Page #1
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
[૩] દેવીપૂજામાંથી મનુષ્યપૂજાને ક્રમિક વિકાસ
જેમ બીજા દેશે અને બીજી પ્રજામાં તેમ આ દેશ અને આર્ય પ્રજામાં પણ જૂના વખતથી ક્રિયાકા અને વહેમનાં રાજ્યની સાથે સાથે છેડે પણ આધ્યાત્મિક ભાવ હતે. વૈદિક મયુગ અને બ્રાહ્મણયુગના વિસ્તૃત અને જટિલ ક્રિયાકાડો જ્યારે થતાં ત્યારે પણ આધ્યાત્મિક ચિંતન, તપનું અનુષ્ઠાન અને ભૂતદયાની ભાવના એ તો પ્રજામાં ઓછા પ્રમાણમાં પણ પ્રવર્તતાં હતાં. ધીમે ધીમે સગુણોને મહિમા વધવા લાગ્યો અને ક્રિયાકલાપ તથા વહેમનું રાજ્ય ઘટતું ચાલ્યું. જેમ જેમ પ્રજાના માનસમાં સદ્દગુણોની પ્રતિષ્ઠાએ સ્થાન મેળવ્યું તેમ તેમ તેના માનસમાંથી ક્રિયાકલાપ અને વહેમની પ્રતિષ્ઠાએ સ્થાન ગુમાવ્યું. ક્રિયાકલાપ અને વહેમોની પ્રતિષ્ઠા સાથે હંમેશાં અદમ્ય શક્તિને સંબંધ જોયેલે હૈય છે. જ્યાં સુધી કઈ અદશ્ય શક્તિ (પછી તે દેવ, દાનવ, દત્ય, ભૂત, પિશાચ કે એવા બીજા કોઈ ગમે તે નામથી ઓળખવામાં આવે) માનવામાં કે મનાવવામાં ન આવે ત્યાં સુધી ક્રિયાકાષ્ઠા કે વહેમે ચાલી કે જીવી શકે જ નહિ; એટલે ક્રિયાકાડે અને વહેમના રાજ્ય વખતે તેની સાથે દેવપૂજા અનિવાર્યરૂપે સંકળાયેલી હોય એ તદન સ્વાભાવિક છે. એથી ઊલટું સગુણની ઉપાસના અને પ્રતિષ્ઠા સાથે કોઈ અદશ્ય દેવશક્તિને નહિ, પણ પ્રત્યક્ષ દેખી શકાય એવી મનુષ્ય વ્યક્તિનો સંબંધ હોય છે. સગુણની ઉપાસના કરનાર કે બીજા પાસે તે આદર્શ રજૂ કરનાર વ્યકિત કોઈ વિશિષ્ટ મનુષ્યને જ પિતાને આદર્શ માની તેનું અનુકરણ કરવા પ્રયત્ન કરે છે. એટલે સગુણોની પ્રતિષ્ઠા વધવાની સાથે સાથે અદશ્ય એવા દેવની પૂજાનું સ્થાન દૃશ્ય મનુષ્યની પૂજા લે છે. મનુષ્યપૂજાની પ્રતિષ્ઠા
જો કે સગુણની ઉપાસના અને મનુષ્યપૂજા પ્રથમથી વિકસિત થતાં આવતાં હતાં, છતાં ભગવાન મહાવીર અને બુદ્ધ એ બે મહાન પુરુષોના સમયમાં એ વિકાસે અસાધારણ વિશેષતા પ્રાપ્ત કરી, જેને લીધે ક્રિાકાષ્ઠ
Page #2
--------------------------------------------------------------------------
________________
૪૦
દર્શોન અને ચિંતન
અને વહેમેના કિલ્લાની સાથે સાથે તેના અધિધ્યાયક અદૃશ્ય દેવોની પૂજાને ભારે આધાત પહોંચ્યા. ભગવાન મહાવીર અને યુદ્ઘના યુગ એટલે ખરેખર મનુષ્યપૂજાને યુગ. આ યુગમાં સેકડા અને હજારા નરનારીએ ક્ષમા, સંતોષ, તપ, ધ્યાન આદિ ગુણા કેળવવા જિંદગી અર્પે છે અને તે ગુણેની પરાકાષ્ઠાએ પહોંચેલ એવી પાતાની શ્રદ્ધાસ્પદ મહાવીર--બુદ્ધ જેવી મનુષ્યવ્યક્તિની ધ્યાન દ્વારા કે મૂર્તિ દ્વારા પૂજા કરે છે. આ રીતે માનવપૂજાને ભાવ વધવાની સાથે જ દેવમૂર્તિનું સ્થાન મનુષ્યમૂર્તિ વિશેષ પ્રમાણમાં લે છે.
