Page #1
--------------------------------------------------------------------------
________________
ધર્મપ્રવાહ અને આનુષંગિક સમસ્યાઓ
[૬]
શ્રી રાધાકૃષ્ણનના આ પુસ્તક ધર્મોનું મિલનમાં તેમની ત્રણ વિશેષતાઓ વિશેષ રૂપે નજર આગળ તરી આવે છે: (૧) કંટાળો ઊપજે એવું લંબાણ કર્યા સિવાય અત્યંત મને હર શૈલીએ તદ્દી સ્કુટ ચર્ચા કરવી, (૨) ચર્ચાના વિષય પર ગંભીરપણે લખનાર સંખ્યાબદ્ધ લેખકેની સાક્ષીઓ આપી તેમનાં કામલાથક અવતરણેના સમુચિત સંકલનથી પિતાના વક્તવ્યને ફુટ ને સમૃદ્ધ કરવું, (૩) એમનાં તપાવ અને સમભાવ.
ભૂતકાળની પેઠે આ યુગમાં પણ ભારતે અનેક સમર્થ ધર્મચિન્તકે અને. ધર્મ વિષે સાધિકાર લખનારબેલનારાઓ નિપજાવ્યા છે. અસાધારણતા તે. બધાને સામાન્ય ગુણ છે, છતાં તે સૌની ભૂમિકા જુદી જુદી છે. ભારત અને ભારત બહારના વિશ્વ ઉપર ધર્મ વિષેની પોતાની વિચારણા અને અનુભૂતિની વિશિષ્ટ છાપ પાડનાર પાંચ પુ સુવિદિત છે. શ્રી અરવિંદ ગૂઢ તાંત્રિક સાધન દ્વારા ને ગૂઢ વાણુ દ્વારા ધર્મનાં ગૂઢ ત પ્રકાશે છે; તે. પારાના રસાયન જેવા હોઈ સર્વગ્ય નથી. કવિવર રવીન્દ્ર પિતાની કવિ સુલભ સર્વમુખી પ્રતિભા અને સહજસિદ્ધ ભાષા સમૃદ્ધિના હૃદયંગમ અલંકારથી ધર્મના તત્વનું રસપૂર્ણ નિરૂપણ કરે છે. તે ઉપનિષદ અને ગીતાની ગાથાએ સમું સરલતમ અને ગૂઢતમ બન્ને પ્રકારનું કાવ્ય બની રહે છે, તેથી તે બહુભમ્ય છતાં વસ્તુતઃ અલ્પભોગ્ય જ છે. ગાંધીજીનાં ધર્મ વિષેના ઉદ્ગારે ને લખાણે સર્વલક્ષી હોઈ તે ગંભીર છતાં પણ સંતસમા તપસ્વીની વાણીરૂપે સર્વગમ્ય બને છે. તેથી તે અધિકારીભેદે બકરી અને ગાયના દૂધની પિોષક ગરજ સારે છે. ડે. ભગવાનદાસનાં ધર્મચિન્તન અને વિચારલેખન એ અનેક ઉદ્યાને માંના અનેકવિધ પુષ્પમાં રહેલ મકરંદને પચાવી ગરાજે કરેલા મધુ સંચય જેવાં છે. તે મધુર અને પથ્ય હોવા છતાં દૂધના જેટલાં સુપચ નથી. શ્રી રાધાકૃષ્ણનનાં ધર્મપ્રવચને એ અનેક ઉદ્યાનમાંથી અનેકવિધ લતા પરથી ચૂંટી એકત્ર કરેલા અને રંગી ને અનેક જાતનાં કુસુમો વડે અસાધારણ કુશળતા ધરાવનાર માલાકારે ગૂંથેલી એક મનોરમ પુષ્પમાળા સમાન છે. તે ગમે તે પ્રેક્ષક અધિકારીની દષ્ટિને લોભાવે છે, અને પિતાની મહેકથી.
Page #2
--------------------------------------------------------------------------
________________
૨૮ ]
દર્શન અને ચિંતન તેમ જ વિવિધવણું સુદરતાથી વાંચનાર કે શ્રેતાને વિષયમાં લીન બનાવી રસ લેતા કરે છે.
ધર્મ એટલે સત્યની તાલાવેલી અને વિવેકી સમભાવ, તેમ જ એ બે તની દોરવણી નીચે ઘડાત છવનવ્યવહાર. આ જ ધર્મ પારમાર્થિક છે. બીજા જે વિધિનિષેધ, ક્રિયાકાંડ, ઉપાસનાના પ્રકારે વગેરે ધર્મની કટિમાં ગણાય છે, તે બધાં જ વ્યાવહારિક ધર્મો છે અને તે ત્યાં લગી અને તેટલે જ અંશે યથાર્થ ધર્મના નામને પાત્ર છે, જ્યાં લગી અને જેટલે અંશે તે ઉક્ત પારમાર્થિક ધર્મ સાથે અભેદ્ય સંબંધ ધરાવતા હોય છે. પારમાર્થિક ધર્મ એ જીવનની મૂલગત તેમ જ અદશ્ય વસ્તુ છે. તેને અનુભવ કે સાક્ષાત્કાર તે ધાર્મિક વ્યકિતને જ હોય છે, જ્યારે વ્યાવહારિક ધર્મ દશ્ય હોઈ પરપ્રત્યેય છે. પારમાર્થિક ધર્મને સંબંધ ન હોય તો ગમે તેટલા જૂના અને બહુસંગત બધા જ ધર્મો વસ્તુતઃ ધર્માભાસ જ છે.
આધ્યાત્મિક ધર્મ એ કોઈ એક વ્યક્તિના જીવનમાંથી નાના-મેટા સ્ત્રોતરૂપે પ્રગટ થાય છે, અને તે આસપાસના માનવસમાજની ભૂમિકાને
લાવિત કરે છે. એ સ્ત્રોતનું બળ કે પ્રમાણે ગમે તેટલું હોય, છતાં તે સામાજિક જીવનની ભૂમિકાને અમુક અંશે જ આ કરે છેભૂમિકાની એ અધૂરી ભીનાશમાંથી અનેક કીટાણુ જન્મે છે, અને તે પિતાની આધારભૂત ભૂમિકાને જ ભરખે છે. એવામાં વળી કઈ બીજી વ્યક્તિમાં ધર્મને સ્ત્રોત ઉદ્ભવે છે, અને તે પ્રથમના કીટાણુજન્ય સડાને ધોઈ નાખવા મથે છે. આ બીજો સ્ત્રોત પ્રથમના સ્ત્રોત ઉપર બાઝેલી લીલને ધોઈ નાખી જીવનની ભૂમિકામાં વધારે ફલદાયી કાપ મૂકે છે. વળી એ કાંપને બીજા થર ઉપર લીલ જામે છે, અને ક્યારેક કાલક્રમે ત્રીજી વ્યક્તિમાં પ્રભવેલ ધર્મસ્ત્રોત એનું માર્જન કરી નાખે છે. આવી રીતે માનવજીવનની ભૂમિકા પર ધર્મોતનાં અનેક વહેણ વહેતાં રહે છે, અને એ રીતે ભૂમિકા વિશેષને વિશેષ યોગ્ય તેમ જ ફળદ્રુપ બનતી જાય છે.
ધર્મોતનું પ્રકટીકરણ એ કોઈ એક દેશ કે એક જાતિની પૈતૃક સંપત્તિ નથી. એ તે માનવજાતિરૂપ એક વૃક્ષની જુદી જુદી શાખા પર ઉ૬ભવનાર સુફળ છે. તેને પ્રભાવ વિરલ વ્યક્તિમાં હોય છે ખરે, પણ તે દ્વારા સમુદાયમાં અમુક અંશે વિકાસ અવશ્ય થાય છે. તે જ રીતે ધર્મની આકર્ષકતા, તેની પ્રતિષ્ઠા અને તેના નામ નીચે બધું જ સારું-નરસું કરવાની શક્યતા, તેમ જ નરસાને ત્રાણ આપવાની એની શક્તિ, એ બધાં બળને લીધે માનવસમુદાયમાં અજ્ઞાન ને વાસનાજન્ય અનેક ભયસ્થાને પણ ઊભાં
Page #3
--------------------------------------------------------------------------
________________
ધમપ્રવાહો અને આનુષંગિક સમસ્યાએ
[ ૨૯
થાય છે. કાઈ પણ ધર્મ પથ આવાં એક યા બીજા પ્રકારનાં ભયસ્થાનોથી. એક જ મુક્ત હોતા નથી. તેથી જ આ લોક અને પરલોકને ભેદ મટાડવાની, પ્રેય અને શ્રેય વચ્ચે અભેદ સાવધાની, તેમ જ આવતા બધી જાતના વિશેપાને ટાળી માનવજીવનમાં સામજસ્ય સ્થાપવાની ધર્મની મૌલિક શક્તિ કુંઠિત અને છે. ધર્મનાં ઉત્થાન અને પતનના તિહાસનુ આ જ હાર્દ છે,
ધર્મનદીને કિનારે અનેક તીર્થો ઊભાં થાય છે, અનેક પંથના ઘાટો અધાય છે. એ ઘાટા પર નભનાર વાડાજ્ની સર્વ ૫ડા કે પુરાહિતા પોતપોતાના તીર્થ અને ધાટની મહત્તા કે શ્રેષ્ઠતા ગાઈને જ સતેષ નથી પામતા, પશુ માટે ભાગે તેઓ બીજા તીર્થો અને બીજા પંચરૂપ ધાટાની ઊણપે ખતાવવામાં વધારે રસ લે છે. તેઓ ધર્મની પ્રતિષ્ટા સાથે કેટલાંક તત્ત્વોને સેળભેળ કરી નાખે છે. તેમાંનુ એક તત્ત્વ તો એ કે અમારા ધર્મ એ મૂલતઃ શુદ્ધ છે, અને તેમાં જે કાઈ અશુદ્ધિ હાય તો તે પરપથની આગ તુક અસર છે. બીજું તત્ત્વ એ કે બીજા ધર્મપથામાં કઈ સારુ' હાય તેને પોતાના ધર્મની અસર તરીકે બતાવવું. ત્રીજું તત્ત્વ એ કે સનાતનતા સાથે જ શુદ્ધિ અને પ્રતિષ્ઠાના સબંધ વિચારવા. આ અને આના જેવાં બીજા વિકારી તત્ત્વોથી લેાકાનુ ધાર્મિક જીવન પણ ક્ષુબ્ધ બને છે, દરેક પથ પાતાની સનાતનતા ને પોતાની શુદ્ધિ સ્થાપવા મથે છે, અને બીજા ધર્મપામાં રહેલ ઉચ્ચ તત્ત્વા સામે આંખ મીંચી દે છે.
