________________
મહાયોગી આનંદઘનજી મહારાજાની આત્મરમણતાને યાદ કરાવનાર, સૂરિપુરન્દર પૂજ્ય હરિભદ્રસૂરિજી મહારાજની જિનભક્તિની સ્મૃતિ કરાવનારા, ઉપાધ્યાય યશોવિજયજી મહારાજાની સ્યાદ્વાદ ભાવપૂર્વકની ન્યાયશૈલીને યાદ કરાવનાર તથા ચિદાનંદજી મહારાજની ચૈત્યન્યવિલાસની ઝાંખી કરાવનાર પૂજય પંન્યાસજી મહારાજશ્રી ભદ્રંકરવિજયજીમ.ને કોટિ-કોટિ વંદન.
“સબ ધરતી કાગજ કરું, લેખની સબ વનરાય,
સાત સમન્દ કી મસિ કરું, ગુરુ-ગુણ લિખા ન જાય.’’
સમતા ભાવનિષ્ટ પૂ.પંન્યાસજી મહારાજ એવા હતા કે જેમણે જગતને મૈત્રીભાવરૂપ અમૃત પીવડાવ્યું, જેમણે જગતને યોગમાર્ગનું મહત્ત્વ સમજાવ્યું. જેમણે જગતને નવકા૨નું રહસ્ય સમજાવ્યું, જેમણે જગતને સ્યાદ્વાદનું માહાત્મ્ય સમજાવ્યું. જેમણે પોતાના જીવન દ્વારા જગતને અહિંસા, સંયમ અને તપનો ઉપદેશ આપ્યો. જેમણે પોતાના જીવનમાં ‘શિવમસ્તુ સર્વજગતઃ”ની ભાવના આત્મસાત્ કરી. એવા પ્રાતઃ સ્મરણીય પૂજ્ય ગુરુદેવશ્રીને કોટિ-કોટિ નમન.
પૂજ્ય પંન્યાસજીમ.ના દર્શન કરીએ ત્યારે એટલું તો જરૂર અનુભવ થાય કે આ મહાપુરુષે શાસ્ત્રમાંથી ‘‘આત્મનો અનુભવ’” શું છે ? તે સમજી લીધું છે. જ્યારે તેઓશ્રી આત્માનુભવની વાતો કરતા ત્યારે આત્માનુભવનો દિવ્ય પ્રકાશ તેમની વાણીમાં દેખાતો. જ્યારે એમની નજીક જઈએ, હૃદયના ભાવોની ભાષા સમજી લઈએ ત્યારે જરૂર ખ્યાલ આવે કે આ મહાપુરુષે આત્મજ્ઞાન અમૃતનુપાન કરી લીધું છે.
આત્માનુભાવ રૂપ સુધા૨સનો આ મહાપુરુષે ખૂબ સ્વાદ કર્યો છે. જે પોતાને શૂન્ય માને છે, અજ્ઞાની માનીને તત્ત્વ-જિજ્ઞાસાથી સદ્ગુરુની પાસે જાય ને પોતાના જીવન વિકાસ માટે પરમતત્ત્વને પ્રાપ્ત કરવાની કલા અવશ્ય મેળવે છે.
પૂજ્ય પંન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજીમ.નો પર્યાયવાચી શબ્દ છે. “અનુભવની ગહરાઈ.” એમની સૂક્ષ્મ પ્રજ્ઞા જિજ્ઞાસુઓની તત્ત્વ-પિપાસાને શાંત કરતી હતી. એમની વાણીમાં અનુભવનો પરિમલ દીપતો હતો, એમના હૃદયમાંથી અનુભવજ્ઞાનનો રસ વહેતો હતો.
શાસ્ત્ર-જિનવચનની તરફ એમના હૃદયમાં અપૂર્વ સમર્પણ હતું. અનુભવ અને ચિંતન દ્વારા જે રત્નો તેઓશ્રીને પ્રાપ્ત થયા હતા, તે જ્યારે શાસ્ત્ર આધાર મળે ત્યારે તેનો સ્વીકાર કરતા. શાસ્ત્રાધારથી સત્યનો નિર્ણય કરીને મુમુક્ષુ યોગ્ય આત્માઓની આગળ ચિંતનનો રસથાળ પીરસતા હતા.
6