મહાવીર અને બુદ્ધ જેવા તપસ્વી, ત્યાગી અને જ્ઞાની પુરુષો દ્વારા સદ્ગુણાની ઉપાસનાને વેગ મળ્યો અને તેનુ પરિણામ ક્રિયાકાણ્ડપ્રધાન બ્રાહ્મણસંસ્કૃતિ ઉપર સ્પષ્ટ આવ્યું. તે એ કે જે બ્રાહ્મણસંસ્કૃતિ એક વાર દેવ, દાનવ અને દૈત્યાની ભાવનામાં તથા ઉપાસનામાં મુખ્યપણે મશગૂલ હતી, તેણે પણ મનુષ્યપૂજાને સ્થાન આપ્યું. લોકા હવે અદૃશ્ય દેવને બદલે કાઈ મહાન વિભૂતિરૂપ મનુષ્યને પૂજવા, માનવા અને તેને આદશ જીવનમાં ઉતારવા તત્પર હતા. એ તત્પરતા શમાવવા બ્રાહ્મણુસસ્કૃતિએ પણ રામ અને કૃષ્ણના માનવીય આદર્શો રજૂ કર્યા તેમ જ તેમની મનુષ્ય તરીકેની પૂજા ચાલી. મહાવીરબુદ્ધયુગ પહેલાં રામ-કૃષ્ણની આદર્શ મનુષ્ય તરીકેની વિશિષ્ટ પૂજા કે પ્રતિષ્ઠાનાં ચિહ્નો કથાય શાસ્ત્રમાં દેખાતાં નથી. તેથી ઊલટુ મહાવીર-મુદ્દયુગ પછી કે તે યુગની સાથે સાથે રામ અને કૃષ્ણની મનુષ્ય તરીકેની પૂજા પ્રતિષ્ઠાનાં પ્રમાણ આપણને સ્પષ્ટ મળી આવે છે. તેથી અને ીજા સાધનાથી એમ માનવાને ચેસ કારણ મળે છે કે માનવીય પૂજાપ્રતિષ્ઠાનો પાકા પાયે મહાવીર–ક્ષુદ્ધના યુગથી નખાય છે અને દેવપૂજક વર્ગોમાં પણ મનુષ્યપૂજાના વિવિધ પ્રકારો અને સમ્પ્રદાય શરૂ થાય છે. મનુષ્યપૂજામાં દૈવીભાવનું' મિશ્રણ
લાખા અને કરાડેડ ભાસાના મનમાં જે સંસ્કાર સેંકડા અને હજારો વર્ષો થયાં રૂઢ થએલા હોય છે તે કઈ એકાદ પ્રયત્નથી કે થોડા વખતમાં બદલવા શકય નથી હોતાં તેથી અલૌકિક દેવમહિમા, દૈવી ચમત્કારો અને દેવપૂજાની ભાવનાના સંસ્કારે પ્રજામાનસમાંથી મૂળમાંથી ખસ્યા ન હતા. તેને લીધે બ્રાહ્મણસ'સ્કૃતિએ રામ અને કૃષ્ણ જેવા પુરુષોને આરા તરીકે મૂકી તેમની પ્રજાપ્રતિષ્ઠા શરૂ કરી, છતાં પ્રજામાનસ દૈવીભાવ સિવાય સંતુષ્ટ થાય એવી સ્થિતિમાં આવ્યું ન હતું. તેને લીધે તે વખતના બ્રાહ્મણસ્કૃતિના આગેવાન
Page #3
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર મહાવીર અને કવાર કૃષ્ણ
[ ૨૪૧
વિદ્યાનાએ એક રામ અને કૃષ્ણને મનુષ્ય તરીકે આલેખ્યા-વના, છતાં તેમના આન્તરિક અને બાહ્ય જીવન સાથે અદૃશ્ય દૈવી અશ અને અદૃશ્ય દૈવી કાના સધિ પણ જોડી દીધા. એ જ રીતે મહાવીર અને મુદ્દ આદિના ઉષાસંકાએ એમને શુદ્ધ મનુષ્ય તરીકે જ આલેખ્યા, છતાં તેમના જીવનના કાઈ ને કાઈ ભાગ સાથે અલૌકિક દેવતાઈ સબધ પણ જોડી દીધા. બ્રાહ્મણસસ્કૃતિ એક અને અખંડ આત્મતત્ત્વને માનનારી હોવાથી તેણે પોતાના તત્ત્વજ્ઞાનને ખધખેસે તેમ જ સ્થૂળ લેાની દેવપૂજાની ભાવના સાધાય એ રાતે રામ અને કૃષ્ણના મનુષ્યજીવનને દૈવી ચીતર્યું. એણે પરમાત્મા વિષ્ણુને જ રામ અને કૃષ્ણના માનવીય રૂપમાં અવતાર લીધાનું વર્ણવ્યું. જ્યારે શ્રમણસંસ્કૃતિ આત્મભેદ માનનારી અને કર્મવાદી હોવાને લીધે પેાતાના તત્ત્વજ્ઞાનને બંધબેસે એવી રીતેજ એણે પેાતાના આદર્શ ઉપાસ્ય મનુષ્યને વર્ણવ્યા અને લોકોની દેવીપૂજાની ભૂખ ભાંગવા તેણે પ્રસંગે પ્રસંગે દેવાના અનુચરે અને ભકતારૂપે મહાવીર, યુદ્ધ આદિ સાથે સંબધ જોયો. આ રીતે એક સંસ્કૃતિમાં મનુષ્યપૂન દાખલ થયા છતાં તેમાં દિવ્ય અંશ જ મનુષ્યરૂપે અવતાર લે છે, એટલે એમાં આા મનુષ્ય એ માત્ર અલૌકિક દિવ્યશક્તિના પ્રતિનિધિ અને છે; જ્યારે ખીજી સંસ્કૃતિમાં મનુષ્ય પોતે જ પોતાના સદ્ગુણ માટેના પ્રયત્નથી દેવ અને છે અને લૉકામાં બનાતા અદૃશ્ય દેવો તા માત્ર પેલા આદર્શ મનુષ્યના અનુચશે અને ભક્તો થઈ એની પાછળ પાછળ દાડે છે.
ચાર મહાન આ પુરુષા
મહાવીર અને મુદ્દની ઐતિહાસિકતા નિર્વિવાદ હાવાથી એમાં સહૃદને અવકારા નથી; જ્યારે રામ અને કૃષ્ણની બાબતમાં એથી ઊલટું છે. એમના ઐતિહાસિક વિશે બૈતાં સ્પષ્ટ પ્રમાણેા ન હેાવાથી તે વિશે પરસ્પર વિધી અનેક કલ્પનાઓ પ્રવર્તે છે. તેમ છતાં રામ અને કૃષ્ણનું વ્યક્તિત્વ પ્રશ્નમાનસમાં એટલું બધું વ્યાપક અને ઊંડું અંકિત થયેલું છે કે પ્રજાને મન તો એ બન્ને મહાન પુરુષો સાચા ઐતિહાસિક જ છે. ભલે વિદ્વાન અને સાવકામાં એમના ઐતિહાસિકત્વ વિશે વાદવિવાદ કે ઊહાપોહ ચાલ્યા કરે અને તેનુ ગમે તે પરિણામ આવે, છતાં એ મહાન પુરુષોના વ્યક્તિત્વની પ્રજામાનસ ઉપર પડેલી છાપ જોતાં એમ કહેવું પડે છે કે પ્રજાને મન તો એ બન્ને પુરુષો પોતાના હૃદ્યહાર છે. આ રીતે વિચાર કરતાં આ - પ્રજામાં મનુષ્ય તરીકે પૂજાતા ચાર જ મહાન પુરુષો આણી સામે ઉપસ્થિત ૧
Page #4
--------------------------------------------------------------------------
________________
૨૪૨]
દર્શન અને ચિંતન
ચાય છે. આય ધમની વૈદિક, જૈન અને બૌદ્દ એ ત્રણેય શાખાઓના પૂજ્ય મનુષ્ય ઉક્ત ચાર જ મહાન પુરુષો છે, જેમની જુદાજુદા પ્રાન્તોમાં ને જુદી જુદી કામમાં એક અથવા બીજે રૂપે ઉપાસના અને પૂજા ચાલે છે.
