Book Title: Dharmvir Mahavir ane Karmvir Krushna
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 5
________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ t: ૧૪૩ તેને પૂજા પ્રકારે જુએ, અગર તેમનાં મંદિરની રચના અને સ્થાપત્ય જુઓ તે પણ તેમાં એ પ્રવૃત્તિ અને નિવૃત્તિચક્રના આદર્શની ભિન્નતા સ્પષ્ટ જોઈ શકાશે. ઉક્ત ચાર મહાન પુરુષમાં એક બુદ્ધને બાદ કરીએ તે સામાન્ય રીતે એમ કહી શકાય કે બાકીના ત્રણેય પુરૂષોની પૂજા, તેમના સમ્પ્રદાયે. અને તેમને અનુયાયી વર્ગ હિન્દુસ્તાનમાં જ અસ્તિત્વ ધરાવે છે; જ્યારે બુદ્ધની પૂજ, સપ્રદાય તથા તેમનો અનુયાયી વર્ગ એશિયાવ્યાપી છે. રામ અને કૃષ્ણના આદર્શોને પ્રચારકવર્ગ મુખ્યપણે પુરે હિત હોઈ તે ગૃહસ્થ છે, જ્યારે મહાવીર અને બુદ્ધના આદર્શોને પ્રચારકવર્ગ ત્યાગી હોઈ તે ગૃહસ્થ નથી. રામ અને કૃષ્ણના ઉપાસકેમાં હજારે સંન્યાસીઓ હોવા છતાં તે સંસ્થા મહાવીર અને બુદ્ધના ભિક્ષુસંધ જેવી તબદ્ધ અથવા વ્યવસ્થિત નથી. ગુરુ પદ ધરાવતી હજારે સ્ત્રીઓ આજે પણ મહાવીર અને ખુહના ભિક્ષુસંધમાં વર્તમાન છે; જ્યારે રામ અને કૃષ્ણના ઉપાસક સંન્યાસીવર્ગમાં એ વસ્તુ નથી. રામ અને કૃષ્ણના મુખેથી સાક્ષાત ઉપદેશામેલ કઈ પણ શાસ્ત્ર હોવા વિશેનાં પ્રમાણે નથી; જ્યારે મહાવીર અને બુદ્ધના મુખેથી સાક્ષાત ઉપદેશાવેલ છેડા પણ ભાગે નિર્વિવાદ અસ્તિત્વ ધરાવે છે. રામ અને કૃષ્ણને નામે ચડેલાં શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે, જ્યારે મહાવીર અને બુદ્ધના ઉપદેશો તકાલીન પ્રચલિત લોકભાષામાં છે. સરખામણીની મર્યાદિતતા અને તેનાં દષ્ટિબિન્દુએ હિન્દુસ્તાનમાં સાર્વજનિક પૂજા પામેલ ઉપરના ચાર મહાન પુરુષોમાંથી કઈ પણ એકના જીવન વિશે વિચાર કરવો હોય કે તેના સપ્રદાય, તત્વજ્ઞાન અને કાર્યક્ષેત્રને વિચાર કર હોય તે બાકીના ત્રણેયને લગતી તે તે વસ્તુને વિચાર સાથે જ કર પ્રાપ્ત થાય છે, કારણ કે, આ આખા દેશમાં એક જ જાતિ અને એક જ કુટુમ્બમાં ઘણી વાર ઉક્ત ચારેય પુરુષો અથવા તેમાંથી એક કરતાં વધારે પુરુષોની પૂજા અને માન્યતા પ્રચલિત હતી અને અત્યારે પણ છે. તેથી એ પૂજ્ય પુરુષોના આદર્શો મૂળમાં ભિન્ન ભિન્ન હોવા છતાં પાછળથી તેમાં અરસપરસ ધણી આપલે થઈ છે અને કોઈ વાર એકને તે કઈ વાર બીજાને પ્રભાવ અરસપરસ પડ્યો છે. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં પણ આ સ્થળે તે ધર્મવીર મહાજીરના જીવન સાથે કર્મવીર કૃષ્ણના જ જીવનની સરખામણું કરવા ધારી છે; અને આ બન્ને મહાન પુરુષોના જીવનપ્રસંગની સરખામણું પણ આ સ્થળે માત્ર અમુક ભાગ પૂરતી જ કરવા ધારી છે. સમગ્ર જીવનવ્યાપી સરખામણ અને ચારેય પુરુષોની સાથે સાથે વિસ્તૃત સરખામણ જે સમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 3 4 5 6 7