Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 8
________________ શ્રી સિદ્ધાચલમંડન ઋષભદેવાય નમઃ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ ઐ નમઃ સિદ્ધમ્ વિજય પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ-ધર્મજિત-જયશેખર-અભયશેખરસૂરિભ્યો નમઃ તત્ત્વપ્રકાશ પૂર્વેનો ઉજાશ... વરસાદમાં ભીના થવાથી શરદી થઈ. તેથી છગન વિચારમાં ચઢ્યો. મને શરદી કેમ થઈ? વિચારતા ખ્યાલ આવ્યો કે વરસાદમાં ભીના થવાથી શરદી થઈ. એના પર વિચાર્યું. હું ભીનો કેમ થયો ? હા, છત્રી લીધા વગર ગયો માટે. છત્રી કેમ ન લીધી ? ઓહો, પત્નીએ આપી નહીં તેથી. પત્નીએ મને બહાર જતા છત્રી કેમ ન આપી ? અરે ! મારે તો પત્ની જ નથી. કેમ નથી ? કારણ કે હું પરણ્યો જ નથી. કેમ પરણ્યો નથી ? કારણ કે પૈસા નથી. તો હવે આ બધા પ્રશ્નોનો સાર એ આવ્યો કે હવે મારે વહેલી તકે પૈસાદાર કન્યાને પરણી જવું જોઈએ અને છગન શરદીની નાની ચિંતામાંથી પૈસાદાર કન્યાની મોટી ચિંતામાં પડ્યો. છગને એક મુદ્દા પરથી કેટલું બધું લાંબુ વિચારી લીધું ? છતાં આ ચિંતન નથી, ચિંતા છે. આ વિચારવામાં છગન એકાગ્ર થઈ ગયો હશે, પણ એ ધર્મધ્યાન નથી, આર્તધ્યાન છે. એકાગ્રતા એ ધ્યાન છે, પણ જે કલુષિત ચિત્તથી થાય અને જેના અંતે જીવની ચિંતામાં વધારો થાય એ અનંતકાળથી જીવને સિદ્ધ થયેલું આર્તધ્યાન છે. આ ધ્યાનના પરિણામે સંક્લિષ્ટ પરિણામવાળો થયેલો જીવ તત્કાલમાં સંક્લેશના કારણે ને ભવિષ્યમાં ખોટા બંધાયેલા કર્મોના કારણે દુઃખની પરંપરા પામે છે. આની સામે પરમાત્માએ ધર્મધ્યાન અને શુક્લધ્યાન બતાવ્યા છે. આ ધ્યાનથી જીવ પ્રસન્નતા, સમતા, સમાધિ પામે છે, ચિત્ત સ્વસ્થ બને છે. અનંતકર્મોની રાશિ ક્ષણવારમાં નાશ પામે છે. જેમ સોનાના ગઠ્ઠાને મોટા, પછી તેથી નાના, પછી તેથી નાના... એમ વધુ ને વધુ નાના-સૂક્ષ્મ થતાં છિદ્રમાંથી પસાર કરતાં કરતાં છેવટે બારીક અને લાંબા તાર તૈયાર થાય છે. એમ જિનકથિત પદાર્થોને ગુરુગમથી પ્રાપ્ત કરવા એ સોનાના ગઠ્ઠા સમાન છે. પછી પોતાની પ્રજ્ઞારૂપ વધુ ને વધુ સૂક્ષ્મ છિદ્રમાંથી એને તપાસવારૂપે - અલગ/અલગ સંદર્ભથી મૂલવવારૂપે તાવવામાં આવે, ત્યારે એ પદાર્થો અત્યંત સૂક્ષ્મ, અત્યંત દૂરના સ્વરૂપે પણ પ્રગટ થાય છે. Jain Education International જૈનશાસનમાં આ રીતે ચિંતન-અનુપ્રેક્ષાના માધ્યમે ધ્યાન પર પહોંચવા માટે રોમિટરિયલ રૂપે ઢગલાબંધ પદાર્થો પિરસવામાં આવ્યા છે. ‘ચિંત' ધાતુ પરથી બનેલી ચિંતા ચિતા સમાન બાળનારી છે, જ્યારે એ જ ધાતુ પરથી બનેલું ‘ચિંતન’ અમૃતાંજન સમાન છે. સમગ્ર આત્મપ્રદેશોને અપૂર્વ શાતા-પ્રસન્નતા આપનાર બને છે. આવું ચિંતન એકવાર થાય એ અધ્યાત્મ છે. વારંવાર થાય, ત્યારે જીવ ભાવિત થતો હોવાથી ભાવના કહેવાય છે અને એમાં જ્યારે એકાગ્રતા-તીવ્રતા વધે છે ત્યારે એ ધ્યાનરૂપ બને છે. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 320