Book Title: Don Quicksot
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 7
________________ સાપ્તાહિકના વિદ્વાન તંત્રી શ્રી. મગનભાઈ દેસાઈના અમે ખાસ આભારી છીએ. નવજીવન ટ્રસ્ટના કાર્યકર્તાઓ, કલાકાર શ્રી. રજની વ્યાસ વગેરેની જહેમત તથા વર્લ્ડ કલાસિક મૂઝિયમની આર્થિક મદદ વિના આ સંક્ષેપ આવા સુંદર સ્વરૂપે ઝટપટ બહાર પાડી ન શકાત. તે બદલ એ સૌનો પણ અત્રે આભાર માનીએ છીએ. આ સચિત્ર વિસ્તૃત સંક્ષેપથી ગુજરાતી વાચકો આપણા વિશ્વ સાહિત્ય તરફ આકર્ષાય અને તેમાં રહેલા અમૂલ્ય વારસાના ઉપભોક્તા બને, એ અમારા આ નમ્ર પ્રયાસનું મુખ્ય પ્રયોજન છે. વિશ્વ-સાહિત્યમાં આ પુસ્તકની લોકપ્રિયતા અપ્રતિમ છે. ગુજરાતી વાચકને પણ હાસ્ય અને કરુણતાની પરમ પરાકાષ્ઠાનું આ અદ્ભુત કથાચિત્ર વાંચતાં અપૂર્વ રસબોધ સાથે આત્મતૃપ્તિ થશે. છેવટે, અમારાં પુસ્તકોને બિરદાવનાર રસિયા ગુજરાતી વાચકોને અમારે ખાસ યાદ કરવા ઘટે છે. માતૃભાષાથી સુસજ્જ એવા તે વાચકો વિના આવાં પ્રકાશનોનું આયોજન કે નિયોજન શક્ય નથી. આજનો ગુજરાતી વાચક ઝડપભેર ખીલતી જતી ગુજરાતી ભાષાનું સંતાન છે. તેની કસોટીમાંથી પાર ઊતરી તેની યત્કિંચિત્ સેવા બજાવવાની અમે અભિલાષા સેવીએ છીએ. તેનો આનંદ જ અમને આગળ ધસવા માટે પ્રેરણા પૂરી પાડે છે. તા. ૨૫-૪-૬૬ કમુબહેન પુત્ર છો૦ પટેલ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 344