, :
ચારેયની મક્ષિપ્ત તુલના
રામ અને કૃષ્ણ તેમ જ મહાવીર અને ચાર મહાન પુરુષો કહા જ્ઞાતિથી ક્ષત્રિય છે. હિન્દુસ્તાનમાં આવેલાં છે અને રામચંદ્રજી પ્રવૃત્તિનું ક્ષેત્ર દક્ષિણ હિન્દુસ્તાન બન્યું નથી.
ખુદ્દ એ બન્ને યુગલ કહા કે ચારેયનાં જન્મસ્થાનો ઉત્તર સિવાય તેમનામાંથી ક્રેઈનીચે
રામ અને કૃષ્ણને આદર્શ એક જાતના છે; અને નહાવીર તથા મુદ્દના બીજી જાતના છે. વૈદિક સૂત્ર અને સ્મૃતિશાસ્ત્રોમાં વર્ણાશ્રમધમ ને અનુસરી રાજ્યશાસન કરવું, ગા—બ્રાહ્મણની પ્રતિપાલના કરવી, તેને જ અનુસરી ન્યાય-અન્યાયના નિય કરવા અને એ પ્રમાણે પ્રજામાં ન્યાયનું રાજ્ય સ્થાપવું એ રામ અને કૃષ્ણના મળતાં જીવનવૃત્તાન્તને મુખ્ય આદર્શ છે. એમાં ભાગ છે, યુદ્ધ છે અને દુન્યવી બધી પ્રવૃત્તિ છે; પણ એ બધુ પ્રવૃત્તિચક્ર સામાન્ય પ્રજાજનને નિત્યના જીવનક્રમમાં પદાર્થપાઠ આપવા માટે છે. નહાવીર અને ખુદ્દનાં જીવનવૃત્તાન્તા એથી તદ્દન જુદા પ્રકારનાં છે. એમાં નથી ભોગ માટેની ધનાલ કે નથી યુદ્ધની તૈયારી. એમાં તો સૌથી પહેલાં તેમના પેાતાના જીવનશોધનને જ પ્રશ્ન આવે છે અને તેમના પોતાના જીવનશેધન પછી જ તેના પરિણામરૂપે પ્રજાજનને ઉપયાગી થવાની વાત છે. રામ અને કૃષ્ણના જીવનમાં સત્ત્વસ ંશુદ્ધિ છતાં રજોગુણ મુખ્યપણે કામ કરે છે; જ્યારે મહાવીર તેમ જ યુદ્ઘના જીવનમાં રાજસ્ અશ છતાં મુખ્યપણે સત્ત્વસંશુદ્ધિ કામ કરે છે. તેથી પહેલા આદશમાં અંતર્મુ ખતા છતાં મુખ્યપણે અહિ ખતા ભાસે છે અને ખીજામાં બહિર્મુખતા છતાં મુખ્યપણે અન્તમુ ખતા ભાસે છે. આ જ વસ્તુને બીજા શબ્દોમાં કહેવી હોય તા એમ કહી શકાય કે એકનો આદર્શ કર્મચક્રના અને ખજાના ધચક્રના છે. આ અન્ને જુદા જુદા આદર્શો પ્રમાણે જ તે મહાન પુરુષોના સમ્પ્રદાયે સ્થપાયા છે; તેમનું સાહિત્ય તે જ રીતે સર્જાયુ છે, પોષાય છે અને પ્રચાર પામ્યું છે. તેમના અનુયાયીવર્ગની ભાવના પણ એ આદર્શો પ્રમાણે જ ઘડાયેલી છે અને તેમના પોતાના તત્ત્વજ્ઞાનમાં કે તેમને નામે ચડેલા તત્ત્વજ્ઞાનમાં એ જ પ્રવૃત્તિ અને નિવૃત્તિના ચક્રને લક્ષી ખધું તન્ત્ર ગાવાયેલું છે. ઉક્ત ચારેય મહાન પુરુષોની મૂર્તિ
નિહાળે કે
Page #5
--------------------------------------------------------------------------
________________
ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ
t: ૧૪૩ તેને પૂજા પ્રકારે જુએ, અગર તેમનાં મંદિરની રચના અને સ્થાપત્ય જુઓ તે પણ તેમાં એ પ્રવૃત્તિ અને નિવૃત્તિચક્રના આદર્શની ભિન્નતા સ્પષ્ટ જોઈ શકાશે. ઉક્ત ચાર મહાન પુરુષમાં એક બુદ્ધને બાદ કરીએ તે સામાન્ય રીતે એમ કહી શકાય કે બાકીના ત્રણેય પુરૂષોની પૂજા, તેમના સમ્પ્રદાયે. અને તેમને અનુયાયી વર્ગ હિન્દુસ્તાનમાં જ અસ્તિત્વ ધરાવે છે;