ધાર્મિક જીવનના આ સડાને દૂર કરવાનાં અનેક માર્ગો પૈકી એક મા.અને સુપરિણામદાયી માર્ગએ પણ છે કે દરેક ધજિજ્ઞાસુને ધર્મનું જ્ઞાન ઐતિહાસિક તેમ જ તુલનાત્મક દૃષ્ટિએ આપવું, જેથી ધનું શિક્ષણ માત્ર એકપથગામી મટી સંપથગામી બને, અને સ્વ કે પર દરેક પથના સ્થૂલ તેમ જ સૂક્ષ્મ વનના ઇતિહાસનું પણ ભાન થાય. આ જાતના શિક્ષણુથી પેાતાના પંથની પેઠે ખીજા પંથમાં પણ રહેલ સુતત્ત્વને સહેલાઇથી જાણી શકાય છે અને પરપથની જેમ સ્વપથમાં રહેલી ત્રુટિઓનું પણ વાસ્તવિક ભાન થાય છે. તેની સાથેસાથે પ્રાચીનતામાં જ મહત્તા અને શુદ્ધિના અંધાયેલા ભ્રમ પણ સહેલાઈથી ટળે છે. આ દૃષ્ટિએ ધર્મના ઐતિહાસિક અને તુલનાત્મક શિક્ષણનું બહુ ઊંચું સ્થાન છે.
ધનું વ્યાપક અને તટસ્થ દૃષ્ટિએ ઐતિહાસિક ને તુલનાત્મક શિક્ષણ આપવું હોય તો તે માટે પૂર્ણ યોગ્ય સ્થાન તો સાર્વજનિક કોલેજો ને યુનિ વર્સિટીઓ જ છે. એમ તા દરેક દેશમાં અનેક ધમ ધામા છે, અને જ્યાં જ્યાં ધર્માંધાભ હોય ત્યાં ત્યાં નાનાંમોટાં વિદ્યાધામ હવાનાં જ. પણ આપણે
Page #4
--------------------------------------------------------------------------
________________
૩ ]
દર્શન અને ચિતન
જાણીએ છીએ કે એ વિદ્યાધામા જે જે પંથના હોય તે જ પંથના વિદ્યાર્થી અને મોટે ભાગે તે જ પંથના અધ્યાપકા તેમાં હોય છે. તે વિદ્યાધામ ગમે તેટલું ઉદાર વાતાવરણ ધરાવતુ હોય છતાં તેમાં પરપથાના વિદ્યાર્થીઓ કે અધ્યાપકા જતા નથી, અને જાય તે તેમાં એકસ થઈ શકતા નથી. એટલે પરિણામ એ આવે છે કે દરેક પથ દ્વારા ચલાવાતાં વિદ્યાધામામાં ધર્મનું શિક્ષણ એકદેશીય જ રહી જાય છે. એને લીધે પથ પથના અનુયાયીઆની વિચારણામાં રહેલું અંતર કે તેમાં રહેલી ભ્રાન્તિએ મટવાને બદલે, વિશેષ વધે નાંહે તાપણુ, કાયમ તો રહે છેજ. જ્યારે વર્તમાન યુગ દૂરવર્તી ભિન્નભિન્ન ખંડના માણસાને સહેલાઈથી મળવાનાં સાધના ધરાવે છે. અને અનેક બાબતો પરત્વે વિશ્વસંધની વ્યવસ્થા કરવાની શક્તિ ધરાવે છે, ત્યારે તે યુગમાં માણુસજાતનાં હાડમાંસ સાથે સંકળાયેલ ધર્મતત્ત્વનું એકદેશીય શિક્ષણ કદી નભી ન શકે, નવું ન જોઈએ. ખરી રીતે આ યુગે જ સમિલન યોગ્ય કૉલેજો અને યુનિવર્સિટી ઊભી કરી છે, અને તે જ સંસ્થા પ્રાચીન વિદ્યાધામો અને ધ શિક્ષણનાં ધામોનું સ્થાન લઈ રહેલ છે. તેને જ અનુરૂપ ઐતિહાસિક તેમ જ તુલનાત્મક ધર્માશિક્ષણના પાયા નંખાયા છે. આ શિક્ષણ કાં તે પ્રાચીન ધર્મ ધામેાને પોતાની ઉદારતાથી અજવાળશે; અને કાં તો, જો તેએ પાતાની સકીણ તા નહીં છેડે તે, તેમને અવશ્યમેવ તેલ્લેહીન ખનાવશે. શ્રી રાધાકૃષ્ણન સાચું જ કહે છે કે કૅલેો ને યુનિવર્સિટીએ એ ધર્મપ્રચારનાં ધામેા નથી, એ તે શુદ્ધ ને વ્યાપક જ્ઞાન પૂરું પાડનાર શિક્ષણ સંસ્થા છે. આજે જયાં જુએ ત્યાં દરેક વિષયના સાર્વજનિક શિક્ષણની મહત્તા વધી રહી છે. આ યુગમાં ધર્મના પણ્ સર્વગ્રાહ્ય સાર્વજનિક શિક્ષણની કેટલી અગત્ય છે, અને તે વિષે લાફા કટલી રુચિ ધરાવે છે એ વસ્તુ દિવસે દિવસે વધતા જતા અને લોકપ્રિય થતા ધર્મવિષયક અતિહાસિક અને તુલનાત્મક શિક્ષણથી સિદ્ધ થાય છે. જોકે આવા શિક્ષણુની શરૂઆત યુરેપિચના દ્વારા તે યુરોપની ભૂમિ પર જ થઈ, છતાં ખુશીની વાત તો એ છે કે ભારતના એક સાચા બ્રાહ્મણે એ યુરોપની ભૂમિમાં પણ આ વિષયનું ગુરુપદ પ્રાપ્ત કર્યું છે. જ્યારે મનુએ કહેલું કે કાઈ પણ દેશના વાસીએ ભારતમાં આવીને વિદ્યા મેળવવી, ત્યારે કદાચ તેના ઊંડા આશય એ પણ હાય કે ભારતના યુગારૂપ બ્રાહ્મણા ભારતની બહાર જઈને પણ યુગાનુરૂપ ભાષામાં યુગાનુરૂપ શિક્ષણ આપરો. જ્યારે સનાતન સંસ્કારના એ દ્વિજો મનુના એ શબ્દને આ જ પણ વળગી રહ્યા છે, ત્યારે મનુના જ્ઞાનને વારસે ધરાવનાર એક શ્રી રાધાકૃષ્ણુન જેવા સનાતની માત્ર તેના શબ્દોને વળગી ન રહેતાં તેના ગર્ભિત અને અમલમાં મૂકે છે.
Page #5
--------------------------------------------------------------------------
________________
ધર્મપ્રવાહ અને આનુષંગિક સમસ્યાઓ
[ ૩૧ બુદ્ધિ, સ્મૃતિ, વિશાળ વાચન, સંકલનશક્તિ અને ભાષા પરનું અસાધારણું પ્રભુત્વ એ બધું હોવા છતાં જે શ્રી રાધાકૃષ્ણનને આર્યધર્મ અને તેનાં તનું વિશદ, સૂક્ષ્મ અને સમભાવી જ્ઞાન ન હોત તે તેઓ આટલી સફળતાથી દુનિયાના બધા જ ધર્મોની તાત્વિક અને વ્યાવહારિક મીમાંસા ભાગ્યે જ કરી શકત.
