SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપ્રવાહ અને આનુષંગિક સમસ્યાઓ [૬] શ્રી રાધાકૃષ્ણનના આ પુસ્તક ધર્મોનું મિલનમાં તેમની ત્રણ વિશેષતાઓ વિશેષ રૂપે નજર આગળ તરી આવે છે: (૧) કંટાળો ઊપજે એવું લંબાણ કર્યા સિવાય અત્યંત મને હર શૈલીએ તદ્દી સ્કુટ ચર્ચા કરવી, (૨) ચર્ચાના વિષય પર ગંભીરપણે લખનાર સંખ્યાબદ્ધ લેખકેની સાક્ષીઓ આપી તેમનાં કામલાથક અવતરણેના સમુચિત સંકલનથી પિતાના વક્તવ્યને ફુટ ને સમૃદ્ધ કરવું, (૩) એમનાં તપાવ અને સમભાવ. ભૂતકાળની પેઠે આ યુગમાં પણ ભારતે અનેક સમર્થ ધર્મચિન્તકે અને. ધર્મ વિષે સાધિકાર લખનારબેલનારાઓ નિપજાવ્યા છે. અસાધારણતા તે. બધાને સામાન્ય ગુણ છે, છતાં તે સૌની ભૂમિકા જુદી જુદી છે. ભારત અને ભારત બહારના વિશ્વ ઉપર ધર્મ વિષેની પોતાની વિચારણા અને અનુભૂતિની વિશિષ્ટ છાપ પાડનાર પાંચ પુ સુવિદિત છે. શ્રી અરવિંદ ગૂઢ તાંત્રિક સાધન દ્વારા ને ગૂઢ વાણુ દ્વારા ધર્મનાં ગૂઢ ત પ્રકાશે છે; તે. પારાના રસાયન જેવા હોઈ સર્વગ્ય નથી. કવિવર રવીન્દ્ર પિતાની કવિ સુલભ સર્વમુખી પ્રતિભા અને સહજસિદ્ધ ભાષા સમૃદ્ધિના હૃદયંગમ અલંકારથી ધર્મના તત્વનું રસપૂર્ણ નિરૂપણ કરે છે. તે ઉપનિષદ અને ગીતાની ગાથાએ સમું સરલતમ અને ગૂઢતમ બન્ને પ્રકારનું કાવ્ય બની રહે છે, તેથી તે બહુભમ્ય છતાં વસ્તુતઃ અલ્પભોગ્ય જ છે. ગાંધીજીનાં ધર્મ વિષેના ઉદ્ગારે ને લખાણે સર્વલક્ષી હોઈ તે ગંભીર છતાં પણ સંતસમા તપસ્વીની વાણીરૂપે સર્વગમ્ય બને છે. તેથી તે અધિકારીભેદે બકરી અને ગાયના દૂધની પિોષક ગરજ સારે છે. ડે. ભગવાનદાસનાં ધર્મચિન્તન અને વિચારલેખન એ અનેક ઉદ્યાને માંના અનેકવિધ પુષ્પમાં રહેલ મકરંદને પચાવી ગરાજે કરેલા મધુ સંચય જેવાં છે. તે મધુર અને પથ્ય હોવા છતાં દૂધના જેટલાં સુપચ નથી. શ્રી રાધાકૃષ્ણનનાં ધર્મપ્રવચને એ અનેક ઉદ્યાનમાંથી અનેકવિધ લતા પરથી ચૂંટી એકત્ર કરેલા અને રંગી ને અનેક જાતનાં કુસુમો વડે અસાધારણ કુશળતા ધરાવનાર માલાકારે ગૂંથેલી એક મનોરમ પુષ્પમાળા સમાન છે. તે ગમે તે પ્રેક્ષક અધિકારીની દષ્ટિને લોભાવે છે, અને પિતાની મહેકથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.249157
Book TitleDharm Pravaho ane Anushangik Samasyao
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherZ_Darshan_ane_Chintan_Part_2_004635.pdf
Publication Year1957
Total Pages9
LanguageGujarati
ClassificationArticle & Religion
File Size171 KB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy