Book Title: Dharm Pravaho ane Anushangik Samasyao Author(s): Sukhlal Sanghavi Publisher: Z_Darshan_ane_Chintan_Part_2_004635.pdf View full book textPage 6
________________ ૩૨ } દર્શન અને ચિંતન . જન્મથી મૂર્તિ પૂજા ન માનનાર ફિરકાના હતા. અનેક તીર્થી તે મંદિરમાં જવા છતાં એમાં પાષાણુની ભાવના સિવાય બીજી ભાવના સ્ફુરતી નહિ. કયારેક પ્રખર જૈન તાર્કિક યશોવિજયજીનું · પ્રતિમાશતક ' મારા વાંચવામાં આવ્યું.. એમાં તેમણે એક સરળ દલીલ કરી છે કે પરમાત્માનું સ્મરણુ કરવું એ ઉપાસકનુ ધ્યેય છે. હવે તે સ્મરણુ જે નામથી થતુ હાય ! રૂપથી પણ થાય છેજ. એવી સ્થિતિમાં સ્મરણના કાઈ એક સાધનને જ માનવું તે બીજાને તરછોડી કાઢવું એ શું યાગ્ય છે? આ દલીલ મારે કાને પડી તે જ ક્ષણે મારા જન્મસિદ્ઘ કુસંસ્કાર સરી ગયો. શ્રી રાધાકૃષ્ણને મૂર્તિ ન માનનારને સખેાધીને આ જ વસ્તુ બહુ વિસ્તારથી તે અતિ ઝીણવટથી કહી છે. તેમણે કહ્યું છે કે પરમાત્મતત્ત્વ એ તે ખરી રીતે વાણી તે મનને અગાચર જ છે; પણ આપણા જેવા અપૂર્ણ અધિકારીને માટે તે માર્ગે આગળ વધવાને, તેનું સ્મરણ પુષ્ટ કરવાને, અનેક પ્રતીકા છે; પછી ભલે તે પ્રતીકે કાઇ,, પાષાણુ કે ધાતુનાં ભૂત રૂપ હોય, અગર કલ્પના કે જપસ્વરૂપ માનસિક તે અમૂત હોય. આખરે તે એ બધાં મૂર્ત-અમૃત પ્રતીકા જ છે. તેમણે આ ચર્ચા પ્રસંગે માનસશાસ્ત્રનાં સિદ્ધાન્તા અને તત્ત્વજ્ઞાનને જે સુમેળ સાધ્યેય છે તેના ઉપર કાઈ તટસ્થપણે વિચાર કરે તે એના મનમાંથી મૂર્તિપૂજા સામેને કાળજૂના વિરોધ સરી પડ્યા વિના ન રહે. શ્રી રાધાકૃષ્ણનના નિરૂપણની ખૂબી એમના સમભાવમાં છે. તે સહિષ્ણુતા, દયા અને ઉદારતા કરતાં પણ સમભાવને, ગાંધીજીની પેઠે જ, ઊંચું સ્થાન આપે છે. જ્યારે તેએ ઇસ્લામની સમીક્ષા કરે છે ત્યારે પણ ઇસ્લામનાં એ તત્ત્વા—ષ્ઠિરનુ પિતૃત્વ અને માનવાનું ભ્રાતૃત્વને અપનાવવા અને જીવનમાં ઉતારવા હિંદુઓને કહે છે. તેઓ મુખ્યત્વે ખ્રિસ્તીઓ સમક્ષ ખેલતા હાઈ ખ્રિસ્તી ધર્મની ભ્રમણા વિષે વધારે ટીકા કરે છે; છતાં પણ ખ્રિસ્તી ધર્મનાં માનવસેવા, વ્યવસ્થા આદિ તત્ત્વને અપનાવવા સૂચવે છે. હિંદુઓને તેમની અણઘડ ને જંગલી પ્રથાએ ફેંકી દેવાને દઢાગ્રહ રાખવા કહ્યું છે તે રાધાકૃષ્ણનની સમતલ બુધ્ધિનુ પ્રમાણ છે. પરંતુ રાધાકૃષ્ણનની ખરી સંસ્કારિતા અને સૌંદર્યદૃષ્ટિ તે ત્યારે વ્યકત થાય છે જ્યારે તે કહે છે કે અહિંસાની જે છટાભેર વાતે કરે છે તે પશુયાને ઉત્તેજન આપતા દેખાય છે; ” (પૃ. ૧૩૬) તેમ જ જ્યારે તેઓ કહે છે કે હું એક બીજાનુ ખંડન કરવામાં રચ્યાપચ્યા રહેલા અનેક વાદ્ય, મુદ્ધિ ન સમજી રાકે એવા તત્ત્વનાં ટૂ પણાં અને જુલમગાર પ્રથાએ, જેની નીચે મનુષ્યના આત્મા સાવ કચડાઈ જાય છે, તે બધાંને નાબૂદ કરતાં આપણને આવડવું જોઈ એ.” (પૃ. ૧૩૯) tr Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9