Book Title: Daridranarayan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 9
________________ મને પ્રેરણા આપ્યા કરી છે, તેથી જ આ એક મોટું કામ પૂર્ણ કર્યાને આનંદ પ્રાપ્ત કરવાનો દિવસ આવી શક્યો આવી મહાન નવલકથાઓને પૂરે ન્યાય આપવો કેવો અશક્ય છે, તે તો તે માટે પ્રયત્ન કરનાર જ જાણે. મૂળ પુસ્તકનો જે ભાગ છોડી દીધો છે, તે રસિક નથી કે ગુજરાતી વાચકને બહુ ઉપયોગને નથી, એમ હરગિજ ન કહી શકાય. એટલે એ પુસ્તકના અનુવાદો હજુ બીજા ઘણા થશે : કદમાં આનાથી બહુ નાના કે બહુ મોટા પણ. ફ્રેન્ચ લેખક વિકટર હ્યુગો (૧૮૦૨– ૧૮૮૫) આ પુસ્તક માટેના પિતાના ટૂંકા નિવેદનમાં (ઈ. સ. ૧૮૬૨) જણાવે છે : ક્યાં ની કાયદો અને રૂઢિને કારણે એવી સામાજિક સ્થિતિ પ્રવર્તતી રહેશે કે જેને કારણે સંસ્કૃતિની સાથોસાથ જગત ઉપર કૃત્રિમ રીતે નરકો ઊભાં થતાં રહે, તથા દૈવી કહી શકાય તેવું ભાવી માનવતાની જ હત્યા સાથે અટવાઈ જાય; ક્યાં સ્ત્રી આ યુગની ત્રણ વિકટ સમસ્યાઓ -દારિદ્યને કારણે પુરુષની અધોગતિ, ભૂખમરાને કારણે સ્ત્રીની બરબાદી, તથા ભાતિક અને આધ્યાત્મિક અંધાર હેઠળ ઊગતાં બાળકોનું ઠીંગરાવું– એમને ઉકેલ નહિ આવે; કયાં સ્ત્રી અમુક ક્ષેત્રોમાં સામાજિક રૂંધામણ શક્ય રહેશે : બીજા શબ્દમાં, તથા વધુ વિશાળ દૃષ્ટિબિંદુથી જોતાં, અજ્ઞાન અને દારિદ્ય આ પૃથ્વી ઉપર ક્યાં સ્ત્રી કાયમ હશે, ત્યાં લગી આ જાતનાં પુસ્તકો હરગિજ નિરુપયોગી નહિ બને.” આવડા મોટા પ્રોજનવાળા વ્યાપથી તેમણે આ મહાકથા ઉપાડી છે તથા સરજી છે. વાર્તારસની ષ્ટિએ પણ આ કથાને આંટી જવાનું ભલભલી વિશ્વખ્યાતિવાળી નવલકથાઓને માટે પણ મુશ્કેલ જ છે. આ વાર્તા વાંચવાનું શરૂ કરનારને તેટલી પ્રતીતિ તો સહેજે થઈ જશે...... – ગેટ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 506