Book Title: Don Quicksot
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Parivar Prakashan Sahkari Mandir Ltd

View full book text
Previous | Next

Page 6
________________ હૃદયપૂર્વક આવકારું છું, અને પરિવાર સંસ્થાને અને ગુજરાતી વાચકને તે માટે ધન્યવાદ આપું છું.” આ લેખકના જીવનની શરૂઆત ઘણા જાણીતા મહાન સાહિત્યકારો ડિકન્સ, હ્યુગો, શેક્સપિયર, અને શૉની માફક ગરીબ માબાપના ઘરમાંથી થઈ હતી. એટલે માનવજાત પ્રત્યે તેને હમદર્દી છે. લેખક તરીકે તેને નામના મળી તે પહેલાં એણે એક બહાદુર અને નિ:સ્વાર્થ સૈનિક તરીકે સારી નામના મેળવી હતી. આ કથા લખવાનો તેને પ્રથમ ખ્યાલ કારાવાસમાં આવ્યો હતો. ૧૬૦૫ માં કથાનો પ્રથમ ભાગ પ્રસિદ્ધ થયો; અને છ મહિનામાં તો આ અદ્ભુત અને રોમાંચક નવલકથાથી, સર્વાતની કીર્તિ, સ્પેનની સરહદો ઓળંગી દૂર દૂર આખા યુરોપમાં પ્રસરી ગઈ. લેખકે મધ્યકાલીન “નાઇટ-સાહસવીરોની પ્રથાને આધારે આ નર્મકથામાં, સદાકાળને માટે રસ અને આનંદ પડે એવું રંગરંગીલું લખાણ કર્યું છે, એટલું જ નહિ પણ, જીવનના સત્યો તારવી એમની સાચી મૂલવણી એક ફિલસૂફની અદાંથી કરી છે. આજે ત્રણસો સાઠ વરસ બાદ પણ આપણે એ ગ્રંથ ફરી ફરીને રસપૂર્વક વાંચતાં થાકતાં નથી. આ જ ઊંચા અને ચિરંજીવ સાહિત્યની ખાસિયત અને ખૂબી છે. હાસ્ય અને કરુણતાના ભાવ પેદા કરવામાં આ વાર્તાના લેખકે જે કસબ દાખવ્યો છે, તે વાચકોને મંત્રમુગ્ધ કરે છે અને તેનો સારભાગ હૃદયમાં સીધો ચોંટી જાય છે. મધ્યકાલીન યુગમાં સરજાયેલી આ સફળ કૃતિનો અનોખો હાસ્યરસ ગુજરાતી ભાષામાં ઉતારવો, એ ખરેખર કપરું કાર્ય છે. મૂળ અસંક્ષિપ્ત કથા ઉપર સીધા જઈ, (અલબત્ત અંગ્રેજી અનુવાદ ઉપરથી) શ્રી. ગોપાળદાસ પટેલે આ વિસ્તૃત સંક્ષેપ રજૂ કર્યો છે. વાચક પણ તેમના આ પ્રયાસ બદલ અમારી સાથે તેમનો આભાર માનશે, એવી અમને ખાતરી છે. આ પુસ્તકનું પ્રકાશન સૂચવી, તેના આવકાર રૂપે બે બોલ લખી આપવાની અમારી વિનંતી સ્વીકારી, એ બદલ “સત્યાગ્રહ”

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 344