Book Title: Dharmvir Mahavir ane Karmvir Krushna Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 4
________________ ૨૪૨] દર્શન અને ચિંતન ચાય છે. આય ધમની વૈદિક, જૈન અને બૌદ્દ એ ત્રણેય શાખાઓના પૂજ્ય મનુષ્ય ઉક્ત ચાર જ મહાન પુરુષો છે, જેમની જુદાજુદા પ્રાન્તોમાં ને જુદી જુદી કામમાં એક અથવા બીજે રૂપે ઉપાસના અને પૂજા ચાલે છે. , : ચારેયની મક્ષિપ્ત તુલના રામ અને કૃષ્ણ તેમ જ મહાવીર અને ચાર મહાન પુરુષો કહા જ્ઞાતિથી ક્ષત્રિય છે. હિન્દુસ્તાનમાં આવેલાં છે અને રામચંદ્રજી પ્રવૃત્તિનું ક્ષેત્ર દક્ષિણ હિન્દુસ્તાન બન્યું નથી. ખુદ્દ એ બન્ને યુગલ કહા કે ચારેયનાં જન્મસ્થાનો ઉત્તર સિવાય તેમનામાંથી ક્રેઈનીચે રામ અને કૃષ્ણને આદર્શ એક જાતના છે; અને નહાવીર તથા મુદ્દના બીજી જાતના છે. વૈદિક સૂત્ર અને સ્મૃતિશાસ્ત્રોમાં વર્ણાશ્રમધમ ને અનુસરી રાજ્યશાસન કરવું, ગા—બ્રાહ્મણની પ્રતિપાલના કરવી, તેને જ અનુસરી ન્યાય-અન્યાયના નિય કરવા અને એ પ્રમાણે પ્રજામાં ન્યાયનું રાજ્ય સ્થાપવું એ રામ અને કૃષ્ણના મળતાં જીવનવૃત્તાન્તને મુખ્ય આદર્શ છે. એમાં ભાગ છે, યુદ્ધ છે અને દુન્યવી બધી પ્રવૃત્તિ છે; પણ એ બધુ પ્રવૃત્તિચક્ર સામાન્ય પ્રજાજનને નિત્યના જીવનક્રમમાં પદાર્થપાઠ આપવા માટે છે. નહાવીર અને ખુદ્દનાં જીવનવૃત્તાન્તા એથી તદ્દન જુદા પ્રકારનાં છે. એમાં નથી ભોગ માટેની ધનાલ કે નથી યુદ્ધની તૈયારી. એમાં તો સૌથી પહેલાં તેમના પેાતાના જીવનશોધનને જ પ્રશ્ન આવે છે અને તેમના પોતાના જીવનશેધન પછી જ તેના પરિણામરૂપે પ્રજાજનને ઉપયાગી થવાની વાત છે. રામ અને કૃષ્ણના જીવનમાં સત્ત્વસ ંશુદ્ધિ છતાં રજોગુણ મુખ્યપણે કામ કરે છે; જ્યારે મહાવીર તેમ જ યુદ્ઘના જીવનમાં રાજસ્ અશ છતાં મુખ્યપણે સત્ત્વસંશુદ્ધિ કામ કરે છે. તેથી પહેલા આદશમાં અંતર્મુ ખતા છતાં મુખ્યપણે અહિ ખતા ભાસે છે અને ખીજામાં બહિર્મુખતા છતાં મુખ્યપણે અન્તમુ ખતા ભાસે છે. આ જ વસ્તુને બીજા શબ્દોમાં કહેવી હોય તા એમ કહી શકાય કે એકનો આદર્શ કર્મચક્રના અને ખજાના ધચક્રના છે. આ અન્ને જુદા જુદા આદર્શો પ્રમાણે જ તે મહાન પુરુષોના સમ્પ્રદાયે સ્થપાયા છે; તેમનું સાહિત્ય તે જ રીતે સર્જાયુ છે, પોષાય છે અને પ્રચાર પામ્યું છે. તેમના અનુયાયીવર્ગની ભાવના પણ એ આદર્શો પ્રમાણે જ ઘડાયેલી છે અને તેમના પોતાના તત્ત્વજ્ઞાનમાં કે તેમને નામે ચડેલા તત્ત્વજ્ઞાનમાં એ જ પ્રવૃત્તિ અને નિવૃત્તિના ચક્રને લક્ષી ખધું તન્ત્ર ગાવાયેલું છે. ઉક્ત ચારેય મહાન પુરુષોની મૂર્તિ નિહાળે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7