Book Title: Dharmrasno Anubhav Author(s): Bechardas Doshi Publisher: Z_Sangiti_004849.pdf View full book textPage 3
________________ ૨૦૮ ૦ સંગીતિ લેવાની જરૂર છે. અને આટલું કર્યા પછી નિરપેક્ષપણે એટલે કોઈ જાતના સ્થૂલ બદલાની અપેક્ષા વિના કેવળ ધર્માચરણને ક્રિયામાં મૂકવાનો પ્રયત્ન વારંવાર કર્યા કરવાનો છે, અને એ આચરણમાં જે જે પ્રવૃત્તિ વિઘ્નરૂપ હોય તે તમામને બરાબર ઓળખી લઈ તેનો સદંતર ત્યાગ કરવા પણ પ્રયત્ન કરવો જરૂરી છે. આ અંગે કેટલાક નિયમો અનુભવી જ્ઞાની પુરુષોએ બતાવેલ છે. એ ટેવ પાડવા માટે જે તૈયાર હોય તે જ માણસ ધર્મરસના અનુભવની ભૂમિકાને મેળવી શકે છે. ૧. ગુણવંત પુરુષોનો બને તેટલા વિશેષ સમાગમ રાખવો, તેમની અનુભવેલી પ્રવૃત્તિઓને સમજવી અને ગુણો ઉ૫૨ અતિશય પ્રેમ કેળવવો. આમ કરવાથી ગુણો તરફ મન રુચિવાળું થશે અને ધીરે ધીરે એ ગુણો પોતાના આચરણમાં લાવી શકાશે. ૨. તમામ મનુષ્યોને પોતાના મિત્રો સમજવા અને એમ સમજીને તેમની સાથે તમામ વ્યવહાર કરવો. આ ટેવનો અભ્યાસ કરવાથી કોઈની સાથે ઠગાઈ કરવાનું કે બીજા પ્રકારનો અનુચિત વ્યવહાર કરવાનું આપોઆપ ટળી જશે. ૩. દુનિયામાં ભૌતિક રીતે સુખી લોકો કરતાં દુઃખી અને કરુણાપાત્ર ઘણા મનુષ્યો છે. તે તમામ મનુષ્યોને પોતાના બંધુવત્ સમજીને પોતાની શક્તિ પ્રમાણે તેમનું દુઃખ થોડું પણ ઓછું થાય તેવો વિચાર અને વિવેક કાયમ રાખવો. જો કે આવા બીજા નિયમો પણ અનેક છે; પણ આ ત્રણ નિયમોને જે માણસ સતત વળગી રહેવા પ્રયાસ કરશે તો તે સદાચરણરૂપ ધર્મના રસનો અનુભવ કરવાની ભૂમિકા જરૂર પ્રાપ્ત કરશે. ધણીવાર આવા નિયમોને જાગ્રત રીતે પાળવાની ટેવ પાડતાં અધરું લાગે છે. જેમ કે આળસ, ગુણવંત પુરુષો તરફ અરુચિ, તમામ મનુષ્યોને મિત્ર સમજતાં પોતાની સંપત્તિમાં વધારો તો ન થાય પણ ધીરે ધીરે ઘટ આવવા લાગે અને કરુણાની ટેવ પાડતાં પોતાનાં કામ અધૂરાં રહે અથવા બગડી જવાની પરિસ્થિતિમાં આવે એમ વિચારવું. આ ઉપરાંત લોકોની ટીકા, કુટુંબના સભ્યોની રુકાવટ અને ખાસ તો પોતાના લક્ષ્યને પહોંચવા માટે ધગશનો અભાવ એ વિઘ્નો છે. શહેર પાસેના નાના ગામમાં એક ગૃહસ્થનું કુટુંબ છે. વંશપરંપરાથી સાધારણ રીતે ખાધે-પીધે સુખી છે અને વ્યવસાયની દૃષ્ટિએ પણ સફળ છે. For Private & Personal Use Only www.jainelibrary.org Jain Education InternationalPage Navigation
1 2 3 4 5 6 7