Book Title: Dharm Pravaho ane Anushangik Samasyao Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 7
________________ ધર્મપ્રવાહ અને આનુષગિક સમસ્યાઓ [૩ શ્રી રાધાકૃષ્ણન “ધર્મ અને રાષ્ટ્રાભિમાન” એ મથાળા નીચે આજે વિચારકનાં મનમાં ઘોળાઈ રહેલા એક અગત્યના પ્રશ્નને છણે છે. એમના મુદ્દો એ છે કે ધર્મસંઘોએ મિથ્યા રાષ્ટ્રાભિમાનને વશ ન થવું જોઈએ. તેમણે આ બાબતમાં મુખ્યપણે ખ્રિસ્તી ધર્મને લક્ષીને કહ્યું છે. ખ્રિસ્તી ધર્મો રાષ્ટ્રાભિમાનને વશ થઈ પિતાને આત્મા ગુમાવ્યું છે. ખ્રિસ્તી સંધે પોતાના રાષ્ટ્રને જ વફાદાર રહે છે, ઈસુના સિદ્ધાન્તને નહિ. આ દેષ મુસલમાનમાં પાકિસ્તાન રૂપે પુનઃ આજે અવતરે છે, કેમ કે, પછી એમ થશે કે ઇસ્લામ ધર્મ પાળનાર જેમાં રહે તે દેશ જ સર્વોચ્ચ, નહિ કે કુરાનના સિદ્ધાતિ. જે હિંદુ મહાસભા એ પ્રમાણે કરે છે તે પણ હિંદુ ધર્મમાં વિકાર લાવે. જાપાની બૌદ્ધોએ પોતાના બૌદ્ધ ધર્મને જાપાનની રાજસત્તાને હવાલે કરી દીધો છે. આ રીતે ધર્મનું તેજ હણાતાં તે તે રાષ્ટ્રો લડે ત્યારે ધર્મગુરુઓ તેમને લડાઈથી મુક્ત કરવાનું ધાર્મિક બળ ગુમાવી બેસે છે. ગાંધીજી રાજકારણમાં પણ ધર્મ દાખલ કરે ત્યારે તે ધર્મ એટલે કેઈ સંપ્રદાય નહિ, પણ સર્વસંપ્રદાયસંમત પ્રેમ, સેવા ને ત્યાગને ધર્મ છે. ગાંધીજી રાષ્ટ્રને માટે લડે છે, પણ તે ધર્મને નિર્જીવ કે ગૌણુ કરીને નહિ. રાષ્ટ્ર આડે રસ્તે જાય ત્યાં તેને પણ તેઓ ધર્મદષ્ટિએ જ ચેતવે છે. તેઓ જેમ પરાધીનતામાંથી મુકત થવા ધર્મને આશ્રય લઈ કાર્યની યોજનાઓ ઘડે છે તેમ સ્વરાષ્ટ્ર પણ શુદ્ધ ધર્મથી વિહોણું ન થાય તેવી સાવચેતી રાખે છે, ધણા કહે છે કે ગાંધીજી રાષ્ટ્રીય નહિ પણ ધાર્મિક છે, ત્યારે એમ સમજવું કે તેઓ છે તે રાષ્ટ્રીય, પણ રાષ્ટ્રને આડે રસ્તે ન જવા દેવામાં સાવધ રહે છે, માટે જ તેઓ ધાર્મિક છે. માત્ર ધાર્મિક હોત તો તેઓ બીજા નિશ્ચિ બાવાઓની પેઠે એકાંતમાં બેસી જાત; પણ તેઓ તે ધમ વાટે જ રાષ્ટદાર કરવામાં ધર્મ માને છે, અને તે દ્વારા જ ધર્મ છે કે નહિ તેની પરીક્ષા કરે છે. ગાંધીજી માત્ર ધાર્મિક હોત તો ધર્મનું નામ લઈ આખા દેશને ઉશ્કેરત, અને તેને બીજા ધર્મોની સામે થવા કહેત, પણ તેઓ તો બીજાઓની લુંટારુવૃત્તિની સામે થાય છે, નહિ કે બીજાઓના અસ્તિત્વ સામે. એ જ રીતે તેઓ દેશની નિર્બળતા સામે થાય છે, અને સાથે જ રાષ્ટ્રના ઉદ્ધારમાં ઉદાસીનતા પણ જરાયે દાખવતા નથી. જ્યારે ધર્મ રાષ્ટ્રને વશ થાય ત્યારે રાષ્ટ્રના આક્રમણકાર્યમાં તે સહાયક બને છે, અને બીજાઓની ગુલામીને પિષે છે. તેમ જ સાથે સાથે સ્વરાજમાં ગુલામીનાં બીજે પણ વાવે છે; જેમ ચીસ. રમ, અરબસ્તાન આદિમાં થયું છે તેમ, આજે જાપાની બૌદ્ધ ધર્મ આ જ વસ્તુ કરી રહ્યો છે. વળી જ્યારે ધર્મ રાષ્ટ્રને આધીન થાય છે ત્યારે રાષ્ટ્ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9