Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 8
________________ – દી પા વ – પુરવાચન-શ્રી કનૈયાલાલ મા. મુનશી ગુજરાતના વિધર, ઉત્તર પ્રદેશના નિવૃત્ત ગવનર સા, ગુજરાતી સાહિત્યમાં અસ્મિતા પ્રદાવતાર ભાત પાસે વીશેક શતાબ્દીની શિપ-સ્થાપત્યની જે પરંપરા છે અને તેમાં જે સદ્ધિ ને સિદ્ધિના ઉચ્ચ શિખરો સર કર્યાનું વ્યક્ત થાય છે. તે ઉપરથી એટલું તો સહેજે કહી શકાય કે એ વિષયનું પ્રાચીન સાહિત્ય પણ વિપુલ પ્રમાણમાં રચાયું હશે, મધ્યયુગમાં સાહિત્ય તેમજ કળામાં શાસ્ત્રીય નિયમો ને રૂઢિઓનું જે સર્વવ્યાપી વચસ્વ છે, તે જોતાં શિલ્પ-સ્થાપત્યમાં પણ એકેએક વિભાગ, વિષય ને વિગતના ચક્કસ નિયમ આપતાં શા હશે એવું માયા વિના ચાલે તેમ નથી. એવા થોડાક ગ્રંથ પ્રકાશિત થયા પણ છે. પરંતુ આ પ્રકાશિત સાહિત્ય પણ ઓછું નથી. ભારતના કેટલાક પ્રદેશમાં પ્રાચીન સમયથી સ્થપતિઓની અને શિલ્પીઓની પેઢી દર પેઢી અતૂટ પરંપરા અત્યાર સુધી ચાલુ રહી છે. ને તેમાંથી કેટલાક પાસે તેમની કળાને લગતા શાના હસ્તલિખિત સંગ્રહ પણ હોય છે. પ્રસ્તુત ગ્રંથને આવા સંગ્રહમાંથી ઉદ્ધાર થાય છે. અને તે પણ એક ચીન પરંપરાના સ્થપતિના હાથે, શ્રી પ્રભાશંકર સોમપુરા પ્રાચીન પ્રણાલી જાળવી રાખતા સોમપુરા નામે વિખ્યાત સ્થપતિ કુળમાં જગ્યા છે. પુરાણે પ્રમાણે ભૃગુઋષિના ભાણેજ અને પ્રભાસના પુત્ર વિશ્વકર્મા એ તેમના મૂળ પુરૂષ ગણાય છે. પિતે એમનાથ વિગેરે અનેક મંદિરનું નિર્માણ કરનારા અને કુશળ અને ખ્યાતનામ સ્થપતિ તે છે જ, પણ પરતુત વિશ્વમાં વિરચિત “દીપાવ પુસ્તકના સંપાદનથી તેઓ વાસ્તુશાસ્ત્રના પણ નિષ્ણાત જ્ઞાતા હોવાનું આપણને પ્રતીત થાય છે. દીપાર્ણવ મંદિર નિર્માણને લગતા પ્રાચીન સંસ્કૃત ગ્રંથ છે. શ્રી સોમપુરાએ મુળચંધ સાથે તેના પર જે “શિપ-પ્રભા' નામે ટીકા આપી છે તેમાં મૂળના વિષયને અંગત અનુભવને આધારે સાગપાંગ સમજાવ્યું છે. એટલું જ નહિ પરંતુ અનેક સ્થળે વાસ્તુશાસ્ત્રના વિશાળ સાહિત્યમાંથી અવતરણે આપીને, અને સંખ્યાબંધ આકૃતિઓ, ચિ ને છબીઓ રજુ કરીને પ્રતિપાદિત વિષયને એ ટ કર્યો છે કે સામાન્ય વાચક પણ તે સરળતાથી સમજી શકે. પ્રસ્તાવનામાં તેમણે વાસ્તુવિઘાને ઈતિહાસ, પ્રાચીન શાસ્ત્રકાર, શિલ્પીઓ, સ્થાપત્ય રિલીએ વિગેરે વિષથનું માહિતીસભર વિહંગાવલોકન કર્યું છે ને એ રીતે ગ્રંથની મૂલ્યવત્તામાં વૃદ્ધિ કરી છે. મૂળ ગ્રંથ વિશ્વકર્માને નામે છે. પણ મંથની ભાષા એટલી પ્રાચીન જણાતી નથી. કેટલીક પારિભાષિક સંજ્ઞાઓ પાકત કે દેશ્ય જેવી છે. તે જોતાં અત્યારે જે સ્વરૂપમાં છે તે સ્વરૂપે દીપાવ” બારમી તેરમી શતાબ્દીથી આગળના સમયમાં મૂકી શકાય તેમ લાગતું નથી, પરંતુ આવા ગ્રંથોમાં અમુક અંશે પરંપરાગત જ્ઞાન સંગ્રહાયું હોય છે, એ પણ રિસરવાનું નથી. શ્રી સોમપુરા સામાન્ય કેળવણી પામ્યા હોવા છતાં તેમણે સ્વપ્રયત્ને આ વિષયને તલસ્પર્શી અભ્યાસ કર્યો છે તે માટે તેમને ધન્યવાદ ઘટે છે. કળા અને વિદ્યા ઉભયને સુગ સાધનાર આવા સ્થપતિઓ ને શિપીએ જ પ્રાચીન ભારતની સમૃદ્ધ પરંપરાને જીવંત રાખી રહ્યા છે. તેમના ગુજરાતી વિવરણથી વસ્તુશાસ્ત્રનું પરંપરાગત કાન તેમણે વિશાળ વર્ગને સુલભ કરી આપ્યું છે. આવા પુસ્તકનું પ્રકાશન કરવા માટે ભારતીય વિદ્યાભવને જે હાદિક ફાળો આપે છે તેને પણ અભિનંદન ઘટે છે. ભારતીય વિજા ભવન, મુંબઈ ક, મા. મુનશી તા. ૩૦-૧૦-૧૯૬૦

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 642