Book Title: Dharmrasno Anubhav Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 4
________________ ધર્મરસનો અનુભવ • ૨૦૯ તાડી, દારૂ, અફિણ, સિગારેટ તથા બીડીના વ્યવસાયમાં તે સારું રળતો. પોતે સારા સગૃહસ્થની પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલી. આવક ઘણી વધતી ચાલી; એટલે પોતાની પ્રતિષ્ઠા, ધંધાની જાહેરાત એ બંનેને ધ્યાનમાં રાખીને એ ગૃહસ્થ પોતાની આવકનો થોડો ભાગ સારા સાહિત્યપ્રકાશનમાં ખર્ચવા લાગ્યો. આ રીતે તે ગૃહસ્થ દાનવીર તથા ધર્મવીરની ભૂમિકા સુધી પહોંચી ગયો. તેનાં પુણ્ય પાંશરા હશે કે એક વાર તેને એક સંત પુરુષ ભેટી ગયા, જેઓ તદ્દન નિઃસ્પૃહ અને મનુષ્યમાત્રના જ નહીં પણ પ્રાણીમાત્રના સાચા હિતૈષી, ત્યાગી, તપસ્વી અને અનિવાર્ય એવી ઓછામાં ઓછી જરૂરિયાતો ધરાવનારા અને અનુકૂળતા મળે ત્યાં શરીરશ્રમ દ્વારા એ જરૂરિયાતોને પહોંચી વળનારા હતા. આ સંતને જોતાં જ પેલા ગૃહસ્થના મનમાં તેમના તરફ આકર્ષણ જામ્યું. એમણે એ સંતને પોતાના ઘેર આવવા વિનંતી કરી. સંત તો આ વ્યક્તિનું મન જોઈને તેને ત્યાં જવા લાગ્યા. ઘરમાં પેસતાં જ સંત આ ભાઈના વ્યવસાયને સમજી ગયા, પણ કાંઈ બોલ્યા નહિ. ઘર ઘણું મોટું, ફળિયું વિશેષ વિશાળ, નોકરચાકરોય ઘણા, ગાય વગેરેને બાંધવાનો વાડો પણ મોટો, કુટુંબી પણ મોટી સંખ્યામાં–બહેનો, ભાઈઓ, છોકરા તથા છોકરીઓ; એ સૌએ સંતને આવતા જોયા કે તરત વિનયપૂર્વક તેમને પ્રણામ કર્યા. ગાયોના વાડા પાસેની એક અનુકૂળ ઓરડીમાં સંતે પોતાનો ઉતારો કર્યો, અને વહેલી સવારે પ્રાર્થના વગેરેનો ક્રમ તેમણે શરૂ કર્યો. સાંજે પ્રાર્થના તથા ભજન અને ધર્માચરણની યોગ્યતા વગેરે બાબતોની ચર્ચા શરૂ કરી દીધી–કોઈ વ્યક્તિને ઉપદેશ આપતા હોય એ રીતે નહીં, પણ માણસ પોતાનો વિકાસ શી રીતે કરી શકે છે એ દષ્ટિએ. સંત પોતે રોજ શેઠનું આખું જ આંગણું વાળ્યા પછી જ શેઠને ત્યાંથી ભિક્ષા લેતા.શેઠના કુટુંબના બેઠાડુ અને આરામી તથા એક રીતે વિલાસી આળસુ બૈરાંઓને ભારે શરમાવાનું આવ્યું. છોકરા-છોકરીઓ તો કામમાં ખુશીથી જોડાઈ ગયાં અને પછી આસ્તે આસ્તે ખુદ શેઠનાં પત્ની વગેરે કામમાં રસ લેવા લાગ્યાં. સંતે જોયું કે આ લોકો ભંગી પાસે સફાઈ કરાવે છે, પણ તેના તરફ તિરસ્કાર, અનાદર અને અમાનવીય વૃત્તિ રાખે છે. આ પરિસ્થિતિને ટાળવા સંતે કોઈ ઉપદેશ ન કર્યો, પણ એકવાર ભંગીની સાથે સંત પણ સાફ કરવાની પ્રવૃત્તિમાં જોડાઈ ગયા. આ જોઈને શેઠને, શેઠાણીને તથા તેમના આખા કુટુંબને ભારે આંચકો લાગ્યો. સંતને એ ખ્યાલમાં આવી ગયું એટલે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7