Book Title: Daridranarayan
Author(s): Gopaldas Jivabhai Patel
Publisher: Acharya J B Krupalani & Maganbhai Desai Memorial Trust

View full book text
Previous | Next

Page 7
________________ “આ નવી આવૃત્તિ વખતે કશું નવું નિવેદન લખવાની મારી ઇચ્છા નથી. કારણ કે, એ પુસ્તક ખરેખર વાંચ્યા પછી જ વાચક તેનું મૂલ્ય સમજી શકશે. તે પુસ્તક જે વાચક વાંચવાને જ નથી, તેને તેની શરૂઆતમાં મૂકેલું નિવેદન શા કામમાં આવવાનું હતું? પણ એ સંપાદનોની બીજી આવૃત્તિ પ્રસિદ્ધ કરવાનું આજના કપરી મેઘવારીના દિવસોમાં સાહસ કરવા માટે તમને તે હાદિક ધન્યવાદ આપું છું. ઈવર તમારું ભલું કરે.” સંક્ષિપ્ત કરેલી આ નવલકથા પણ ડેમી સાઈઝનાં ૫૦૦ પાન રોકે છે. તેની પાત્રસૃષ્ટિ ઘણી મોટી છે. પરદેશી નામેવાળાં એ પાત્રોનાં નામ આખા પુસ્તકમાં ઠેરઠેર અને ઘણી વાર તે બહુ દૂર દૂર વેરાયેલાં પડ્યાં હોય છે. જેમકે ફોશલ ડેસે પૂ૦ જ ઉપર અછડતો દેખાવ દઈ અલોપ થઈ જાય છે, તે પાછો છેક પાન ૧૪૭ ઉપર એક અગત્યની કામગીરી બજાવવા હાજર થાય છે. વાચકને તે રીતે રજુ થનું પાત્ર ઓળખવામાં કે શોધવામાં મુશ્કેલી ન પડે તે માટે, પાત્રની કક્કાવાર ગોઠવેલી યાદી, તેમની ટૂંક ઓળખાણ ઉપરાંત તેમને લગતી મુખ્ય હકીકત કયા પાન ઉપર આવે છે તે પૃષ્ઠસંખ્યા સાથે શરૂઆતમાં જોડી છે. તેથી વાચકને વાર્તારસ જાળવી રાખવામાં મદદ મળી રહેશે. બીજું, આ નવી આવૃત્તિ પ્રસિદ્ધ કરતી વખતે, મૂળ ફ્રેન્ચ પાત્રોનાં અંગ્રેજી જોડણી મુજબ લખેલાં નામો ફ્રેન્ચ ઉચ્ચાર મુજબનાં કરી શકાય. પણ અંગ્રેજી ઉચ્ચારથી થોડાક પણ પરિચિત એવા ગુજરાતી વાચકને ફ્રેન્ચ ઉચ્ચાર તે યાદ રાખવે વળી વધુ મુશ્કેલ બનશે એમ માની, અંગ્રેજી જોડણી પ્રમાણેના ઉચ્ચાર જ કાયમ રાખ્યા છે. જેમકે નવલકથાના મુખ્ય નાયક જીન વાલજીનને ખરે ફ્રેન્ચ ઉચ્ચાર જો વાલ છે! આ જ સંપાદકે વિકટર હ્યુગોની બીજી ચાર નવલકથાઓ ‘વિસ્તૃત સંક્ષેપ” રૂપે ગુજરાતીમાં ઉતારી છે. તે બધી પણ એક-એકથી ચડિયાતી નવલકથાઓ છે; અને વિકટર હ્યુગોની કલમ માનવજીવનનાં કેટલાં બધાં જુદાં જુદાં ક્ષેત્રો અને પાત્રોને આવરી લે છે, તેની પ્રત્યક્ષ સાબિતીરૂપ છે. છેવટે ગુજરાતી વાચકનું ત્રણ સ્વીકારવાનું તે શી રીતે ભૂલી જવાય? એના તરફથી મળેલા અકલ્પિત આવકાર અને સહકાર વિના અમારી પ્રકાશન-પ્રવૃત્તિ આટલા ફાલી-ફૂલી શકી ન હોત. ૫૦ છે. પટેલ મંત્રી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 506