Book Title: Dashvaikalik Sutra
Author(s): Jayanandvijay
Publisher: Guru Ramchandra Prakashan Samiti

Previous | Next

Page 6
________________ શ્રી સૂરાવૈવાતિવસૂત્ર માપાંતર આશ્રી ભાવપ્રભસૂરિજીએ પિંડનિયુક્તિ-ઘનિર્યુક્તિને એક ગણી આવશ્યક સૂત્રને પણ મૂલસૂત્ર તરીકે સ્વીકાર્યું છે." સ્થાનકવાસી અને તેરાપંથી પરંપરામાં (૧) ઉત્તરાધ્યયન (૨) દસવૈકાલિક (૩) નન્દીસૂત્ર (૪) અનુયોગદ્વાર આ ચાર મૂલસૂત્ર મનાય છે. શ્રી દશવૈકાલિક સૂત્રઃ વિકાલમાં રચના થઈ હોવાથી અને દશ અધ્યયનયુક્ત હોવાથી આ ગ્રંથનું નામ દશકાલિક અથવા દસવૈકાલિક પડ્યું છે. (દ.વૈ.નિ. ગાથા-૧૫). જોકે વિશેષ પ્રસિદ્ધ નામ દસયાલિય-દસવૈકાલિક છે. વીર નિ.સં. ૭૨ આસપાસ ચંપાનગરીમાં શ્રુતકેવલી શ્રી શય્યભવાચાર્યે આ ગ્રંથની રચના નિયંહણ પોતાના સંસારી પક્ષે પુત્ર મનકમુનિ માટે કરી છે. જૈન પરંપરાનો ઈતિહાસ ભાગ-૧, ૫. ૧૧૬માં આ સૂત્રની રચના વી.સં. ૮ર લગભગ થઈ છે એમ જણાવ્યું છે. આમાં ૫૧૪ ગાથાઓ અને ૩૧ સૂત્ર ગદ્યમય છે (આના વિષયમાં પણ પાઠાન્તરો છે). નિયુક્તિ (ગાથા ૧૬–૧૭) મુજબ દસવૈકાલિકનું ૪થું અધ્યયન આત્મપ્રવાદપૂર્વમાંથી, પમ્ કર્મ પ્રવાદપૂર્વમાંથી, ૭મું સત્યપ્રવાદપૂર્વમાંથી અને ૯માં પ્રત્યાખ્યાનપ્રવાદની ત્રીજી વસ્તુમાંથી બાકીના શેષ સર્વે અધ્યયન ઉદ્ધરેલાં છે. મતાંતરે આ સૂત્રનું નિયંહણ દ્વાદશાંગીમાંથી થયું છે. (દ.વૈ.નિ. ગાથા – ૧૮) ગ્રંથ મહd : આ દિગંબર પરંપરાના ગ્રંથોમાં પણ દસવૈકાલિક સૂત્રનો ઉલ્લેખ આવે છે. કષાય પાહુડની જયધવલા ટીકા ૧, પૃ. ૧૩-૨૫) અને ગમ્મસ્સાર (જીવકાંડ ગા. ૩૬૭)માં અંગબાહ્યના સાતમાં પ્રકાર તરીકે દસ - વૈકાલિક સૂત્રનો ઉલ્લેખ છે. નંદીસૂત્રમાં ઉત્કાલિક સૂત્રમાં દસવૈકાલિક પહેલું છે. પહેલાંના કાળમાં આગમોનું અધ્યયન આચારાંગથી શરૂ થતું. અને આચારાંગ સૂત્રના શસ્ત્રપરિજ્ઞા અધ્યયન સુધીના યોગોઠહન પછી વડી દીક્ષા ઉપસ્થાપના કરવામાં આવતી. દસ વૈકાલિક રચના પછી સર્વ પ્રથમ દસ વૈકાલિકનું અધ્યયન કરાવવાનું શરૂ થયું. અને દસ વૈકાલિકના ૪ અધ્યયનના યોગોદ્ધહન પછી વડી ૧ જૈનધર્મવર સ્તોત્ર શ્લોક૩૦ની સ્વપક્ષ ટીકા ૨ નિયુક્તિમાં દસકાલિય (ગાથા ૧,૭,૧૨,૧૪,૨૫,માં પાંચ-છવાર) અને દસયાલિય નામ પણ (ગાથા ૬, ૩૯૭ બે-ત્રણવાર) આવે છે. ૧૦ અધ્યયન હોવાથી, અને ત્રીજા પહોરમાં સ્વાધ્યાયના કાળ પહેલાં રચના થઈ હોવાથી વેકાલિક નામ પડ્યું હોવાનું પ્રસિદ્ધ છે (દસ વે. હારિભદ્રીય ટીકા પત્ર ૨) પ્રો. ઘાટગેએ એવી દલીલ આપી છે કે – મનકમુનિ માટે પણ પૂર્વના પદાર્થો કે જે ૧૯ વર્ષના દીક્ષા પર્યાય પછી જ પ્રાપ્ત કરી શકાય એવો નિયમ છે. તે દીક્ષા પછી તુરત જ મળી ગયા એ અર્થમાં પણ વિકાલેઅકાલે સમય પહેલાં ભણ્યા માટે દસકાલિક નામ પડ્યું. (Indian Historical Quarterly. Vol. 12, . 270). દસ વેકાલિક સૂત્રનું ૧૦મું અધ્યયન વૈતાલિક છંદમાં હોવાથી દસ-વૈતાલિક - દસ વેયાલિય નામ પડ્યું એવું અનુમાન પણ કેટલાક કરે છે. કેટલાંક વિદ્વાનોનું માનવું છે કે જેનું નામ “દસ કાલિક જણાય છે. કાલિકનો એક અર્થ “જેમાં ચરણ કરણાનું યોગ આવતો હોય તે કાલિક (ચૂર્ણિ પા-૨) એ અર્થમાં આ ગ્રંથ કાલિક હોવાથી દસ કાલિક નામ પડ્યું હોય. પછી કાલિક ઉત્કાલિક ભેદમાં આ ગ્રંથ (દસ વૈકાલિક) ઉત્કાલિકના ભેદમાં પ્રથમ આવતો હોવાથી પછીથી દસવૈકાલિક નામ પ્રસિદ્ધ થયું હોય જો કે આ બધા અનુમાન છે. (“સમી સાંજનો ઉપદેશ” પ્રસ્તાવના)

Loading...

Page Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 402