SearchBrowseAboutContactDonate
Page Preview
Page 4
Loading...
Download File
Download File
Page Text
________________ ૩ ] દર્શન અને ચિતન જાણીએ છીએ કે એ વિદ્યાધામા જે જે પંથના હોય તે જ પંથના વિદ્યાર્થી અને મોટે ભાગે તે જ પંથના અધ્યાપકા તેમાં હોય છે. તે વિદ્યાધામ ગમે તેટલું ઉદાર વાતાવરણ ધરાવતુ હોય છતાં તેમાં પરપથાના વિદ્યાર્થીઓ કે અધ્યાપકા જતા નથી, અને જાય તે તેમાં એકસ થઈ શકતા નથી. એટલે પરિણામ એ આવે છે કે દરેક પથ દ્વારા ચલાવાતાં વિદ્યાધામામાં ધર્મનું શિક્ષણ એકદેશીય જ રહી જાય છે. એને લીધે પથ પથના અનુયાયીઆની વિચારણામાં રહેલું અંતર કે તેમાં રહેલી ભ્રાન્તિએ મટવાને બદલે, વિશેષ વધે નાંહે તાપણુ, કાયમ તો રહે છેજ. જ્યારે વર્તમાન યુગ દૂરવર્તી ભિન્નભિન્ન ખંડના માણસાને સહેલાઈથી મળવાનાં સાધના ધરાવે છે. અને અનેક બાબતો પરત્વે વિશ્વસંધની વ્યવસ્થા કરવાની શક્તિ ધરાવે છે, ત્યારે તે યુગમાં માણુસજાતનાં હાડમાંસ સાથે સંકળાયેલ ધર્મતત્ત્વનું એકદેશીય શિક્ષણ કદી નભી ન શકે, નવું ન જોઈએ. ખરી રીતે આ યુગે જ સમિલન યોગ્ય કૉલેજો અને યુનિવર્સિટી ઊભી કરી છે, અને તે જ સંસ્થા પ્રાચીન વિદ્યાધામો અને ધ શિક્ષણનાં ધામોનું સ્થાન લઈ રહેલ છે. તેને જ અનુરૂપ ઐતિહાસિક તેમ જ તુલનાત્મક ધર્માશિક્ષણના પાયા નંખાયા છે. આ શિક્ષણ કાં તે પ્રાચીન ધર્મ ધામેાને પોતાની ઉદારતાથી અજવાળશે; અને કાં તો, જો તેએ પાતાની સકીણ તા નહીં છેડે તે, તેમને અવશ્યમેવ તેલ્લેહીન ખનાવશે. શ્રી રાધાકૃષ્ણન સાચું જ કહે છે કે કૅલેો ને યુનિવર્સિટીએ એ ધર્મપ્રચારનાં ધામેા નથી, એ તે શુદ્ધ ને વ્યાપક જ્ઞાન પૂરું પાડનાર શિક્ષણ સંસ્થા છે. આજે જયાં જુએ ત્યાં દરેક વિષયના સાર્વજનિક શિક્ષણની મહત્તા વધી રહી છે. આ યુગમાં ધર્મના પણ્ સર્વગ્રાહ્ય સાર્વજનિક શિક્ષણની કેટલી અગત્ય છે, અને તે વિષે લાફા કટલી રુચિ ધરાવે છે એ વસ્તુ દિવસે દિવસે વધતા જતા અને લોકપ્રિય થતા ધર્મવિષયક અતિહાસિક અને તુલનાત્મક શિક્ષણથી સિદ્ધ થાય છે. જોકે આવા શિક્ષણુની શરૂઆત યુરેપિચના દ્વારા તે યુરોપની ભૂમિ પર જ થઈ, છતાં ખુશીની વાત તો એ છે કે ભારતના એક સાચા બ્રાહ્મણે એ યુરોપની ભૂમિમાં પણ આ વિષયનું ગુરુપદ પ્રાપ્ત કર્યું છે. જ્યારે મનુએ કહેલું કે કાઈ પણ દેશના વાસીએ ભારતમાં આવીને વિદ્યા મેળવવી, ત્યારે કદાચ તેના ઊંડા આશય એ પણ હાય કે ભારતના યુગારૂપ બ્રાહ્મણા ભારતની બહાર જઈને પણ યુગાનુરૂપ ભાષામાં યુગાનુરૂપ શિક્ષણ આપરો. જ્યારે સનાતન સંસ્કારના એ દ્વિજો મનુના એ શબ્દને આ જ પણ વળગી રહ્યા છે, ત્યારે મનુના જ્ઞાનને વારસે ધરાવનાર એક શ્રી રાધાકૃષ્ણુન જેવા સનાતની માત્ર તેના શબ્દોને વળગી ન રહેતાં તેના ગર્ભિત અને અમલમાં મૂકે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249157
Book TitleDharm Pravaho ane Anushangik Samasyao
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size171 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy