Book Title: Don Quicksot
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 14
________________ ગ્રંથકાર છે. સવક્તા [ ઈ. સ. ૧૫૪૭–૧૬૧૬] સામાન્ય રીતે પોતાના ગ્રંથ કરતાં ગ્રંથકાર હંમેશાં નાનો હોય છે. એનું એક કારણ કદાચ એમ હોય કે, પોતાના જીવનમાં જે ન સાધી શકાયું, તેની કલ્પના કરી લેવાની સાહિત્યકૃતિમાં એક પ્રકારની સગવડ હોઈ, તેનો ઘણો ભાગ લેખકનું સાક્ષાત્ દર્શન હોવાને બદલે તેણે સેવેલો આદર્શ પણ હોઈ શકે. ડૉન કિવક્સોટ' ગ્રંથને વિષે “ઓરડાઓ ભરીને' ગ્રંથો લખાયા છતાં, તેના લેખક વિશે ભાગ્યે વધુ લખાયું છે. જોકે, એ ગ્રંથ તેના ગ્રંથકારનું જ તાદૃશ પ્રતિબિંબ છે! ગ્રંથમાં જે ઉદાત્ત માનવતા,– ભલે સિદ્ધિ અને પરિણામની દૃષ્ટિએ ગાંડપણ ગણાય એવી,- ડગલે ને પગલે વ્યક્ત થાય છે, તે તેના ગ્રંથકારની પોતાની ઉદાત્તતાનું પ્રતિબિંબ છે. સામાન્ય રીતે એમ મનાય છે કે, આ ગ્રંથ લેખકે કેવળ “નાઈટ” – પ્રેમશૂરા લોકોની કથાઓના, લેખકના વખત સુધી ચાલુ રહેલા, આકર્ષણને દૂર કરવા લખ્યો છે. અંગ્રેજ કવિ બાયરન તો ત્યાં સુધી કહે છે કે, સર્વોતે સ્પેન દેશની નાઈટ-પ્રથાને હસી કાઢીને જ દૂર કરી આપી; “ડૉન કિવકસોટ' ગ્રંથનો પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયા પછી, ‘નાઈટ’ લોકોનાં પ્રેમ-શૌર્ય વર્ણવતું એક પુસ્તક બહાર નથી પડ્યું. १२

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 344