Book Title: Dravya Guna Paryaya no Ras Part 01
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 12
________________ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય નમઃ -પ્રસ્તાવના * ન્યાયવિશારદ-ન્યાયાચાર્ય મહોપાધ્યાય શ્રીમદ્ યશોવિજયજી ગણિવરના અનેક દુર્બોધ ગ્રન્થોમાંનો એક ગ્રન્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.. 5 * સૂક્ષ્મપદાર્થોથી અને દુરુહ ન્યાયપંક્તિઓથી ગહન હોય એવો કોઈ ગૂર્જર ગ્રન્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.. મૂળ પ્રાકૃત-સંસ્કૃત ગ્રન્થના ગુજરાતી વિવેચન થયા હોય એવા તો ઢગલાબંધ ગ્રન્થો છે.. પણ મૂળ ગુજરાતી ગ્રન્થ પર સંસ્કૃતિવૃત્તિ રચાયેલી હોય એવું સૌભાગ્ય પામેલ ગ્રન્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ.. કે જેનું વિવેચન કરવા અનેક વિવેચનકારો લાલાયિત થયા હોય એવો ગૂર્જરભાષા નિબદ્ધ ગ્રન્થ એટલે દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ. અભ્રકને જેમ જેમ પુટ આપો... ઔષધીય ગુણો પ્રગટતા જાય... એમ જેમ જેમ અનુપ્રેક્ષા દ્વારા ઊંડા ઉતરો તેમ તેમ અપૂર્વ પ્રકાશ લાધતો જાય એવો ગ્રન્થ એટલે દ્રવ્ય-ગુણપર્યાયનો રાસ.... વિ.સં. ૨૦૬૦ નું ચોમાસુ અમદાવાદ-પાલડી ખાતે શ્રી વિશ્વનંદીકર જૈન સંઘમાં થયું. ચતુર્વિધ સંઘ સમક્ષ કોઈક તાત્ત્વિક ગ્રન્થની વાચનાનો પ્રસ્તાવ આવ્યો. શ્રી ચતુર્વિધ સંઘમાં પણ મુખ્ય શ્રોતા તરીકે ન્યાયદર્શનના અભ્યાસી સાધુ-સાધ્વીજી ભગવંતો હતો. એટલે મહોપાધ્યાય શ્રીમદ્યશોવિજયજી મહારાજની ગૂઢ રહસ્યોથી ભરેલી આ કૃતિ- દ્રવ્ય-ગુણ-પર્યાયનો રાસ- પર પસંદગીનો કળશ ઢોળ્યો. એમાં અધ્યાપનની સાથે સાથે મારે પણ સૂક્ષ્મતાપૂર્વક આ ગ્રન્થનું અધ્યયન થઈ જાય એવી પણ ગણતરી હતી. અલબત્, પૂર્વે કોઈક જિજ્ઞાસુ કોઈક પંક્તિ બેસતી ન હોય ને તેથી એ પંક્તિ બેસાડવા માટે પૂછવા આવેલ હોય તો એના પર વિચાર કરવા જેટલો આ ગ્રન્થનો પરિચય હતો. ને તેથી એની દુર્ગમતાનો કંઈક ખ્યાલ હતો. વિશેષ પરિચય નહોતો. પણ દેવ-ગુરુની અનરાધાર કૃપા.. મૃતદેવી શ્રી સરસ્વતી ભગવતીનો પ્રસાદ... ને શ્રી જિનશાસનોક્ત જ્ઞાનપંચમીની નાની ઉંમરથી ચાલુ કરેલી-ચાલુ રાખેલી આરાધના. આ બધાના પ્રભાવે, જેમ જેમ ગ્રન્થ આગળ ચાલતો ગયો તેમ તેમ વધુ ને વધુ ઉઘાડ થતો ગયો.. અમુક ફુરણાઓ તો એવી થતી કે હું ખુદ આશ્ચર્યમાં ગરકાવ થઈ જતો. એમાં પણ સપ્તભંગી, અર્થપર્યાય.. વ્યંજનપર્યાય અંગે જે પ્રકાશ લાવ્યો તે એકદમ અપૂર્વ જેવો ને છતાં સંપૂર્ણ તર્કસંગત જેવો ભાસતો હતો. એટલે અધ્યેતાવર્ગની વિનંતી થઈ ને મને પણ થયું કે આ પ્રકાશને કાગળ પર ઝીલી લેવો જોઈએ જેથી એ ચિરકાલીન બની જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 320