Book Title: Devdravyadisiddhi Aparnam Bechar Hitshiksha
Author(s): Sarupchand Dolatram Shah, Ambalal Jethalal Shah
Publisher: Sha Sarupchand Dolatram Mansa
View full book text
________________
( ૧૫ ) યથી તે મને અબાધિત લાગે છે. એટલે “ત ખબર નથી” ૧ એવું કહેવાનું મારે રહેતું નથી. જે જે મુદ્દાઓ તે વખતે મેં ચર્ચા હતા તે પ્રત્યેક ઉપર મારે સવિસ્તર ( નિબંધરૂપે ) લખવાનું હોવાથી મારું આખું ભાષણ હું હાલમાં જ પ્રકટ કરવા ઈચ્છતે નથી મે કઈ પાસે મારા બેલવા વિષે જવાબ માગવાની ઈચ્છા કરી જ નથી, તે પણ કેટલાક અકાળવર્ષે દાની મહાશયે મને જવાબ આપવા પૂછાવે છે કે, ૨ તમે કહે એ ગ્રંથમાંથી જવાબ આપીએ, શું તમેને સૂત્રો માન્ય છે?? કેટલાં અને કયાં કયાં સૂત્રો માન્ય છે? પંચાંગી માન્ય છે? પંચાંગી ઉપરાંત પૂર્વાચાર્યના પ્રથે માન્ય છે? ઈત્યાદિઆને ઉત્તર, મારી જવાબ મેળવવાની અનિચ્છા જ છે. પુછનાર મહાશયે પિતાનું દાનિત્વ અહીં ન જણાવતાં આવા ભયંકર દુકાળમાં કોઈ સુધાર્ત વ્યકિત પ્રતિ જણાવ્યું હેત તે જરૂરપુણ્યભાગ બનત અસ્તુ. વસ્તુસ્થિતિ આમ છતાં પુછનારના આદરની ખાતર અને ચર્ચાના ક્ષેત્રને વિસ્તીર્ણ કરવાની વૃત્તિથી મારે જણાવવું જોઈએ કે, મારે સાહિત્યમાત્ર સાહિત્યરૂપે સ્વીકાર્ય છે, એથી કંઈપણ ચર્ચક જિજ્ઞાસુએ મારી સાથે ચર્ચા કરતાં, કેઈપણ સાહિત્યને પોતાના તમસ્તરણની ઢાલ બનાવતાં નીચેના મુદાઓ ઉપર લક્ષ્ય રાખવાનું છે, જે સાહિત્યની ઓથે રહી મારી સાથે ચર્ચા ચલાવવામાં આવે તે સાહિત્યમાં મૂળ
૧. જનધર્મ પ્રકાશના ચાલુ માસના અંકમાં અમોને તે ભાષણના સંબંધમાં જણાવવામાં આવે છે કે, જે ભાષણ પ્રકટ થયું છે, તે બરોબર નથી. આમ જણાવ્યું છે, તે કોના કહેવાથી જણાવ્યું છે, તે હું જાણતો નથી. ૨ જુઓ એજ માસિક પૃ. ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org