Book Title: Dhyandipika
Author(s): Hemprabhvijay
Publisher: Vijaychandrasuri Jain Gyanmandir

Previous | Next

Page 5
________________ પ્રસ્તાવના ॐ આ ધ્યાનદીપિકા ગ્રંથ શ્રીમાન તપાગચ્છીય ઉપાધ્યાયજી સકલચદ્રજીના કરેલા છે. આ ગ્રંથ સંસ્કૃતમાં રચેલા છે. આ ગ્રંથમાં માગધી તથા સંસ્કૃત થઈ ખસા પિસ્તાળીસ ગાથા તથા શ્લેાકેા છે. આ ગ્રંથના કર્તા શ્રીમદ્ ઉપાધ્યાયજી સકલચંદ્રજી, દાનવિજયજીના શિષ્ય સમજાય છે. તેઓશ્રીએ શ્રીમાન હીરવિજયજી સૂરિ પાસે અભ્યાસ કરેલા કહેવાય છે. શ્રીમાન હીરવિજયજી સૂરિના દેહાંત વિક્રમ સ, ૧૬૫૨ માં થયા ગણાય છે. તે પહેલાં આ ગ્રંથકારના દેહાંત થયેલા સમજાય છે. આ ગ્રંથના છેલ્લા શ્લેાક ઉપરથી આ ગ્રંથ બનાવવાના વખત ઘણે ભાગે વિક્રમ સંવત ૧૬૨૧ ના નિર્ણીત થાય છે, એટલે ઉપાધ્યાયજીની હયાતી સેાળમા સકામાં હતી તે વાત ચાક્કસ છે. * ઉપાધ્યાયજીની જન્મભૂમિ ચાક્કસ રીતે જાણવામાં નથી આવતી, છતાં દ'તકથા તરીકે એમ સભળાય છે કે તેઓશ્રી સુરતના નિવાસી વણિક કામમાં જન્મ પામ્યા હતા. પેાતાનું લગ્ન નજીકમાં જ થયેલું હતું. પેાતે એક દિવસ સામાયિક લઈને બેઠા હતા. શિયાળાના દિવસ હતા અને ટાઢને લઈ વજ્ર એઢીને બેઠા હતા. તે પ્રસંગે પ્રાતઃકાળે તેમનાં નવાઢા પત્ની શુરુવંદનાર્થે આવ્યાં અને સાધુઓને વંદન કરતાં કરતાં પેાતાના પતિ જે સામાયિક લઇને બેઠા હતા તેમને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 436