Book Title: Dharm Pravaho ane Anushangik Samasyao
Author(s): Sukhlal Sanghavi
Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf

View full book text
Previous | Next

Page 2
________________ ૨૮ ] દર્શન અને ચિંતન તેમ જ વિવિધવણું સુદરતાથી વાંચનાર કે શ્રેતાને વિષયમાં લીન બનાવી રસ લેતા કરે છે. ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ, તેમ જ એ બે તની દોરવણી નીચે ઘડાત છવનવ્યવહાર. આ જ ધર્મ પારમાર્થિક છે. બીજા જે વિધિનિષેધ, ક્રિયાકાંડ, ઉપાસનાના પ્રકારે વગેરે ધર્મની કટિમાં ગણાય છે, તે બધાં જ વ્યાવહારિક ધર્મો છે અને તે ત્યાં લગી અને તેટલે જ અંશે યથાર્થ ધર્મના નામને પાત્ર છે, જ્યાં લગી અને જેટલે અંશે તે ઉક્ત પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ ધરાવતા હોય છે. પારમાર્થિક ધર્મ એ જીવનની મૂલગત તેમ જ અદશ્ય વસ્તુ છે. તેને અનુભવ કે સાક્ષાત્કાર તે ધાર્મિક વ્યકિતને જ હોય છે, જ્યારે વ્યાવહારિક ધર્મ દશ્ય હોઈ પરપ્રત્યેય છે. પારમાર્થિક ધર્મને સંબંધ ન હોય તો ગમે તેટલા જૂના અને બહુસંગત બધા જ ધર્મો વસ્તુતઃ ધર્માભાસ જ છે. આધ્યાત્મિક ધર્મ એ કોઈ એક વ્યક્તિના જીવનમાંથી નાના-મેટા સ્ત્રોતરૂપે પ્રગટ થાય છે, અને તે આસપાસના માનવસમાજની ભૂમિકાને લાવિત કરે છે. એ સ્ત્રોતનું બળ કે પ્રમાણે ગમે તેટલું હોય, છતાં તે સામાજિક જીવનની ભૂમિકાને અમુક અંશે જ આ કરે છેભૂમિકાની એ અધૂરી ભીનાશમાંથી અનેક કીટાણુ જન્મે છે, અને તે પિતાની આધારભૂત ભૂમિકાને જ ભરખે છે. એવામાં વળી કઈ બીજી વ્યક્તિમાં ધર્મને સ્ત્રોત ઉદ્ભવે છે, અને તે પ્રથમના કીટાણુજન્ય સડાને ધોઈ નાખવા મથે છે. આ બીજો સ્ત્રોત પ્રથમના સ્ત્રોત ઉપર બાઝેલી લીલને ધોઈ નાખી જીવનની ભૂમિકામાં વધારે ફલદાયી કાપ મૂકે છે. વળી એ કાંપને બીજા થર ઉપર લીલ જામે છે, અને ક્યારેક કાલક્રમે ત્રીજી વ્યક્તિમાં પ્રભવેલ ધર્મસ્ત્રોત એનું માર્જન કરી નાખે છે. આવી રીતે માનવજીવનની ભૂમિકા પર ધર્મોતનાં અનેક વહેણ વહેતાં રહે છે, અને એ રીતે ભૂમિકા વિશેષને વિશેષ યોગ્ય તેમ જ ફળદ્રુપ બનતી જાય છે. ધર્મોતનું પ્રકટીકરણ એ કોઈ એક દેશ કે એક જાતિની પૈતૃક સંપત્તિ નથી. એ તે માનવજાતિરૂપ એક વૃક્ષની જુદી જુદી શાખા પર ઉ૬ભવનાર સુફળ છે. તેને પ્રભાવ વિરલ વ્યક્તિમાં હોય છે ખરે, પણ તે દ્વારા સમુદાયમાં અમુક અંશે વિકાસ અવશ્ય થાય છે. તે જ રીતે ધર્મની આકર્ષકતા, તેની પ્રતિષ્ઠા અને તેના નામ નીચે બધું જ સારું-નરસું કરવાની શક્યતા, તેમ જ નરસાને ત્રાણ આપવાની એની શક્તિ, એ બધાં બળને લીધે માનવસમુદાયમાં અજ્ઞાન ને વાસનાજન્ય અનેક ભયસ્થાને પણ ઊભાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9