્પર્શી વિવેચન પીરસ્યું છે, તો અનભિલાપ્યતા-અવાચ્યતા વચ્ચે શું તાત્વિક ફરક હોઈ શકે એની પણ ઊંડાણભરી ચર્ચા કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 320