જ્યારે બુદ્ધની પૂજ, સપ્રદાય તથા તેમનો અનુયાયી વર્ગ એશિયાવ્યાપી છે. રામ અને કૃષ્ણના આદર્શોને પ્રચારકવર્ગ મુખ્યપણે પુરે હિત હોઈ તે ગૃહસ્થ છે, જ્યારે મહાવીર અને બુદ્ધના આદર્શોને પ્રચારકવર્ગ ત્યાગી હોઈ તે ગૃહસ્થ નથી. રામ અને કૃષ્ણના ઉપાસકેમાં હજારે સંન્યાસીઓ હોવા છતાં તે સંસ્થા મહાવીર અને બુદ્ધના ભિક્ષુસંધ જેવી તબદ્ધ અથવા વ્યવસ્થિત નથી. ગુરુ પદ ધરાવતી હજારે સ્ત્રીઓ આજે પણ મહાવીર અને ખુહના ભિક્ષુસંધમાં વર્તમાન છે; જ્યારે રામ અને કૃષ્ણના ઉપાસક સંન્યાસીવર્ગમાં એ વસ્તુ નથી. રામ અને કૃષ્ણના મુખેથી સાક્ષાત ઉપદેશામેલ કઈ પણ શાસ્ત્ર હોવા વિશેનાં પ્રમાણે નથી; જ્યારે મહાવીર અને બુદ્ધના મુખેથી સાક્ષાત ઉપદેશાવેલ છેડા પણ ભાગે નિર્વિવાદ અસ્તિત્વ ધરાવે છે. રામ અને કૃષ્ણને નામે ચડેલાં શાસ્ત્રો સંસ્કૃત ભાષામાં છે, જ્યારે મહાવીર અને બુદ્ધના ઉપદેશો તકાલીન પ્રચલિત લોકભાષામાં છે. સરખામણીની મર્યાદિતતા અને તેનાં દષ્ટિબિન્દુએ
હિન્દુસ્તાનમાં સાર્વજનિક પૂજા પામેલ ઉપરના ચાર મહાન પુરુષોમાંથી કઈ પણ એકના જીવન વિશે વિચાર કરવો હોય કે તેના સપ્રદાય, તત્વજ્ઞાન અને કાર્યક્ષેત્રને વિચાર કર હોય તે બાકીના ત્રણેયને લગતી તે તે વસ્તુને વિચાર સાથે જ કર પ્રાપ્ત થાય છે, કારણ કે, આ આખા દેશમાં એક જ જાતિ અને એક જ કુટુમ્બમાં ઘણી વાર ઉક્ત ચારેય પુરુષો અથવા તેમાંથી એક કરતાં વધારે પુરુષોની પૂજા અને માન્યતા પ્રચલિત હતી અને અત્યારે પણ છે. તેથી એ પૂજ્ય પુરુષોના આદર્શો મૂળમાં ભિન્ન ભિન્ન હોવા છતાં પાછળથી તેમાં અરસપરસ ધણી આપલે થઈ છે અને કોઈ વાર એકને તે કઈ વાર બીજાને પ્રભાવ અરસપરસ પડ્યો છે. આવી વસ્તુસ્થિતિ હોવા છતાં પણ આ સ્થળે તે ધર્મવીર મહાજીરના જીવન સાથે કર્મવીર કૃષ્ણના જ જીવનની સરખામણું કરવા ધારી છે; અને આ બન્ને મહાન પુરુષોના જીવનપ્રસંગની સરખામણું પણ આ સ્થળે માત્ર અમુક ભાગ પૂરતી જ કરવા ધારી છે. સમગ્ર જીવનવ્યાપી સરખામણ અને ચારેય પુરુષોની સાથે સાથે વિસ્તૃત સરખામણ જે સમય
Page #6
--------------------------------------------------------------------------
________________
૨૪૪. ]
દર્શન અને ચિંતન
અમે સ્વાસ્થ્યની અપેક્ષા રાખે છે તે આજે નથી. તેથી અત્રે બહુ જ પરિમિત રૂપમાં સરખામણી કરવા ધારી છે; મહાવીરના જન્માણથી ભાંડી કૈવલજ્ઞાનની પ્રાપ્તિ સુધીના જીવનના કેટલાક બનાવ કૃષ્ણના જન્માણથી માંડી કુદ્ધ સુધીના કેટલાક અનાવા સાથે સરખાવવા ધાર્યો છે.
