Book Title: Dharmrasno Anubhav
Author(s): Bechardas Doshi
Publisher: Z_Sangiti_004849.pdf

View full book text
Previous | Next

Page 1
________________ ૨૫. ધર્મરસનો અનુભવ કોઈ પણ કાર્ય કે પ્રવૃત્તિ કરવી હોય અથવા તેમનો પ્રચાર કરવો હોય તો કાર્ય કે પ્રવૃત્તિ કરનારમાં કે તેમના પ્રચાર કરનારમાં અમુક એક વિશેષ પ્રકારની યોગ્યતા હોય તો જ તે કાર્ય કે પ્રવૃત્તિ થઈ શકે છે અથવા ફેલાવી શકાય છે. એક માણસે લગભગ બળદ જેવા એક વાછડાને પોતાને ખભે ઉપાડી લોકોને આશ્ચર્યમાં નાખી દીધેલા. પણ આ કામ તે માણસ એકાએક કરી શક્યો ન હતો. તે માટે તેણે પૂરી યોગ્યતા સંપાદન કરેલી. જ્યારે તેના ગાયવાડામાં ગાય વિયાઈ ત્યારથી જ તે, રોજ ને રોજ ગાયના નવજાત બચ્ચાને ઉપાડવાની ટેવ પાડવા લાગેલો. જેમ જેમ બચ્ચે મોટું થતું ગયું તેમ તેમ તેના ભારવહનનું બળ તે માણસને રોજના અભ્યાસથી મળતું ગયું. એક વાર તો તેણે એ વાછડો જ્યારે બળદ જેવો થયો ત્યારે પણ તેને પોતાના ખભા ઉપર બેસાડવાનું સાહસ કરી, જોનારાને છક કરી નાખ્યા! આ રીતે યોગ્યતા મેળવ્યા વિના આવું કામ કદી સાધ્ય થતું નથી. આ તો માત્ર શરીરબળની વાત થઈ. આ રીતે જ જે કોઈને વક્તા થવાનું મન હોય અને ગમે તેવી મોટી સભાને મુગ્ધ કરવા જેવું સમર્થ વસ્તૃત્વ કેળવવું હોય તેણે પણ આ માટે યોગ્યતા મેળવવા સતત પ્રયાસ કરતા રહેવું જોઈએ. આવા પ્રયાસને કારણે તે એક અસાધારણ વક્તા બની શકવાનો જ. આ વાત વાણીબળની થઈ. ધારો કે મારે સમાજવાદી થવું હોય તો કઈ જાતની યોગ્યતા કેળવવી ? આ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં “સમાજવાદી' શબ્દનો અર્થ સમજવો પડશે. સમાજવાદી શબ્દના બે અર્થ છે : એક તો “સમાજ', “સમાજ” એમ બોલ-બોલ કરવા સાથે, “સમાજનાં દુઃખ દૂર કરો, ગરીબાઈ દૂર કરો અને બધાંની એકસરખી જે જરૂરિયાતો હોય તેને પૂરી પાડો” એવું એવું પણ બોલબોલ કરવું. સમાજવાદી' શબ્દનો બીજો અર્થ સમાજમાં સૌ કોઈને એટલે તદ્દન છેલ્લા માણસને પણ ગણતરીમાં લઈને જે જે સાધનો પ્રાપ્ત છે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7