આ પુસ્તકમાં પદે પદે વિશદતા ટપકતી હોવા છતાં વાચકને તેને એકાદ નમૂને સૂચવ હોય તે પૃ. ૧૪૯ પર આવેલ “નિવૃત્તિ વિ. પ્રવૃત્તિ” એ મથાળા નીચે દોરાયેલું ચિત્ર સૂચવી શકાય. વાચકે જોઈ શકશે કે એમાં પૂર્વ ને પશ્ચિમના ધર્મોને સ્વરૂપભેદ, તેમને માનસભેદ અને ઉદ્દેશ્યભેદ કેટલી તાદશતાથી ચિત્રિત કર્યા છે. તેમની વિચારસૂક્ષ્મતા માટે બે-ત્રણ સ્થળે સૂચવ્યા વિના સવ નથી થતું. શ્રી રાધાકૃષ્ણન મેક્ષનું સ્વરૂપ ચર્ચતાં ધર્મોના એક ગૂઢ કેયડાને ઉકેલે છે. કેટલાક મોક્ષને ઈશ્વરની કૃપાનું ફળ માની બહારથી મળી આવનાર એક બક્ષિસ માને છે, જ્યારે બીજા કેટલાક તેને આત્મપુરુષાર્થનું ફળ ગણે છે. એને ઝીણવટભરેલે ઉકેલ લેખક કરે છે, ત્યારે ખરેખર તેઓ યોગશાસ્ત્રની “ચિત્તભૂમિકાઓ, જૈનશાસ્ત્રનાં “ગુણસ્થાનો” અને બૌદ્ધ પિટકના માર્ગો નું જ અત્યંત સરળ ભાષામાં સૂચન કરે છે. તેઓ કહે છે : “મોલ એ આપણું હૃદયમાં વસતા ઈશ્વરત્વને ધીમે ધીમે થત વિકાસ છે... ઈશ્વરની કૃપા ને આત્માને પુષાર્થ એ એક જ ક્રિયાનાં બે જુદાં જુદાં પાસાં છે.” (પૃ. ૯૯) કર્મ અને પુનર્જન્મ વિષે ચર્ચા કરતાં પાપીનું પાપ ધોઈ કાઢવા બીજે જ માણસ દુ:ખ ભોગવે છે એવા ખ્રિસ્તી ધર્મના સિદ્ધાન્તની તેઓ બારીકાઈથી સમીક્ષા કરે છે, અને સમર્થ રીતે સિદ્ધ કરે છે કે સ્વકૃત કર્મ અન્યથા થઈ શકે નહિ, અને થાય તોયે કર્તાના પિતાના પુરુષાર્થ વડે જ. આ આખી ચર્ચા પૃ. ૧૧૦ થી વાંચતાં ભારે રસ પડે તેમ છે.
ભિન્ન ભિન્ન સંપ્રદાયમાં પરમાત્મદર્શન માટેનાં સાધનોની બાબતમાં કેટલાક ન ભૂંસાય એવા વિરે દેખાય છે. કોઈ પરમાત્મદર્શન માટે એક અથવા બીજા પ્રકારની મૂર્તિનું અવલંબન લે છે, જ્યારે બીજા કેટલાક મૂર્તિને સાવ નિરર્થક માની જપ કે ચિત્તનને જ પરમાત્મદર્શનનું સાધન માને છે. આ બે માર્ગો વચ્ચે જે ઊડે વિરોધ છે તેણે ભાઈભાઈ અને કામ-કોમ વચ્ચે સંક્રામક ઝેર સીંચ્યું છે, ને અનેકને પ્રાણ હર્યા છે. આ વિરોધને પરિહાર શ્રી રાધાકૃષ્ણને જે શાસ્ત્રીયતા ને મૌલિકતાથી કર્યો છે તે સાંભળતાં મને મારા જ જીવનને એક અજીત પ્રસંગ યાદ આવ્યું. હું
Page #6
--------------------------------------------------------------------------
________________
૩૨ }
દર્શન અને ચિંતન
.
જન્મથી મૂર્તિ પૂજા ન માનનાર ફિરકાના હતા. અનેક તીર્થી તે મંદિરમાં જવા છતાં એમાં પાષાણુની ભાવના સિવાય બીજી ભાવના સ્ફુરતી નહિ. કયારેક પ્રખર જૈન તાર્કિક યશોવિજયજીનું · પ્રતિમાશતક ' મારા વાંચવામાં આવ્યું.. એમાં તેમણે એક સરળ દલીલ કરી છે કે પરમાત્માનું સ્મરણુ કરવું એ ઉપાસકનુ ધ્યેય છે. હવે તે સ્મરણુ જે નામથી થતુ હાય ! રૂપથી પણ થાય છેજ. એવી સ્થિતિમાં સ્મરણના કાઈ એક સાધનને જ માનવું તે બીજાને તરછોડી કાઢવું એ શું યાગ્ય છે? આ દલીલ મારે કાને પડી તે જ ક્ષણે મારા જન્મસિદ્ઘ કુસંસ્કાર સરી ગયો. શ્રી રાધાકૃષ્ણને મૂર્તિ ન માનનારને સખેાધીને આ જ વસ્તુ બહુ વિસ્તારથી તે અતિ ઝીણવટથી કહી છે. તેમણે કહ્યું છે કે પરમાત્મતત્ત્વ એ તે ખરી રીતે વાણી તે મનને અગાચર જ છે; પણ આપણા જેવા અપૂર્ણ અધિકારીને માટે તે માર્ગે આગળ વધવાને, તેનું સ્મરણ પુષ્ટ કરવાને, અનેક પ્રતીકા છે; પછી ભલે તે પ્રતીકે કાઇ,, પાષાણુ કે ધાતુનાં ભૂત રૂપ હોય, અગર કલ્પના કે જપસ્વરૂપ માનસિક તે અમૂત હોય. આખરે તે એ બધાં મૂર્ત-અમૃત પ્રતીકા જ છે. તેમણે આ ચર્ચા પ્રસંગે માનસશાસ્ત્રનાં સિદ્ધાન્તા અને તત્ત્વજ્ઞાનને જે સુમેળ સાધ્યેય છે તેના ઉપર કાઈ તટસ્થપણે વિચાર કરે તે એના મનમાંથી મૂર્તિપૂજા સામેને કાળજૂના વિરોધ સરી પડ્યા વિના ન રહે.
