________________ અને વિસ્તૃત આવે છે. અંગગ્રન્થમાં સ્થાન ન પામેલ રામચંદ્રજીની કથા પણ પાછલા શ્વેતામ્બર–દિગમ્બર બન્નેના પ્રાકૃત-સંસ્કૃત કથાસાહિત્યમાં વિશિષ્ટ સ્થાન લે છે, અને તેમાં વાલ્મીકિ રામાયણને સ્થાને જૈન રામાયણ બની જાય છે. એ તે દેખીતું જ છે કે શ્વેતામ્બર અને દિગમ્બર બન્નેના વાલ્મમાં રામ અને કૃષ્ણની કથા બ્રાહ્મણવાડ્મય જેવી ન જ હોય, તેમ છતાં એ કથાઓ અને તેના વર્ણનની જૈન શૈલી જોતાં એમ સ્પષ્ટ જણાઈ આવે છે કે એ કથાઓ મૂળમાં બ્રાહ્મણસાહિત્યની જ હેવી જોઈએ અને તે કપ્રિય થતાં તેને જૈન સમ્પ્રદાયમાં પણ જૈન દષ્ટિએ સ્થાન અપાયેલું હોવું જોઈએ. આ બાબત આગળ વધારે સ્પષ્ટ થશે. આશ્ચર્યની વાત એ છે કે જૈન સંસ્કૃતિથી પ્રમાણમાં વિશેષ ભિન્ન એવી બ્રાહ્મણ સંસ્કૃતિના માન્ય રામ અને કૃષ્ણ એ બે પુરુષોએ જૈન ભયમાં જેટલું સ્થાન રેકર્યું છે, તેના હજારમા ભાગનું સ્થાન પણ ભગવાન મહાવીરના સમકાલીન અને તેમની સંસ્કૃતિને પ્રમાણમાં વધારે નજીક એવા તથાગત બુદ્ધના વર્ણને રેવું નથી. બુદ્ધનો અસ્પષ્ટ નામનિર્દેશ માત્ર અંગગ્રસ્થમાં એકાદ જગ્યાએ દેખાય છે, જોકે તેમના તત્ત્વજ્ઞાનનાં સૂચન પ્રમાણમાં વિશેષ મળે છે. આ બૌદ્ધ અને જૈન ગ્રન્થમાં રામ અને કૃષ્ણની કથા વિશે વાત થઈ, પણ હવે બ્રાહ્મણશાસ્ત્રમાં મહાવીર અને બુદ્ધના નિર્દેશ વિશે જોઈએ. પુરાણ પહેલાંના કેઈ બ્રાહ્મણગ્રન્થમાં તેમ જ વિશેષ પ્રાચીન મનાતાં પુરાણોમાં અને મહાભારત સુધ્ધાંમાં બુદ્ધને નિર્દેશ કે તેમનું બીજું વર્ણન કોઈ ધ્યાન ખેંચે એવું નથી, છતાં એ જ બ્રાહ્મણસંસ્કૃતિના અતિપ્રસિદ્ધ અને બહુમાન્ય ભાગવતમાં બુદ્ધ વિષ્ણુના એક અવતાર તરીકે બ્રાહ્મણમાન્ય સ્થાન પામે છે—જેમ જૈન ગ્રન્થમાં કૃષ્ણ એક ભાવી અવતાર (તીર્થકર ) તરીકે સ્થાન પામે છે. આ રીતે પ્રથમના બ્રાહ્મણસાહિત્યમાં સ્થાન નહિ પામેલ બુદ્ધ મોડે મોડે પણ તે સાહિત્યમાં એક અવતાર તરીકે પ્રતિષ્ઠા પામે છે, ત્યારે ખુદ બુદ્ધ ભગવાનના સમકાલીન અને બુદ્ધિની સાથોસાથ બ્રાહ્મણસંસ્કૃતિના પ્રતિસ્પધી તેજસ્વી પુરુષ તરીકે એક વિશિષ્ટ સમ્પ્રદાયનું નાયકપદ ધરાવનાર એતિહાસિક ભગવાન મહાવીર કોઈ પણ પ્રાચીન કે અર્વાચીન બ્રાહ્મણગ્રન્થમાં સ્થાન પામતા નથી. અહીં વિશેષ ધ્યાન ખેંચે એવી બાબત તો એ છે કે જ્યારે મહાવીરના નામને કે તેમના જીવનવૃત્તનો કશો જ નિર્દેશ બ્રાહ્મણ સાહિત્યમાં નથી ત્યારે ભાગવત જેવા લોકપ્રિય ગ્રન્થમાં જૈન સમ્પ્રદાયના પૂજ્ય અને અતિપ્રાચીન મનાતા પ્રથમ તીર્થકર ઋષભદેવની જીવનકથા સંક્ષેપમાં છતાં માર્મિક અને આદરણીય સ્થાન પામી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org