Book Title: Diparnava Purvardha
Author(s): Prabhashankar Oghadbhai Sompura
Publisher: Prabhashankar Oghadbhai Sompura Palitana

View full book text
Previous | Next

Page 7
________________ શ્રી દીપાર્ણવ ગ્રંથ આમુખ-પુરાવાચન-પ્રશસ્તિ-શુભાશિષ શ્રી યદુકુળ ભૂષણ-સૌરાષ્ટ્ર રાજ્યના ભૂતપૂર્વ રાજપ્રમુખ નવાનગરના નેક નામદાર મહારાજા જામસાહેબ શ્રી સર દિગ્વિજયસિહજી બહાદુરના શુભાશિષ સાથે આમુખ, શિલ્પશાસ્ત્રનું પ્રાચીન સાહિત્ય સંસ્કૃત ભાષામાં છે. તેમજ શિલ્પ વિષયની પ્રાચીન વિદ્યા તથા તેના ઉંડા અર્થ સમજનાર જ્ઞાતાઓ પણ અલપ સંખ્યામાં છે. આ સંજોગોમાં આવા એક મંચના પ્રકાશનની ઘણું જરૂર હતી. શિપની જુદી જુદી શાખાઓનું કેટલુંક અપ્રકટ સાહિત્ય આ ગ્રંથમાં જેને ઘણો આનંદ થાય છે. શ્રી સોમનાથ જેવા મહામેરૂ પ્રાસાદે આઠ વર્ષ પહેલાં બંધાયેલા. તેથી તેના શિપના નિયમો વ્યવહારમાં ન હોઈ અમુક અંશે વિસ્મત થયેલા. શિ૯૫ વિશારદ શ્રી પ્રભાશંકરભાઈ સેમપુરાના કુળમાં પરંપરાગત આ વિજ્ઞાન જળવાઈ રહેલ છે. અને સોમનાથ જેવા ભવ્ય મંદિરનું નવ નિર્માણ પ્રાચીન શિલ્પશાસ્ત્રના સંપૂર્ણ નિયમ મુજબ બાંધવાના શ્રી સોમનાથ ટ્રસ્ટના નિર્ણયને શ્રા પ્રભાશંકરભાઈ જેવા કુશળ સ્થપતિની દેખરેખ હેઠળ અમલમાં મૂકાવે છે. તે શ્રી સોમનાથ ટ્રસ્ટ માટે ગવનો વિષય છે. દીપાવ શિપ ગ્રંથનું મૂળ સંસ્કૃત, તેને અનુવાદ અને તેની નીચે લાંબી ટીપણ સમજુતી સાથે આપેલ છે. પાંચસેક પાનાને આ ગ્રંથ, નકશાઓ, ટ્રાઈગે, ફેટાઓ, કેકે વિગેરે સાથે તૈયાર કરવામાં શ્રી પ્રભાશંકરભાઈએ લીધેલ શ્રમ માટે તેમને ધન્યવાદ ઘટે છે. આવા પ્રાચીન અરાકટ વિદ્યાના નિષ્ણાતોના જ્ઞાનને લાભ લેવામાં આવશે તે ભારતની ગૌરવશીલ વિદ્યાઓનું અસ્તિત્વ જળવાઈ રહેશે. શ્રી સોમનાથ મંદિરના નવ નિર્માણ કાર્યના અંગે શ્રી પ્રભાશંકરભાઈના છેલ્લા દશ વર્ષના અમારા પરિચય દરમ્યાન શિલ્પશાસ્ત્રના ઉંડા મર્મ અને તેનું જ્ઞાન શ્રી પ્રભાકરભાઈ ધરાવે છે તેની અમને ખાત્રી થઈ છે. અને જણાવતાં હર્ષ થાય છે કે શ્રી સોમનાથ મંદિરના નવ નિર્માણમાં પ્રાચીન ભારતની સમૃદ્ધ શિલ્પકળાને તેમણે સજીવન કરી છે, આપણી સરકારને આવી વિલા-કળાના રાતાઓની કદર કરવાનો નિયમ છે. અને અમે ઈચ્છીએ છીએ કે તેઓના આવા સાહિત્ય પ્રકાશન અર્થે આથિક ગ્રાંટ આપી તેમજ આવી સ્થાયી કળાના નિષ્ણાતોને પદવી પ્રદાનથી વિભૂષિત કરી તેમની વિશેષ કદર કરવામાં આવે, અને આ રીતે તેમને તેમના કાર્યમાં વધારે પ્રેત્સાહિત બનાવવામાં આવે, જામનગર તા. ૧૯-૧૧-૧૯૬૦ Digvijaysinhji of Nawanagar.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 642