Book Title: Don Quicksot
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 5
________________ પ્રકાશકનું નિવેદન મશહૂર સ્પેનિશ લેખક મિગ્યુએલ દ સર્વાંત સાવેદ્રા (ઈ. સ. ૧૫૪૭૧૬૧૬) રિચત તથા ચાર ચાર સૌકાંઓથી આલમમશહૂર બનેલી પ્રેમશૌર્યની નર્મ-કથાનો આ વિસ્તૃત સંક્ષેપ ‘ડૉન કિવકસોટ’ પ્રસિદ્ધ કરતાં આનંદ થાય છે. આપણા દેશની સાહિત્ય અકાદમીએ પણ પ્રથમ બાર ‘કલાસિકલ ’ પુસ્તકોમાં આ પુસ્તકની ગણના કરી છે. જગતની જુદી જુદી પંચાવન ભાષાઓમાં એના અનુવાદો થયા છે, અને અત્યાર સુધીમાં તેની બે હજાર ઉપરાંત આવૃત્તિઓ બહાર પડી છે. આ જાણીતા પુસ્તક વિષે સ્પેનની પ્રજાનો એવો દાવો છે કે, બાઇબલ પછી બીજે નંબરે ‘ડૉન વિકસોટ’પુસ્તક દુનિયામાં રસપૂર્વક વંચાય છે. C ‘સત્યાગ્રહ ’ સાપ્તાહિકના વિદ્વાન તંત્રી શ્રી. મગનભાઈ દેસાઈએ ‘થ્રી મસ્કેટિયર્સ’ પુસ્તકના પ્રથમ ભાગના ઉદ્ઘાટન-સમારંભમાં પ્રમુખસ્થાનેથી બોલતાં એવા સારનું કહ્યું હતું, “ “ લે-મિઝેરાબ્ત ’, ‘નાઇન્ટી થ્રી ’, ‘એ ટેલ ઑફ ટૂ સિટીઝ', ‘ઑલિવર ટ્વિસ્ટ તથા અલેકઝાન્ડર ડૂમાની ‘ થ્રી મસ્કેટિયર્સ ’-જૂથની મશહૂર વાર્તાઓ, એ પરિવાર સંસ્થાની ગુજરાતી સાહિત્યને મળેલી કીમતી ભેટ છે. આ બધાં સુંદર પુસ્તકો જોયા બાદ પરિવાર સંસ્થાને ભલામણ કરું છું કે, સર્વાંતનું વિખ્યાત પુસ્તક " ડૉન કિવક્સોટ’ પણ બનતી ત્વરાએ તે આપણને આપે તો કેવું સરસ ! પરિવાર સંસ્થાએ આવા સાહિત્યની સાથે સાથે બાલસાહિત્ય, જીવનચરિત્ર, ઇતિહાસ, તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં પણ પોતાનો કડછો હલાવવો જોઈએ. આવાં કામ કરનાર હરકોઈને માટે આપણા દેશનાં સેવાક્ષેત્રોનાં બધાં મેદાન ખુલ્લાં છે. આજના યુગમાં આવી પ્રવૃત્તિઓ વધુ ને વધુ લોકપ્રિય થતી જાય છે. પરિવાર સંસ્થાનાં પ્રકાશનોએ થોડા જ સમયમાં સારી એવી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. આવું ઉપયોગી, સુરમ્ય, માનવધર્મી વિશ્વસાહિત્ય ગુજરાતીમાં ઊતરે છે, તેને ધન્ય વસ્તુ માનું છું; તેને ३ >

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 344