શ્રી રાધાકૃષ્ણનના નિરૂપણની ખૂબી એમના સમભાવમાં છે. તે સહિષ્ણુતા, દયા અને ઉદારતા કરતાં પણ સમભાવને, ગાંધીજીની પેઠે જ, ઊંચું સ્થાન આપે છે. જ્યારે તેએ ઇસ્લામની સમીક્ષા કરે છે ત્યારે પણ ઇસ્લામનાં એ તત્ત્વા—ષ્ઠિરનુ પિતૃત્વ અને માનવાનું ભ્રાતૃત્વને અપનાવવા અને જીવનમાં ઉતારવા હિંદુઓને કહે છે. તેઓ મુખ્યત્વે ખ્રિસ્તીઓ સમક્ષ ખેલતા હાઈ ખ્રિસ્તી ધર્મની ભ્રમણા વિષે વધારે ટીકા કરે છે; છતાં પણ ખ્રિસ્તી ધર્મનાં માનવસેવા, વ્યવસ્થા આદિ તત્ત્વને અપનાવવા સૂચવે છે. હિંદુઓને તેમની અણઘડ ને જંગલી પ્રથાએ ફેંકી દેવાને દઢાગ્રહ રાખવા કહ્યું છે તે રાધાકૃષ્ણનની સમતલ બુધ્ધિનુ પ્રમાણ છે. પરંતુ રાધાકૃષ્ણનની ખરી સંસ્કારિતા અને સૌંદર્યદૃષ્ટિ તે ત્યારે વ્યકત થાય છે જ્યારે તે કહે છે કે અહિંસાની જે છટાભેર વાતે કરે છે તે પશુયાને ઉત્તેજન આપતા દેખાય છે; ” (પૃ. ૧૩૬) તેમ જ જ્યારે તેઓ કહે છે કે હું એક બીજાનુ ખંડન કરવામાં રચ્યાપચ્યા રહેલા અનેક વાદ્ય, મુદ્ધિ ન સમજી રાકે એવા તત્ત્વનાં ટૂ પણાં અને જુલમગાર પ્રથાએ, જેની નીચે મનુષ્યના આત્મા સાવ કચડાઈ જાય છે, તે બધાંને નાબૂદ કરતાં આપણને આવડવું જોઈ એ.” (પૃ. ૧૩૯)
tr
Page #7
--------------------------------------------------------------------------
________________
ધર્મપ્રવાહ અને આનુષગિક સમસ્યાઓ
[૩ શ્રી રાધાકૃષ્ણન “ધર્મ અને રાષ્ટ્રાભિમાન” એ મથાળા નીચે આજે વિચારકનાં મનમાં ઘોળાઈ રહેલા એક અગત્યના પ્રશ્નને છણે છે. એમના મુદ્દો એ છે કે ધર્મસંઘોએ મિથ્યા રાષ્ટ્રાભિમાનને વશ ન થવું જોઈએ. તેમણે આ બાબતમાં મુખ્યપણે ખ્રિસ્તી ધર્મને લક્ષીને કહ્યું છે. ખ્રિસ્તી ધર્મો રાષ્ટ્રાભિમાનને વશ થઈ પિતાને આત્મા ગુમાવ્યું છે. ખ્રિસ્તી સંધે પોતાના રાષ્ટ્રને જ વફાદાર રહે છે, ઈસુના સિદ્ધાન્તને નહિ. આ દેષ મુસલમાનમાં પાકિસ્તાન રૂપે પુનઃ આજે અવતરે છે, કેમ કે, પછી એમ થશે કે ઇસ્લામ ધર્મ પાળનાર જેમાં રહે તે દેશ જ સર્વોચ્ચ, નહિ કે કુરાનના સિદ્ધાતિ. જે હિંદુ મહાસભા એ પ્રમાણે કરે છે તે પણ હિંદુ ધર્મમાં વિકાર લાવે. જાપાની બૌદ્ધોએ પોતાના બૌદ્ધ ધર્મને જાપાનની રાજસત્તાને હવાલે કરી દીધો છે. આ રીતે ધર્મનું તેજ હણાતાં તે તે રાષ્ટ્રો લડે ત્યારે ધર્મગુરુઓ તેમને લડાઈથી મુક્ત કરવાનું ધાર્મિક બળ ગુમાવી બેસે છે. ગાંધીજી રાજકારણમાં પણ ધર્મ દાખલ કરે ત્યારે તે ધર્મ એટલે કેઈ સંપ્રદાય નહિ, પણ સર્વસંપ્રદાયસંમત