________________
૪૦
દર્શોન અને ચિંતન
અને વહેમેના કિલ્લાની સાથે સાથે તેના અધિધ્યાયક અદૃશ્ય દેવોની પૂજાને ભારે આધાત પહોંચ્યા. ભગવાન મહાવીર અને યુદ્ઘના યુગ એટલે ખરેખર મનુષ્યપૂજાને યુગ. આ યુગમાં સેકડા અને હજારા નરનારીએ ક્ષમા, સંતોષ, તપ, ધ્યાન આદિ ગુણા કેળવવા જિંદગી અર્પે છે અને તે ગુણેની પરાકાષ્ઠાએ પહોંચેલ એવી પાતાની શ્રદ્ધાસ્પદ મહાવીર--બુદ્ધ જેવી મનુષ્યવ્યક્તિની ધ્યાન દ્વારા કે મૂર્તિ દ્વારા પૂજા કરે છે. આ રીતે માનવપૂજાને ભાવ વધવાની સાથે જ દેવમૂર્તિનું સ્થાન મનુષ્યમૂર્તિ વિશેષ પ્રમાણમાં લે છે.
મહાવીર અને બુદ્ધ જેવા તપસ્વી, ત્યાગી અને જ્ઞાની પુરુષો દ્વારા સદ્ગુણાની ઉપાસનાને વેગ મળ્યો અને તેનુ પરિણામ ક્રિયાકાણ્ડપ્રધાન બ્રાહ્મણસંસ્કૃતિ ઉપર સ્પષ્ટ આવ્યું. તે એ કે જે બ્રાહ્મણસંસ્કૃતિ એક વાર દેવ, દાનવ અને દૈત્યાની ભાવનામાં તથા ઉપાસનામાં મુખ્યપણે મશગૂલ હતી, તેણે પણ મનુષ્યપૂજાને સ્થાન આપ્યું. લોકા હવે અદૃશ્ય દેવને બદલે કાઈ મહાન વિભૂતિરૂપ મનુષ્યને પૂજવા, માનવા અને તેને આદશ જીવનમાં ઉતારવા તત્પર હતા. એ તત્પરતા શમાવવા બ્રાહ્મણુસસ્કૃતિએ પણ રામ અને કૃષ્ણના માનવીય આદર્શો રજૂ કર્યા તેમ જ તેમની મનુષ્ય તરીકેની પૂજા ચાલી. મહાવીરબુદ્ધયુગ પહેલાં રામ-કૃષ્ણની આદર્શ મનુષ્ય તરીકેની વિશિષ્ટ પૂજા કે પ્રતિષ્ઠાનાં ચિહ્નો કથાય શાસ્ત્રમાં દેખાતાં નથી. તેથી ઊલટુ મહાવીર-મુદ્દયુગ પછી કે તે યુગની સાથે સાથે રામ અને કૃષ્ણની મનુષ્ય તરીકેની પૂજા પ્રતિષ્ઠાનાં પ્રમાણ આપણને સ્પષ્ટ મળી આવે છે. તેથી અને ીજા સાધનાથી એમ માનવાને ચેસ કારણ મળે છે કે માનવીય પૂજાપ્રતિષ્ઠાનો પાકા પાયે મહાવીર–ક્ષુદ્ધના યુગથી નખાય છે અને દેવપૂજક વર્ગોમાં પણ મનુષ્યપૂજાના વિવિધ પ્રકારો અને સમ્પ્રદાય શરૂ થાય છે. મનુષ્યપૂજામાં દૈવીભાવનું' મિશ્રણ
લાખા અને કરાડેડ ભાસાના મનમાં જે સંસ્કાર સેંકડા અને હજારો વર્ષો થયાં રૂઢ થએલા હોય છે તે કઈ એકાદ પ્રયત્નથી કે થોડા વખતમાં બદલવા શકય નથી હોતાં તેથી અલૌકિક દેવમહિમા, દૈવી ચમત્કારો અને દેવપૂજાની ભાવનાના સંસ્કારે પ્રજામાનસમાંથી મૂળમાંથી ખસ્યા ન હતા. તેને લીધે બ્રાહ્મણસ'સ્કૃતિએ રામ અને કૃષ્ણ જેવા પુરુષોને આરા તરીકે મૂકી તેમની પ્રજાપ્રતિષ્ઠા શરૂ કરી, છતાં પ્રજામાનસ દૈવીભાવ સિવાય સંતુષ્ટ થાય એવી સ્થિતિમાં આવ્યું ન હતું. તેને લીધે તે વખતના બ્રાહ્મણસ્કૃતિના આગેવાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org