Book Title: Deshya Shabdakosh Author(s): Bharatram Bhanusukhram Mehta Publisher: Gujarat Vidyapith View full book textPage 6
________________ આમુખ $. 21. 1623 Hi The Modern Gujarati-English dictionary મારા પિતા સ્વ. ભાનુસુખરામ મહેતા અને હું ભેગા મળીને તૈયાર કરતા હતા. તે વખતે મને બે મુદ્દાઓ સૂઝયા હતા. એક તો અખિલ ભારતની નજરે આપણા મૂળાક્ષરને વિકાસ દર્શાવવાને. તે કામ ૧૯૨૯ સુધીમાં થયું તેટલું મેં કર્યું. પછી ૧૯૨૯માં ગંડળના તે વખતના મહારાજા ભગવતસિંહજીએ મને બોલાવ્યો, તે વખતે મારી એ બાબતની હસ્તલિખિત પ્રત મેં તેમને બતાવી. તેઓ એ જોઈ ખુશ થયા અને ભગવદ્ગોમંડળ શબ્દોષ માટે તેમાંના મૂળાક્ષરો આપવા તેમણે મને કહ્યું. પણ વ્યાવહારિક રીતે એ બને એમ નહતું, એટલે મેં ના પાડી. હાલ એ હસ્તલિખિત પ્રત મારી પાસે મજૂદ છે. અને ઘણું નિષ્ણાતોએ એ જોઈ મને અભિનંદન આપ્યાં છે. બીજું, દેશ્ય શબ્દો ભેગા કરવાનો વિચાર મેં કર્યો. વ્યુત્પત્તિની નજરે મને આ સમસ્યા ખૂંચતી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં કેટલાક શબ્દ આગવા અને વિશિષ્ટ હોય છે. રાંઢવું, રેઢ, વાળુ, સેંટલ, માંડ, આંબવું, વાળંદ, મેવાળ, મીંદડી વગેરે શબ્દોની વ્યુત્પત્તિ સંસ્કૃતમાંથી બતાવી શકાય એમ નથી; છતાં કેટલાક મહાશયે તેવી વ્યુત્પત્તિ બતાવવાનો આગ્રહ રાખે છે. વળી ગૂજરાતમાં પણ સંખ્યાબંધ દેશ્ય અથવા તળપદા શબ્દો પ્રચારમાં છે. આમ જેટલા બને તેટલા શબ્દોને કોષ મેં તૈયાર કરવા માંડ્યો. ભાષાના વિકાસની નજરે સ્વ. કેશવ હર્ષદ ધ્રુવે ચીંધેલા ત્રણ તબક્કા નોંધપાત્ર છે: (૧) ઈસુની અગિયારમી સદીથી ચૌદમી સદી સુધીને પહેલો તબક્કો. એને અપભ્રંશને કે નાની ગુજરાતીને યુગ કહી શકાય; (૨) ઈસુની પંદરમીથી સત્તરમી સદીને બીજો તબક્કો. એને મળે. ગુજરાતીને યુગ કહી શકાય; (૩) ઈસુની સત્તરમી સદીથી આગળ સુધીને ત્રીજો તબકો. એને આધુનિક કે નવી ગુજરાતીને યુગ કહી શકાય. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.comPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50