પ્રેમ, સેવા ને ત્યાગને ધર્મ છે. ગાંધીજી રાષ્ટ્રને માટે લડે છે, પણ તે ધર્મને નિર્જીવ કે ગૌણુ કરીને નહિ. રાષ્ટ્ર આડે રસ્તે જાય ત્યાં તેને પણ તેઓ ધર્મદષ્ટિએ જ ચેતવે છે. તેઓ જેમ પરાધીનતામાંથી મુકત થવા ધર્મને આશ્રય લઈ કાર્યની યોજનાઓ ઘડે છે તેમ સ્વરાષ્ટ્ર પણ શુદ્ધ ધર્મથી વિહોણું ન થાય તેવી સાવચેતી રાખે છે, ધણા કહે છે કે ગાંધીજી રાષ્ટ્રીય નહિ પણ ધાર્મિક છે, ત્યારે એમ સમજવું કે તેઓ છે તે રાષ્ટ્રીય, પણ રાષ્ટ્રને આડે રસ્તે ન જવા દેવામાં સાવધ રહે છે, માટે જ તેઓ ધાર્મિક છે. માત્ર ધાર્મિક હોત તો તેઓ બીજા નિશ્ચિ બાવાઓની પેઠે એકાંતમાં બેસી જાત; પણ તેઓ તે ધમ વાટે જ રાષ્ટદાર કરવામાં ધર્મ માને છે, અને તે દ્વારા જ ધર્મ છે કે નહિ તેની પરીક્ષા કરે છે. ગાંધીજી માત્ર ધાર્મિક હોત તો ધર્મનું નામ લઈ આખા દેશને ઉશ્કેરત, અને તેને બીજા ધર્મોની સામે થવા કહેત, પણ તેઓ તો બીજાઓની લુંટારુવૃત્તિની સામે થાય છે, નહિ કે બીજાઓના અસ્તિત્વ સામે. એ જ રીતે તેઓ
દેશની નિર્બળતા સામે થાય છે, અને સાથે જ રાષ્ટ્રના ઉદ્ધારમાં ઉદાસીનતા પણ જરાયે દાખવતા નથી. જ્યારે ધર્મ રાષ્ટ્રને વશ થાય ત્યારે રાષ્ટ્રના આક્રમણકાર્યમાં તે સહાયક બને છે, અને બીજાઓની ગુલામીને પિષે છે. તેમ જ સાથે સાથે સ્વરાજમાં ગુલામીનાં બીજે પણ વાવે છે; જેમ ચીસ. રમ, અરબસ્તાન આદિમાં થયું છે તેમ, આજે જાપાની બૌદ્ધ ધર્મ આ જ વસ્તુ કરી રહ્યો છે. વળી જ્યારે ધર્મ રાષ્ટ્રને આધીન થાય છે ત્યારે રાષ્ટ્ર
Page #8
--------------------------------------------------------------------------
________________
૩૪ ]
દર્શન અને ચિંતન
પોતાના બચાવ માટે અધર્માચરણ કરે તેમાં પણ ધમ સહાયક અને છે; જેમ કે ચીનના બૌદ્ધ ધર્મ. ચીન દુશ્મનો સામે હિંસક લડાઈ લડે છે ત્યારે સાંને બૌદ્ધ ધર્મ તેમાં સહાયક બને છે. આ જ ધર્માંની રાષ્ટ્રાધીનતા. જો ધર્મ પ્રધાન સ્થાને રહે તો તે રાષ્ટ્રને આક્રમણ કરવા ન દે; તેમાં તે સહાયક ન અને; અને સ્વરાષ્ટ્ર ગુલામીથી મુક્ત થતું હોય ત્યારે પણ તે અધ સાધનાથી તેમાં મદદ ન કરે. ઊલટું, ધમ્મ સાધના તદ્દન નવાં યોજી તે દેશને ગુલામીથી છેડવે. આ દૃષ્ટિએ જોતાં જો કાઈ પણ દેશ આજે ધની સ્વતંત્રતા સાચવવા મથતા હોય તા તે ભારત જ છે, અને તે પણ ગાંધીજીને હાથે. ગાંધીજીના ધર્મ સક્રિય છે અને નિષ્ય પણ છે. પરસત્ત્વ હરવામાં તે નિષ્ક્રિય છે, જ્યારે સ્વસત્ત્વ સિદ્ધ કરવામાં તે સક્રિય છે. ભારત