Book Title: Dharm Chintan
Author(s): Vajrasenvijay
Publisher: Bhandrankar Prakashan

Previous | Next

Page 4
________________ પ્રકાશકીય " પરમપૂજ્ય, અધ્યાત્મમગ્ન, પંન્યાસપ્રવર શ્રીભદ્રંકરવિજયજી ગણિવર્યશ્રીની અંતરભાવના કે, વર્તમાન જૈન સંઘ પંચપરમેષ્ઠિ નમસ્કાર મહામંત્રની આરાધક બનો. વર્તમાન જૈન સંઘ મૈત્રી આદિ શુભ ભાવનાઓથી વાસિત બનો. વર્તમાન જૈન સંઘ શ્રીઅરિહંત પરમાત્માની સર્વકલ્યાણકારી ભાવના તથા તેમના પ્રભાવે ઉત્પન્ન થયેલ વિશ્વ કલ્યાણકારી તીર્થની સાચી ઓળખાણ પામો. વર્તમાન જૈન સંઘ પંચપરમેષ્ઠિ પ્રત્યે પૂર્ણ ભક્તિવાળો બનો. શ્રીઅરિહંત પરમાત્માની ભાવના તથા એ ભાવનાના પરિપાકરૂપ આજ્ઞા અને એ આજ્ઞાનું પાલન કરનાર ચતુર્વિધ સંઘ વિશ્વમાત્રના હિતની વિશાળ દૃષ્ટિવાળો છે એવી પ્રતિતી બધાને દઢ બનો. શ્રીઅરિહંત પરમાત્મા વિશ્વનું કલ્યાણ કરનારા છે, તેમણે બતાવેલો ધર્મ વિશ્વનું કલ્યાણ કરવા માટે છે, તે ધર્મનું પાલન કરનારા વિશ્વકલ્યાણના હેતુ માટે ધર્મ કરી રહ્યા છે એવી જાણ જગતના જીવોને અને વર્તમાનના મનુષ્યમાત્રને થાઓ, તેમના પ્રભાવે શ્રીઅરિહંત પરમાત્મા, તેમનું શાસન અને તેમના સંઘ પ્રત્યે આદર-બહુમાનવાળા થાઓ. આવી ભાવનાના પડઘારૂપે ધર્મચક્ર માસિકનો પ્રારંભ થયો, તેના લેખોનો સંગ્રહ કરીને પ્રથમ ભાગમાં મુખ્યતાએ પૂજ્યપાદ ગુરુભગવંતોના લેખો તેમજ બીજા ભાગમાં - મુખ્ય પૂજ્ય પંન્યાસજી ભગવંત તેમ જ ચિંતકોના લેખો છે. આ ગ્રંથ પ્રેક્ટીકલ આરાધના-સાધના માટેનું ગ્રંથ છે જે પૂજ્યપાદ પંન્યાસજી ભગવંત વજસેનવિજયજી ગણિવર્યશ્રીએ સંકલન કરવા પોતાના લઘુગુરુબંધુ આચાર્ય હેમપ્રભસૂરિજીને ભલામણ કરી અને તેઓશ્રીએ આ ધર્મચિંતન ગ્રંથનું સંકલન-સંપાદન કરી આપેલ છે જેના વાંચનથી આપણે આત્મ ઉત્થાનના ભાવોથી ભાવિત બનીએ. ભદ્રંકર પ્રકાશન

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 458