આ સરખામણી મુખ્યપણે ત્રણ દૃષ્ટિબિન્દુએ લક્ષ્યમાં રાખી કરવામાં
આવેલી છે :
(૧) પહેલું તે એ કે બન્નેના જીવનની ઘટનામાં સંસ્કૃતિભેદ શે છે ? ’—એ તારવવુ.
6
(૨)
જી એ કે એ ઘટનાઓના વર્ણનના પરસ્પર એકબીજા ઉપર કાંઈ પ્રભાવ પડ્યો છે કે હે ? અને એમાં કેટકેટલા ફેરફાર કે વિકાસ સધાયા છે ? '...એની પરીક્ષા કરવી.
<
(૩) ત્રીજું દૃષ્ટિબિન્દુ એ છે કે · લોકોમાં ધબ્રાવના જાગ્રત રાખવા તેમ જ સમ્પ્રદાયના પાયા મજબૂત કરવા મુખ્યપણે કઈ જતના સાધનનો ઉપયોગ ચાગ્રન્થાનાં કે જીવનવૃત્તાન્તામાં થતો ?’--તેનું પૃથ્થકરણ કરવું અને ઔચિત્ય વિચારવું.
પરસમ્પ્રદાયનાં શાણોમાં પણ મળી આવતાં દૅિશા અને વહુના
ઉપર કહેલ દૃષ્ટિબિન્દુએથી કેટલીક ધટનાઓની નોંધ કરીએ તે પહેલાં અહીં એક બાબત ખાસ નોંધી લેવી યોગ્ય છે, જે વિચારાને કૌતુકવષઁક છે, એટલું જ નહિ, પણ જે અનેક ઐતિહાસિક રહસ્યના ઉદ્ઘાટન અને તેના વિશ્લેષણ વાસ્તે તેમની પાસેથી સતત અને અવલોકનપૂણૅ મધ્યસ્થ પ્રયત્નની અપેક્ષા રાખે છે. તે બાબત એ છે કે બૌદ્ધ પિટકામાં જ્ઞાતપુત્ર તરીકે ભગવાન મહાૌરના અનેક વાર સ્પષ્ટ નિર્દેશ આવે છે, પણ તેમાં રામ કે કૃષ્ણ કાઈ ને નિર્દેશ નથી. કાંઈક પાળના બૌદ્ધ જાતામાં (જુએ દશરયાતક ન. ૪૬૧) રામ અને સીતાની કથા આવે છે, પણ તે વાલ્મીકિના વર્ણન કરતાં તદ્દન જુદી જાતની છે, કેમ કે એમાં સીતાને રામની બહેન તરીકે વર્ણવેલ છે. કૃષ્ણની કથાના નિર્દેશ તા કાઈ પણ પાછળના ઔદ્ધ ગ્રન્થમાં સુધ્ધાં અદ્યાપિ અમારા જોવામાં આવ્યા નથી; જ્યારે જૈન શાસ્ત્રમાં રામ અને કૃષ્ણ એ બન્નેની જીવનકથાઓએ ઠીકઠીક ભાગ રેયો છે. આગમ તરીકે લેખાતા અને પ્રમાણમાં અન્ય આગમગ્રન્થા કરતાં પ્રાચીન મનાતા અંગ સાહિત્યમાં જોકે રામચંદ્રજીની ફધા નથી, છતાં કૃષ્ણની કથ! તેને એ અંગ (જ્ઞાત અને અંતગડ) ગ્રન્થામાં સ્પષ્ટ
Page #7
--------------------------------------------------------------------------
________________ અને વિસ્તૃત આવે છે. અંગગ્રન્થમાં સ્થાન ન પામેલ રામચંદ્રજીની કથા પણ પાછલા શ્વેતામ્બર–દિગમ્બર બન્નેના પ્રાકૃત-સંસ્કૃત કથાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન લે છે, અને તેમાં વાલ્મીકિ રામાયણને સ્થાને જૈન રામાયણ બની જાય છે. એ તે દેખીતું જ છે કે શ્વેતામ્બર અને દિગમ્બર બન્નેના વાલ્મમાં રામ અને કૃષ્ણની કથા બ્રાહ્મણવાડ્મય જેવી ન જ હોય, તેમ છતાં એ કથાઓ અને તેના વર્ણનની જૈન શૈલી જોતાં એમ સ્પષ્ટ જણાઈ આવે છે કે એ કથાઓ મૂળમાં બ્રાહ્મણસાહિત્યની જ હેવી જોઈએ અને તે કપ્રિય થતાં તેને જૈન સમ્પ્રદાયમાં પણ જૈન દષ્ટિએ સ્થાન અપાયેલું હોવું જોઈએ. આ બાબત આગળ વધારે સ્પષ્ટ થશે. આશ્ચર્યની વાત એ છે કે જૈન સંસ્કૃતિથી પ્રમાણમાં વિશેષ ભિન્ન એવી બ્રાહ્મણ સંસ્કૃતિના માન્ય રામ અને કૃષ્ણ એ બે પુરુષોએ જૈન ભયમાં જેટલું સ્થાન રેકર્યું છે, તેના હજારમા ભાગનું સ્થાન પણ ભગવાન મહાવીરના સમકાલીન અને તેમની સંસ્કૃતિને પ્રમાણમાં વધારે નજીક એવા તથાગત બુદ્ધના વર્ણને રેવું નથી. બુદ્ધનો અસ્પષ્ટ નામનિર્દેશ માત્ર અંગગ્રસ્થમાં એકાદ જગ્યાએ દેખાય છે, જોકે તેમના તત્ત્વજ્ઞાનનાં સૂચન પ્રમાણમાં વિશેષ મળે છે. આ બૌદ્ધ અને જૈન ગ્રન્થમાં રામ અને કૃષ્ણની કથા વિશે વાત થઈ, પણ હવે બ્રાહ્મણશાસ્ત્રમાં મહાવીર અને બુદ્ધના નિર્દેશ વિશે જોઈએ. પુરાણ પહેલાંના કેઈ બ્રાહ્મણગ્રન્થમાં તેમ જ વિશેષ પ્રાચીન મનાતાં પુરાણોમાં અને મહાભારત સુધ્ધાંમાં બુદ્ધને નિર્દેશ કે તેમનું બીજું વર્ણન કોઈ ધ્યાન ખેંચે એવું નથી, છતાં એ જ બ્રાહ્મણસંસ્કૃતિના અતિપ્રસિદ્ધ અને બહુમાન્ય ભાગવતમાં બુદ્ધ વિષ્ણુના એક અવતાર તરીકે બ્રાહ્મણમાન્ય સ્થાન પામે છે—જેમ જૈન ગ્રન્થમાં કૃષ્ણ એક ભાવી અવતાર (તીર્થકર ) તરીકે સ્થાન પામે છે. આ રીતે પ્રથમના બ્રાહ્મણસાહિત્યમાં સ્થાન નહિ પામેલ બુદ્ધ મોડે મોડે પણ તે સાહિત્યમાં એક અવતાર તરીકે પ્રતિષ્ઠા પામે છે, ત્યારે ખુદ બુદ્ધ ભગવાનના સમકાલીન અને બુદ્ધિની સાથોસાથ બ્રાહ્મણસંસ્કૃતિના પ્રતિસ્પધી તેજસ્વી પુરુષ તરીકે એક વિશિષ્ટ સમ્પ્રદાયનું નાયકપદ ધરાવનાર એતિહાસિક ભગવાન મહાવીર કોઈ પણ પ્રાચીન કે અર્વાચીન બ્રાહ્મણગ્રન્થમાં સ્થાન પામતા નથી. અહીં વિશેષ ધ્યાન ખેંચે એવી બાબત તો એ છે કે જ્યારે મહાવીરના નામને કે તેમના જીવનવૃત્તનો કશો જ નિર્દેશ બ્રાહ્મણ સાહિત્યમાં નથી ત્યારે ભાગવત જેવા લોકપ્રિય ગ્રન્થમાં જૈન સમ્પ્રદાયના પૂજ્ય અને અતિપ્રાચીન મનાતા પ્રથમ તીર્થકર ઋષભદેવની જીવનકથા સંક્ષેપમાં છતાં માર્મિક અને આદરણીય સ્થાન પામી છે.