આક્રમણ તે કરતું જ ન હતું. એટલે તેના ધર્મોમાં આક્રમણકા'માં મદદ કરવાના દોષ તો આવ્યો જ ન હતો, જેવો ઇસ્લામ કે ખ્રિસ્તી ધર્માંમાં આવ્યો છે. પણુ તેનામાં ખીજાનું આક્રમણ સહેવાને દોષ કે અન્યાય ખમવાના દોષ પૂરેપૂ આવેલા; તેને જ ગાંધીજી દૂર કરવા મથે છે. ધર્મો દ્વારા રાષ્ટ્રને ગુલામીથી મુક્ત કરવાના ગાંધીજીના અપૂર્વ પંથ છે. શ્રી રાધાકૃષ્ણન કે ટાગોર આદિ જ્યારે ધર્મ ને રાષ્ટ્રભિમાનને સેળભેળ થતા અટકાવવા કહે છે ત્યારે તેમની સામે બધાં અધમગામી રાષ્ટ્રોનું સજીવ ચિત્ર હોય છે.
4
'
આ પુસ્તકનું નામ ધર્મોનું મિલન રાખેલું છે તે બહુ જ ઉચિત છે. એમાં સંગ્રહાયેલાં બધાં જ લખાણ ને પ્રવચનો મુખ્યત્વે ધમિલનમાં જ પવસાન પામે છે. ધમિલનનું સાધ્યું શું, એ મુખ્ય પ્રશ્ન છે. તેના ઉત્તર શ્રી રાધાકૃષ્ણને પાતે જ મહાસમન્વય ' ની ચર્ચા દ્વારા આપ્યો છે. દરેક નાં સુવિચાર અનુયાયી અને જ્ઞાતાના આજે નિશ્ચિત મત છે કે ધર્માંન્તરની વટાળપ્રવૃત્તિ અનિષ્ટ જ છે. સાથે સાથે કાઈ ધર્મના ઉચ્ચતર અભ્યાસી અને વિચારક એવો નથી જે પોતાના પર્'પરાગત ધર્મના સ્વરૂપમાં જ સંતુષ્ટ હોય. દરેક સુવિચારી ઉત્સાહી પાતાની પરંપરાગત ધમ ભૂમિકાને એ તે કરતાં વિશેષ ઉન્નત તે વિશેષ વ્યાપક બનાવવા માગે છે. એક તરફથી પન્થાન્તરના કે ધર્માન્તરને વધતા જતા અણુગમે અને બીજી તરફથી પોતપોતાના ધર્મને વિકસાવવાની, વિશેષ વ્યાપક અને શુદ્ધ અનાવવાની ઉત્કટ અભિલાષા-એમાં દેખીતા વિરાધ છે, પણ એ વિરેધ જ · મહાસમન્વય ' ની ક્રિયા સાધી રહ્યો છે. કાઈ એક ધર્મ સપૂર્ણ નથી, જ્યારે ખીને કાઈ પૂ પણે પાંગળા નથી. માત્ર જાગરૂક દૃષ્ટિ અને વિવેકશીલ ઉદારતા હોય તે હરકાઈ ધર્મ બીજા ધર્મમાંનું સારું એટલું બધું અપનાવી શકે અને બીજો
(
Page #9
--------------------------------------------------------------------------
________________ ધમપ્રવાહ અને આનુષંગિક સમસ્યાઓ [ 35 પહેલામાંથી. આ રીતે દરેક ધર્મનું ઉચ્ચીકરણ સંભવે છે; અને એ જ ખરા ધર્મજિજ્ઞાસુઓની ભૂખ છે. આ ભૂખ શ્રી રાધાકૃષ્ણનના સર્વધર્મ વિષયક ને તટસ્થ તુલનાત્મક અધ્યયનથી સંતેજાય છેઅને તે પિતે ગાંધીજીના જેટલા જ ધર્માન્તરના કટ્ટર વિરેાધી હોવા છતાં પિતાના આવા નિરૂપણ દ્વારા જુદા જુદા દરેક ધર્મના અનુયાયીઓને પિતાપિતાના ધર્મમાં રહીને ઉચ્ચીકરણ સાધવાની તક પૂરી પાડે છે. –ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનના પુસ્તક ધર્મોનું મિલન'ની પ્રસ્તાવના.