Book Title: Deshya Shabdakosh
Author(s): Bharatram Bhanusukhram Mehta
Publisher: Gujarat Vidyapith

View full book text
Previous | Next

Page 7
________________ જેઓ સંરકૃતમાંથી દેશ્ય શબ્દ વ્યુત્પન્ન થતા હેવાની હિમાયત કરે છે તેમને સ્વ. કૃણલાલ મેહનલાલ ઝવેરીનું મંતવ્ય યાદ કરાવવાની જરૂર રહે છે. તેઓ કહી ગયા છે કે “નીચેના શબ્દ દેશી અથવા દેશ્ય શબ્દ છે. એટલે કે તેઓ સંસ્કૃતમાંથી ઊતરી આવેલા નથી, પણ દેશમાં પ્રચલિત હતા. આવા શબ્દની લાંબી યાદી હેમચંદ્ર પિતાના “દેશીનામમાળા” નામના પુસ્તકમાં આપેલી છે. એવા દેય શબ્દો બોલ્ડ, રેડું, ઝાંખરું, દાથરી, ખોળિયું, ખાબડું, ડેબ, બાચકો વગેરે છે. વળી તેવા મહાશયે સંસ્કૃતમાંથી દેશ્ય શબ્દ વ્યુત્પન્ન થયેલા માનતા હોય તો તેમણે વચગાળાના પ્રાકૃત, અપભ્રંશ, મધ્ય ગુજરાતી તથા આધુનિક ગુજરાતી જેવાં સપાન બતાવવાં જોઈએ. દા. ત. (૧) દધિપદ્રમ, દહિઉદ, દહિઉદ, દહકદ, દાહોદ (૨) અડકમ, અડ, અsઉં, ઈડG, ઈંડું, (૩) વાણિજક, વાણિીઓ, વાણિયઉં, વાણિયલ, વાણિ (૪) શ્વસુરકા, સસુરઓ, સસુરઉં, સસરા, સસરા, સાસરો (૫) પરીક્ષા, પરિકો, પરિખુ, પરીખ, અથવા પારેખ. ઉપર પ્રમાણે મેં મને સૂઝયું તેમ લખ્યું છે; મેં ૧૫૪૧ દેશ્ય શબ્દો આપ્યા છે. તે પૈકી કેટલાક શબ્દો શબ્દાર્થભેદની નજરે એને એ હેવાનું મારા વાચકવર્ગને માલુમ પડે તો નવાઈ નહિ. પરંતુ મેં ક્યા ક્યા આધારે મારા શબ્દ ભેગા કર્યા છે તે હું ન જણાવું તે ઠીક ન ગણાય. પાલી પર ગાઇગર વિહેલ્મ કત Pali Literature Language પ્રાકૃત માટે શેડો. હરગોવિંદદાસ ત્રિકમદાસ કૃત પાસ-મહ_વો; અપભ્રંશ માટે હેમચંદ્ર કૃત દેશી નામમાળા તથા અપભ્રંશ વ્યાકરણ સી. ડી. દલાલ કૃત પ્રાચીન ગુર્જર કાવ્ય સંગ્રહ સાથે ગુજરાતી જોડણીકોશ વગેરે ગ્રંથને ઉપયોગ કરી મેં મારે શબ્દોષ તૈયાર કર્યો છે. મારા શબ્દકોષને અપનાવી અંગત રસ લઈ તેને “વિદ્યાપીઠ” દ્વમાસિકમાં સ્થાન આપી અંતે તેને પુસ્તકાકારે પ્રસિદ્ધ કર્યા બદલ તંત્રી શ્રી મોહનભાઈ પટેલને 'આભાર ન માને તો હું નગુણે ગણાઉં, આશા છે કે ગુર્જર જનતા મારા પ્રયત્નને અપનાવી અને સાફલ્યને લાભ આપશે. તયાતું ! ૭૧ મો જન્મદિન, ર૩––૧૯૯૪) ભરતરામ ભાનુસુખરામ મહેતા આનંદપુરા, વડોદરા Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50