Book Title: Dhanya aa Aarti Author(s): Nandini Joshi Publisher: Unnati Prakashan View full book textPage 4
________________ અર્પણ મજૂર મહાજન સંઘના મનજીભાઈ બડિયા જેમણે પોતાની, કદાચ એત્યારે એકમાત્ર, ધનુષતલી જાળવી રાખી અને મને આપી ગ્રામવાસીઓ, નબળા વર્ગો પણ, બનાવી શકે એવા રેટિયાની કલ્પના આપી સુમનભાઈ ભારતી જેમણે ધનુષતકલીના સિધ્ધાંત પરથી તદ્દન સસ્તો અને સરળ ડાળ રેંટિયો બનાવ્યો જેથી નિર્ધનો અને વૃદ્ધો પણ રૂનું સૂતર બનાવી શકે અમદાવાદ કોટન મર્ચન્ટ્રસ એસોસિયેશનના ગૌતમભાઈ સકરચંદ શાહ જેમણે ગુજરાતના જિલ્લા-તાલુકા દીઠ અને રૂની જાત દીઠ રૂના પાકની માહિતી આપી કયાં ગામડાંમાં વગર પૈસે કાપડ બની શકે તે બતાવ્યું અબ્દુલભાઈઅને બાબુભાઈ અજમેરી જેમણે છેક ગામડે આવીને સ્થાનિક રૂ પીંજવાની સહેલી રીત બતાવી ગુજરાત રાજ્ય હાથસાળ વિકાસ નિગમના કાર્યકરો જેમણે ગુજરાતના જિલ્લા-તાલુકા-ગામડા દીઠ વણકરોની માહિતી આપી અને જેમને કારણે વણકરો હજુ વણાટકામ જાણે છે ઈકબાલભાઈ ખેડાવાલા, જગદીશભાઈ વ્યાસ, ફારૂકભાઈ છીપા, વસંતભાઈ પટેલ જેમણે દિલચસ્પ રંગો, લાકડાના ક્ષાત્મક બુટ્ટા, અને સુંદર હાથછપાઈથી ગ્રામવાસીઓના કાપડને એવું આકર્ષક બનાવ્યું કે ગ્રામવાસીઓ એ બનાવવા અધીરા બન્યા જે સહુએ હસતે મુખે, એક પણ પૈસાની ઈચ્છા વગર, પોતે ઘસાઈને - ગ્રામવાસીઓ માટે દિલ રેડીને સાથ આપ્યો અને ' ' ' ગામડામાં વગર પૈસે કાપડ બનાવવાનું સરળ બનાવ્યું સહુ કોઈના દિલમાં જલતી કંઈક સારું કરવાની ઝંખનાના મશાલધારીઓને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 162