SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપ્રવાહ અને આનુષંગિક સમસ્યાઓ [ ૩૧ બુદ્ધિ, સ્મૃતિ, વિશાળ વાચન, સંકલનશક્તિ અને ભાષા પરનું અસાધારણું પ્રભુત્વ એ બધું હોવા છતાં જે શ્રી રાધાકૃષ્ણનને આર્યધર્મ અને તેનાં તનું વિશદ, સૂક્ષ્મ અને સમભાવી જ્ઞાન ન હોત તે તેઓ આટલી સફળતાથી દુનિયાના બધા જ ધર્મોની તાત્વિક અને વ્યાવહારિક મીમાંસા ભાગ્યે જ કરી શકત. આ પુસ્તકમાં પદે પદે વિશદતા ટપકતી હોવા છતાં વાચકને તેને એકાદ નમૂને સૂચવ હોય તે પૃ. ૧૪૯ પર આવેલ “નિવૃત્તિ વિ. પ્રવૃત્તિ” એ મથાળા નીચે દોરાયેલું ચિત્ર સૂચવી શકાય. વાચકે જોઈ શકશે કે એમાં પૂર્વ ને પશ્ચિમના ધર્મોને સ્વરૂપભેદ, તેમને માનસભેદ અને ઉદ્દેશ્યભેદ કેટલી તાદશતાથી ચિત્રિત કર્યા છે. તેમની વિચારસૂક્ષ્મતા માટે બે-ત્રણ સ્થળે સૂચવ્યા વિના સવ નથી થતું. શ્રી રાધાકૃષ્ણન મેક્ષનું સ્વરૂપ ચર્ચતાં ધર્મોના એક ગૂઢ કેયડાને ઉકેલે છે. કેટલાક મોક્ષને ઈશ્વરની કૃપાનું ફળ માની બહારથી મળી આવનાર એક બક્ષિસ માને છે, જ્યારે બીજા કેટલાક તેને આત્મપુરુષાર્થનું ફળ ગણે છે. એને ઝીણવટભરેલે ઉકેલ લેખક કરે છે, ત્યારે ખરેખર તેઓ યોગશાસ્ત્રની “ચિત્તભૂમિકાઓ, જૈનશાસ્ત્રનાં “ગુણસ્થાનો” અને બૌદ્ધ પિટકના માર્ગો નું જ અત્યંત સરળ ભાષામાં સૂચન કરે છે. તેઓ કહે છે : “મોલ એ આપણું હૃદયમાં વસતા ઈશ્વરત્વને ધીમે ધીમે થત વિકાસ છે... ઈશ્વરની કૃપા ને આત્માને પુષાર્થ એ એક જ ક્રિયાનાં બે જુદાં જુદાં પાસાં છે.” (પૃ. ૯૯) કર્મ અને પુનર્જન્મ વિષે ચર્ચા કરતાં પાપીનું પાપ ધોઈ કાઢવા બીજે જ માણસ દુ:ખ ભોગવે છે એવા ખ્રિસ્તી ધર્મના સિદ્ધાન્તની તેઓ બારીકાઈથી સમીક્ષા કરે છે, અને સમર્થ રીતે સિદ્ધ કરે છે કે સ્વકૃત કર્મ અન્યથા થઈ શકે નહિ, અને થાય તોયે કર્તાના પિતાના પુરુષાર્થ વડે જ. આ આખી ચર્ચા પૃ. ૧૧૦ થી વાંચતાં ભારે રસ પડે તેમ છે. ભિન્ન ભિન્ન સંપ્રદાયમાં પરમાત્મદર્શન માટેનાં સાધનોની બાબતમાં કેટલાક ન ભૂંસાય એવા વિરે દેખાય છે. કોઈ પરમાત્મદર્શન માટે એક અથવા બીજા પ્રકારની મૂર્તિનું અવલંબન લે છે, જ્યારે બીજા કેટલાક મૂર્તિને સાવ નિરર્થક માની જપ કે ચિત્તનને જ પરમાત્મદર્શનનું સાધન માને છે. આ બે માર્ગો વચ્ચે જે ઊડે વિરોધ છે તેણે ભાઈભાઈ અને કામ-કોમ વચ્ચે સંક્રામક ઝેર સીંચ્યું છે, ને અનેકને પ્રાણ હર્યા છે. આ વિરોધને પરિહાર શ્રી રાધાકૃષ્ણને જે શાસ્ત્રીયતા ને મૌલિકતાથી કર્યો છે તે સાંભળતાં મને મારા જ જીવનને એક અજીત પ્રસંગ યાદ આવ્યું. હું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249157
Book TitleDharm Pravaho ane Anushangik Samasyao
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size171 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy