Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 7
________________ વર્તમાન યુગના આનંદઘનજી લેખક :–સિદ્ધચક્ર આરાધક બાબુભાઈ કડીવાલા અધ્યાત્મયોગી પૂજય ગુરુદેવશ્રીના અણુઅણુમાં અરિહંતપદનું રટન હતું. એમના આત્માના પ્રત્યેક પ્રદેશમાં અરિહંતપદનું ગુંજન હતું. તેઓશ્રી જ્યારે અરિહંતપદનું વર્ણન કરતા ત્યારે તેમના મુખ ઉપર હર્ષ, આનંદ અને રોમાંચ દેખાતા હતા. તે સમય. પૂજ્યશ્રીનું દર્શન અત્યંત પાવનકારી બનતું હતું. અરિહંતપ્રભુના સંદર્ભમાં જયારે તેઓશ્રી વાત કરતા ત્યારે તેમનું ચિત્ત પ્રભુને સંપૂર્ણ સમર્પિત છે એવું લાગતું હતું. એમનું હૃદય ખરેખર અરિહંતભાવથી ભાવિત થયેલું છે એવું જણાતું. તેઓશ્રીની વાણી પ્રભુના સાચા સંદેશવાહકની જેમ પુષ્પરાવર્ત મેઘ સમાન પ્રશમ રસની વૃષ્ટિ કરતી હતી. મોહ રૂપી અંધકારથી વ્યાપ્ત બનેલા જીવોના નેત્રોમાં પ્રવચન-અંજન જેવી તેઓશ્રી સુમધુર વાણી હતી. તેઓશ્રીના હૃદયમાં સર્વનું હિત સમાયેલું હતું. “શિવમસ્તુ સર્વ-જગતઃ” આ એમના ઉપદેશનો સાર હતો. “સવિ જીવ કરું શાસનરસી” આ એમનો જીવનમંત્ર હતો. “ગુણાનુરાગની પરાકાષ્ઠા” એ જ એમનું જીવન હતું. કોઈના પણ અવર્ણવાદ બોલીને તેઓશ્રીએ પોતાનું મુખ ક્યારેય મલિન કર્યું ન હતું. તેઓશ્રી વિરોધને પણ વિનયમાં રૂપાંતરિત કરી દેતા. વાતાવરણને વાત્સલ્યથી ભરી દેતા હતા. વિશુદ્ધ પ્રેમની જીવંત પ્રતિમા એટલે પૂજય પંન્યાસજી મહારાજ. પૂજયશ્રીના વ્યાખ્યાનમાં જીવમાત્રના કલ્યાણની જ એક વાત રહેતી. પરમાત્માની કરુણાના પાત્ર જગતના જીવો તરફ ઔચિત્ય, મૈત્રી વગેરે ભાવોનું વારંવાર તેઓશ્રી વિવેચન કરતા. સાધનામાં મૈત્રી આદિ ભાવોને જોડવાની પ્રેરણા વારંવાર કરતા. યસ્ય દૃષ્ટિ કૃપાવૃષ્ટિ-ર્ગિરઃ શમસુધાકર, તસ્મ નમઃ શુભજ્ઞાન-ધ્યાનમગ્નાય યોગિને.” જેઓશ્રીની દષ્ટિ કરુણાની વૃષ્ટિ સમાન છે. જેઓશ્રીની વાણી ઉપશમ રસ રૂપ અમૃતના છાંટણા સમાન છે. પ્રશસ્ત જ્ઞાન અને ધ્યાનમાં જે મગ્ન છે. આવા યોગમાર્ગના સાધક યોગી મહાપુરુષને નમસ્કાર થાઓ. આ શ્લોકનો ભાવ એ જ જેમનું જીવન હતું. આવા પૂજ્ય પંન્યાસ ભદ્રંકરવિજયજી મહારાજાના ચરણોમાં કોટિ-કોટિ નમસ્કાર થાઓ.

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 458