Book Title: Dharmvir Mahavir ane Karmvir Krushna Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 1
________________ ધર્મવીર મહાવીર અને કર્મવીર કૃષ્ણ [૩] દેવીપૂજામાંથી મનુષ્યપૂજાને ક્રમિક વિકાસ જેમ બીજા દેશે અને બીજી પ્રજામાં તેમ આ દેશ અને આર્ય પ્રજામાં પણ જૂના વખતથી ક્રિયાકા અને વહેમનાં રાજ્યની સાથે સાથે છેડે પણ આધ્યાત્મિક ભાવ હતે. વૈદિક મયુગ અને બ્રાહ્મણયુગના વિસ્તૃત અને જટિલ ક્રિયાકાડો જ્યારે થતાં ત્યારે પણ આધ્યાત્મિક ચિંતન, તપનું અનુષ્ઠાન અને ભૂતદયાની ભાવના એ તો પ્રજામાં ઓછા પ્રમાણમાં પણ પ્રવર્તતાં હતાં. ધીમે ધીમે સગુણોને મહિમા વધવા લાગ્યો અને ક્રિયાકલાપ તથા વહેમનું રાજ્ય ઘટતું ચાલ્યું. જેમ જેમ પ્રજાના માનસમાં સદ્દગુણોની પ્રતિષ્ઠાએ સ્થાન મેળવ્યું તેમ તેમ તેના માનસમાંથી ક્રિયાકલાપ અને વહેમની પ્રતિષ્ઠાએ સ્થાન ગુમાવ્યું. ક્રિયાકલાપ અને વહેમોની પ્રતિષ્ઠા સાથે હંમેશાં અદમ્ય શક્તિને સંબંધ જોયેલે હૈય છે. જ્યાં સુધી કઈ અદશ્ય શક્તિ (પછી તે દેવ, દાનવ, દત્ય, ભૂત, પિશાચ કે એવા બીજા કોઈ ગમે તે નામથી ઓળખવામાં આવે) માનવામાં કે મનાવવામાં ન આવે ત્યાં સુધી ક્રિયાકાષ્ઠા કે વહેમે ચાલી કે જીવી શકે જ નહિ; એટલે ક્રિયાકાડે અને વહેમના રાજ્ય વખતે તેની સાથે દેવપૂજા અનિવાર્યરૂપે સંકળાયેલી હોય એ તદન સ્વાભાવિક છે. એથી ઊલટું સગુણની ઉપાસના અને પ્રતિષ્ઠા સાથે કોઈ અદશ્ય દેવશક્તિને નહિ, પણ પ્રત્યક્ષ દેખી શકાય એવી મનુષ્ય વ્યક્તિનો સંબંધ હોય છે. સગુણની ઉપાસના કરનાર કે બીજા પાસે તે આદર્શ રજૂ કરનાર વ્યકિત કોઈ વિશિષ્ટ મનુષ્યને જ પિતાને આદર્શ માની તેનું અનુકરણ કરવા પ્રયત્ન કરે છે. એટલે સગુણોની પ્રતિષ્ઠા વધવાની સાથે સાથે અદશ્ય એવા દેવની પૂજાનું સ્થાન દૃશ્ય મનુષ્યની પૂજા લે છે. મનુષ્યપૂજાની પ્રતિષ્ઠા જો કે સગુણની ઉપાસના અને મનુષ્યપૂજા પ્રથમથી વિકસિત થતાં આવતાં હતાં, છતાં ભગવાન મહાવીર અને બુદ્ધ એ બે મહાન પુરુષોના સમયમાં એ વિકાસે અસાધારણ વિશેષતા પ્રાપ્ત કરી, જેને લીધે ક્રિાકાષ્ઠ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7