Book Title: Dharm Chintan Author(s): Vajrasenvijay Publisher: Bhandrankar Prakashan View full book textPage 5
________________ સંપાદકીય આત્માનું સંસારમાં ભ્રમણ થાય છે તેનું મુખ્ય કારણ વિષયની આશક્તિ અને કષાયોના કારણે, મુખ્ય રાગ-દ્વેષના કારણે. આ રાગ-દ્વેષની પરિણતિ જ્યાં સુધી નહી સુધરે ત્યાં સુધી આત્મવિકાસ શક્ય નથી આત્મવિકાસ માટે આત્માનુભવ જરૂરી છે. તે માટે પૂજ્યપાદ, પંન્યાસજી ભગવંતનું ચિંતન ખૂબ જ ઉપયોગી છે. આત્માનુભવ મેળવવા માટે જેટલી જરૂર વૈરાગ્યની છે અને વિષય-કષાયની મંદતાની છે, એટલી જ જરૂર આત્મધ્યાનની પણ છે. એ માટે પ્રાતઃકાળનો સમય સર્વશ્રેષ્ઠ છે. ધ્યાન વખતે આવી જતા અન્ય વિચારોને રોકવા માટે સર્વશ્રેષ્ઠ ઉપાય પ્રભુના નામજપનો છે. એક બાજુ વૈરાગ્ય હોય, બીજી બાજુ નામ-જપ ચાલુ હોય તો આત્માનુભવ મેળવવાની ચાવી હાથમાં આવી જાય આપણી ઇચ્છા વિના એક પણ વિચાર કે ભાવ ચિત્તમાં ન ઉઠે એવી માનસિક સ્થિતિ જો આપણે પેદા કરી શકીએ. તો તત્ક્ષણ જ શાંતિનો અનુભવ થવા માંડે. મનમાં એક પછી એક વિચારો આવતા જ રહે છે એથી રાગ-દ્વેષના ભાવો પેદા થતા રહે છે અને એથી રાગ-દ્વેષના ભાવો પેદા થતા રહે છે, અને એથી આત્માની શાંતિને ખલેલ પહોંચ્યા કરે છે. આમાંથી છૂટવા માટે વહેલી તકે વિચારો ઉપર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કરી દેવો જોઈએ. એક બાજુ વૈરાગ્ય, બીજુ બાજુ નામ-જપ આ બે ચીજો ઢાલની જેમ આપણી આત્મરક્ષા કરે છે. આ ઢાલની એક બાજુ વિષયોના આકર્ષણથી અને બીજા બાજુ રાગ-દ્વેષના પ્રહારોથી આપણી આત્મરક્ષા કરે છે. આત્મરક્ષા માટે રાગ-દ્વેષની શુદ્ધિ માટે નવકારનું ચિંતન-મનન તેમજ અધ્યાત્મયોગમાં પ્રવેશ માટે મૈત્યાદિ ભાવોથી ભાવિત બનવું પડશે. તે માટે જૈન સંઘમાં જાગૃતિ લાવવા ધર્મચક્ર માસિકના માધ્યમે પ્રયોગ આદરેલ ત્યારે ઠીક-ઠીક પ્રમાણમાં ભાવુકો સાધનામાં જોડાયા. તે ધર્મચક્રના લેખોનું સંકલન કરેલ છે. જેમાં મારા લઘુગુરુબંધુ આચાર્ય હેમપ્રભસૂરિજી મ. એ મહેનત કરી છે. અને યશના ભાગીદાર મને બનાવ્યા છે. બસ, પૂજ્યપાદ, પરમગુરુદેવ, પંન્યાસ શ્રીભદ્રંકરવિજયજી મહારાજના ભાવો પામીને સૌ નમસ્કારમય બની પરમપદના ભાગી બનીએ. પંન્યાસ વજસેન વિજયPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 458