Book Title: Dharmrasno Anubhav
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 6
________________ ધર્મરસનો અનુભવ ૦ ૨૧૧ આંખે જોયું. રસ્તામાં તે કહેવા લાગ્યા કે “મહારાજ, મંદિરોમાં દર વરસે હજારો રૂપિયા દાન આપું છું, પાંજરાપોળ તથા ધર્મશાળાનાં ફંડોમાં પણ રૂપિયા ભરતો રહું છું. શું આ બધું સફળ નહીં થાય ?” સંત કહે કે “એ તમારા ધંધાના ફેલાવામાં વિશેષ સફળ છે. દયાધર્મ પણ પાંજરાપોળ વગેરે દ્વારા થાય ખરો, પણ તમે જોયું ને કે એ દાનની પ્રવૃત્તિ ટકાવવા કેટલી બધી માનવહાનિ થાય છે. ભાઈ, તમને ખબર છે કે દેવના જન્મ કરતાં માનવજન્મને ઉત્તમ કહેલ છે; કેમ કે એક માનવજન્મ જ એવો છે જેમાં અનેક સગુણો કેળવી શકાય છે અને એ દ્વારા પોતાના જીવનનો તથા કુટુંબ અને સમાજના જીવનનો પણ વિકાસ સાધી શકાય છે અને ભાવિ જન્મમાં પણ એ જ સંસ્કાર સાથે આવે છે, જેથી ધીરે ધીરે પરમેશ્વરની પાસે પહોંચી તેના રૂપમાં સમાઈ જવાનું ફળ મળે છે અને પૂર્ણ શાંતિ પ્રાપ્ત થાય છે.” વાત શેઠને ગળે બરાબર ઊતરી ગઈ, પણ હવે કરવું કેવી રીતે? કુટુંબ મોટું, આરામ અને વિલાસની ટેવો પેસી ગઈ હતી, અને પાછો ભાઈઓ સાથેનો બધો સંયુક્ત વ્યવહાર. પણ શેઠ ભારે ચતુર, અંતરમાં વિવેકી અને વિચક્ષણ હતા. તેમણે સૌથી પહેલાં પોતાના મનની આ વાત પોતાની પત્નીને કહી. તેને પણ વાત ગળે ઊતરી ગઈ. પછી પોતાના મોટા છોકરાઓને સમજાવી. તેઓ પણ પોતાના પિતાને પગલે ચાલવા તત્પરતા બતાવવા લાગ્યા. અને છેવટે પોતાના નાનામોટા ત્રણ ભાઈઓને એકાંતમાં બોલાવીને પોતાની જે માનસિક પરિસ્થિતિ થયેલી છે અને પોતે જોયેલો અને પોતાના ધંધાને લીધે થયેલો તે નર્યો અધર્મમય આચાર તેમને સમજાવ્યો. ભાઈઓ સમજી તો ગયા; પણ આ આરામ, વિલાસ અને સ્વચ્છંદ કેમ છૂટી શકે? ત્રણ ભાઈઓએ મળીને કહ્યું કે “મોટાભાઈ સંતના પાશમાં આવી ગયા છે માટે એ સંતને જ અહીંથી ભગાડો.” પણ શેઠનો એવો પ્રભાવ અને ધાક હતાં કે તેઓ સંતને તો કશુંય ન કહી શક્યા, પણ પોતાના ભાઈથી તેઓ છૂટા પડી ગયા અને ભાઈને ભાગે જે કાંઈ આવતું હતું તે તેમને આપી દીધું. હવે શેઠે છોકરાઓને પોતાની જીવનચર્યા અને ખેતીની પ્રવૃત્તિ વિશે ચોખવટથી સમજાવ્યું. એટલે ત્રણ છોકરામાંથી માત્ર એક જ છોકરાએ સાથ આપવાનું નક્કી કર્યું. એટલે બીજા બે છોકરાઓને શેઠે તેમને ભાગે આવતી સંપત્તિ વહેંચી આપી. છેવટે શેઠ, શેઠાણી અને એક છોકરો તથા છોકરી એ બંગલામાંથી વિદાય લઈ સારા પાડોશીવાળા લત્તામાં પોતે સમાઈ શકે એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 4 5 6 7